તારક મહેતામાં દયાભાભી બનવા તૈયાર થઈ આ એક્ટ્રેસ, જુઓ અને જાણો કોણ છે એ એક્ટ્રેસ…

મિત્રો તમે અનેક કોમેડી સીરીયલ જોતા હશો. પણ જેવી મજા ‘તારક મહેતાના ઉલટા ચશ્મા’ માં આવે છે તેવી મજા શાયદ બીજા કોઈ કોમેડી શોમાં નથી આવતી. કારણ કે આ સીરીયલનું દરેક પાત્ર ખુબ જ રમુજી તેમજ લોકોને હસાવવા માટે ખુબ મહેનત કરે છે. પણ ખાસ કરીને લોકોને આ સીરીયલ સૌથી વધુ જો કોઈ પાત્ર ગમતું હોય તો એ છે દયા બેનનું. તેની બોલવાની સ્ટાઈલ, વાત વાત પર રમુજ કરવી, જેઠાલાલ સાથેની તેની કેમિસ્ટ્રી ખુબ જ જોરદાર છે.

વર્ષોથી ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ફેંસનું મનોરંજન કરતા આવ્યા છે. આ શો થી દિલીપ જોશી, મુનમુન દત્તા, શૈલેશ લોઢા જેવા કેટલાક સ્ટાર ફેંસના ફેવરીટ છે. દરેક પાત્ર પોતાની અલગ ઓળખ ધરાવે છે. શોના એક કેરેક્ટર દયાબેન સૌથી પસંદ પામેલ પાત્ર માંથી એક છે. જો કે ગયા 3 વર્ષથી દયાબેનને સ્કીન પર જોવામાં નથી આવ્યા.  શો માં દયાબેનનું પાત્ર નિભાવતી એક્ટ્રેસ દિશા વાકાણી 3 વર્ષ શો ની બહાર છે.

તમને જણાવી દઈએ કે, દિશા એ સપ્ટેમ્બર 2017 માં મેટરનીટી બ્રેક લીધી હતી. ત્યાર પછી તે શો પર પાછી નથી આવી. બસ એક વખત એક એપિસોડ માટે તેણે કેમિયો જરૂર કર્યો હતો.

હે માં માતાજી, થી લઈને ટપુના પપ્પા સુધી ફેંસ દિશાની દરેક વસ્તુને ખુબ જ યાદ કરે છે. શો માં ઘણી વખત દિશાને રિપ્લેસ કરવાની ખબર આવતી રહે છે. પણ આ બધી માત્ર અફવાઓ છે. એવા રીપોર્ટસ પણ આવ્યા હતી કે મેકર્સ એ દયાબેનના રોલ માટે એક્ટ્રેસ શોધી હતી. પણ કોઈ પણ દયાબેનના માનદંડને પુરા કરી શકો નહિ. પણ હવે ખબર આવી છે કે, દયાબેન શો માં શાયદ પાછી જ નહિ આવે અને તેને રિપ્લેસ કરવામાં આવશે.

રાખી વિજાન કરવા માંગે છે દયાબેનનો રોલ : એક રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, કોઈ પણ દયાબેન ન થઈ શકે, કારણ કે તે આઇકોનિક છે. પણ ચાન્સ આપવો જોઈએ. હું એ પાત્ર કરવાનું પસંદ કરું છુ, હું મારા ફેંસને ફરીથી હસાવવાનું પસંદ કરું છુ, હવે એ જોવાનું રહ્યું કે, મેકર્સ શું આ ઓપ્શન પર વિચાર કરશે અને જો તેવું થયું તો શું ફેંસ રાખીને દયાબેનના રોલમાં પસંદ કરશે.

આ સિવાય તમને જણાવી દઈએ કે, આ પહેલા રાખી વિજાન એ ખુબ જ જૂની સીરીયલ ‘હમ પાંચ’ માં લોકોનું ખુબ જ મનોરંજન કર્યું હતું. તેમજ તે સમયે તે લોકોની ફેવરીટ પાત્રમાંથી એક હતી.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment