હાર્ટ બીટ એકદમ વધી જાય અને ધીમી થઈ જાય તો ભૂલથી પણ મોડું ન કરતા, સૌથી પહેલા કરો આ કામ, નહિ તો….

મિત્રો તમે હાર્ટ બીટ વિશે તો ઘણું જાણતા હશો. કારણ કે હાર્ટ બીટ એ હૃદયની ધડકન સાથે આપણી શ્વાસોશ્વાસમાં ચાલે છે. જો હાર્ટ બીટ બંધ થઈ જાય તો માણસ મૃત્યુ પામે છે. પણ ઘણી વખત તમે જોયું હશે કે હૃદયની ધડકન અચાનક તેજ થઈ જાય છે અને પછી અચાનક ધીમી થઈ જાય છે. આ થવાનું કારણ શું છે અને જો આવું થાય તો શું કરવું જોઈએ ચાલો તો તેના વિશે વિસ્તારથી જાણી લઈએ.

હૃદયની ધડકન અચાનક તેજ થવી, ધડકન સ્કીપ થવી, ધડકન ધીમી થવી વગેરે હૃદય રોગને સંબંધિત ગંભીર સમસ્યા છે. આવા સમયે ડરી જવું એમાં સમજદારી નથી. પણ પોતાની જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને તમે આ સમસ્યા દૂર કરી શકો છો.

શું તમારી સાથે એવું ક્યારેય થાય છે કે, તમારા દિલની ધડકન અચાનક તેજ થઈ જાય છે, દિલમાં જાણે ગભરામણ થાય છે. તો તમે ક્યારેય વિચાર્યું છે કે, આવું કેમ થાય છે. વાસ્તવમાં તમારું શરીર તમારા દિલના કામ કરવાની સ્થિતિ પર આધાર રાખે છે. દિલ જેટલું એક્ટીવ હશે શરીર એટલું જ સારું રહેશે. આથી ડોક્ટર્સ હંમેશા બ્લડ પ્રેશર અને શુગરના લેવલને સંતુલિત કરવાની સલાહ આપે છે.

ક્યારેક ક્યારેક સામાન્ય રૂપથી પણ દિલ તેજ ગતિએ ધડકવા લાગે છે. ત્યારે કમજોરી જેવું લાગે છે. જો કે આમ થવું એ સામાન્ય બાબત છે. પણ જો તમારી સાથે આવું વારંવાર થાય છે તો આ ચિંતાની વાત છે. જ્યારે પણ હાર્ટ બીટ સાથે આવું થાય તો તેને આરેથમીયા કહે છે. જ્યારે કેટલાક કેસમાં આ સ્થિતિમાં બદલાવ ગંભીર હાર્ટ કંડિશનનો સંકેત આપે છે. શરીરને દિલની બીમારીથી બચાવવા માટે દિલની ધડકનને સંતુલિત રાખવાની જરૂર છે.

શું થાય છે જ્યારે હાર્ટ બીટ તેજ થાય છે ? : તમારું હૃદય નોર્મલ રેંજ 60-100 બીટ પ્રતિ મિનીટની ગતિથી ચાલે છે. પણ જ્યારે તે તેજ ગતિએ ચાલવા લાગે છે તો આ કંડિશનને ટાચીકાર્ડિયા કહે છે. હાર્ટ બીટનું તેજ થવાનો અર્થ છે કે, આ પોતાની ક્ષમતાથી વધુ ચાલે છે. આવી સ્થિતિમાં તમને છાતીમાં દુઃખાવાનો અનુભવ થાય છે.

કારણ : દિલની બીમારી, ફેફસાથી જોડાયેલ બીમારી, જન્મથી એબનોર્મલ હાર્ટ સ્ટ્રક્ચરની સમસ્યા, તાવ રહેવો, ડીહાઈડ્રેશન.

સમાધાન : શરાબ અને કોફીનું સેવન ઓછું કરવું. પોતાની આંખ બંધ કરો અને આંખના ગોળાને હળવા હાથે દબાવો. તેનાથી આરામ મળશે. જેટલું થઈ શકે એટલો આરામ કરો. જો થોડી મિનીટ સુધી તમને છાતીમાં દુઃખાવો શરૂ રહે તો અને શ્વાસ લેવામાં તકલીફ થાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો.

દિલની ધડકન ધીમી થવા પર શું કરવું જોઈએ ? : દિલની ધડકન ક્યારેક તેજ તો ક્યારેક ધીમી થઈ જાય છે. આમ તો આ થવું એ સામાન્ય વાત છે. આવું ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિની હાર્ટ રેટ 60 બીટ પ્રતિ મિનીટથી ઓછી થઈ જાય. આ સ્થિતિને બ્રાકીકાર્ડિયા કહે છે. એથલીટોમાં આમ થવું સામન્ય બાબત છે. પણ સામાન્ય માણસની હાર્ટ બીટ સ્લો થવાનું કારણ છે મગજમાં ઓક્સિજનની સપ્લાય બરાબર નથી થતી. આ સ્થિતિમાં વ્યક્તિને થાક, કમજોરી અને ચક્કર પણ આવી શકે છે.

કારણ : હાઈ બ્લડ પ્રેશર, સુવામાં તકલીફ થવી, જન્મથી જ હૃદયથી જોડાયેલ સમસ્યા, હાર્ટ ટીશુંમાં ડેમેજ થવું.

સમાધાન : હાર્ટ બીટ સ્લો થઈ જાય તો ડોક્ટર્સ તેના કારણોના ઉપચાર કરવાની સલાહ આપે છે. કોશિશ કરો કે શરીરને સારી માત્રામાં બ્લડ મળતું રહે. હાર્ટ બીટ જરૂરત કરતા ઓછું થવાની સ્થિતિમાં તમારે તરત જ ડોક્ટર્સ પાસે જવું જોઈએ. તેના લક્ષણોને વધુ સમય માટે નજરઅંદાજ કરવા ઠીક નથી.

જ્યારે દિલની ધડકન બંધ થઈ જાય : આવું સાંભળીને જ મન ડરી જાય છે. પણ આવું ક્યારે થાય છે તમને ખબર જ નથી પડતી. અને કંઈ સમજાતું નથી કે શું કરવું. પણ હાર્ટ બીટ જ્યારે અચાનકથી સ્કીપ એટલે કે બંધ થઈ જાય અને ફરીથી ધડકવા લાગે તો આ કંડિશનને હાર્ટ પેલ્પીટેશન કહે છે. ઘણી જગ્યાએ આ હાર્ટએટેકનો સંકેત હોય છે, આથી જ્યારે તમારી સાથે આવું થાય તો તરત જ ડોક્ટરને બતાવવું જોઈએ.

કારણ : ધુમ્રપાન,  પેનિક એટેક, તનાવ અને અવસાદ, બધી કેફીનનું સેવન, લો બ્લડ પ્રેશર, તેજ તાવ.

સમાધાન : અચાનક જ હાર્ટ બીટ સ્કીપ થઈ જાય તો ડરો નહિ પણ ઉંડો શ્વાસ લો. ચહેરા પર ઠંડા પાણીનો છટકાવ કરો. અનાવશ્યક તણાવ લેવાથી બચવું, નહિ તો સ્થિતિ ગંભીર થઈ શકે છે. આ બધી જ વાતોનું ધ્યાન રાખો. અને આવી રીતે હાર્ટ બીટ કંટ્રોલ કરી શકો છો. આ દરમિયાન તમને ચક્કર આવે, છાતીમાં દુઃખાવો સાથે બેહોશી અનુભવ થાય તો ડોક્ટરને તરત જ બતાવવું જોઈએ. આ સ્થિતિ ગંભીર હૃદય રોગનો સંકેત છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી.

Leave a Comment