આજે દરેક લોકોને ગેસની સમસ્યા હોય છે અને તેનાથી છુટકારો મેળવવા તેઓ અનેક ઉપાયો કરે છે, વિવિધ દવાઓ લે છે. પણ કોઈ ફેર નથી પડતો. આજે અમે તમને એવા સરળ ઉપાયો વિશે જણાવીશું જેને જાણીને તમે હંમેશાને માટે ગેસથી છુટકારો મેળવી શકશો. ચાલો તો આ ઉપાયો વિશે વિસ્તારથી જાણી લઈએ.
ભોજન કર્યા પછી ગેસ, પેટ ફુલાવું, અને અસુવિધા થવી એ એક સામાન્ય બાબત છે. ઘણી વખત લોકો તેની ચર્ચા નથી કરતા. જ્યારે આ સમસ્યા ચેનથી જીવવા પણ નથી દેતી. જો તમને આ સમસ્યા દરરોજ રહે છે તો તેનું નિવારણ અમારી પાસે રહેલું છે. માત્ર એક રોટલી વધુ ખાવાથી પેટ બગડી શકે છે. આથી ભોજન કરવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ.
આમ જોઈએ તો એક રોટલીથી શું બગડી જવાનું છે, પણ આ એક રોટલી તબિયત ખરાબ કરી શકે છે. જો તમને રાત્રે મોડે સુધી ટીવી જોવાની આદત હોય અને ટીવી જોતા તમને સ્નેક્સ ખાવાની આદત હોય તેનાથી તમને મજા તો આવે છે પણ આ મજા પછી સજા બની જાય છે. એટલે કે ગેસ, અપચો, પેટ દર્દ અને પેટ ફુલાવું. જો કે ક્યારેક ક્યારેક થતી આ તકલીફથી ચિંતા કરવાની જરૂર નથી પણ જો દરરોજ આ તકલીફ રહેતી હોય તો તમારે તેનો ઈલાજ કરવો જોઈએ.
આ છે પેટ ખરાબ થવાના કારણો : આપણી જીવનશૈલી આપણા સ્વાસ્થ્ય પર પ્રત્યક્ષ અને પરોક્ષ બંને રીતે પ્રભાવ રાખે છે. ગેસ થવો કે પેટ ફુલાવું જેવી સમસ્યાનું મુખ્ય કારણ છે. જે લોકો રાત્રે પોતાના ભોજનમાં ભારે વસ્તુઓ ખાય છે તેમને આ સમસ્યા થઈ શકે છે. તેમજ ભોજન કરવાનો સમય પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જો સમયમાં ફેરફાર થઈ જાય તો પણ ગેસ જેવી પરેશાની થઈ શકે છે. આથી હેલ્દી ખોરાકની સાથે ભોજન કરવાના સમયનો પણ ખ્યાલ રાખવો જોઈએ. ઘણા લોકો ઘણા પ્રકારના ખોરાક ખાવાથી પણ એલર્જી થતી હોય છે અને તેને ગેસ થાય છે. આથી આવા ખોરાકથી પરેજી રાખવી જોઈએ.
વિશેષ પરિસ્થિતિ પણ જવાબદાર છે : ઘણી ચિકિત્સક સ્થિતિને કારણે પણ તમે ગેસ અથવા પેટ ફુલાવું જેવી સમસ્યાથી શકે છે. મધુમેહ અને રક્તચાપમાં લેવાતી દવાઓને કારણે પણ પરેશાની થઈ શકે છે. આ સિવાય જે લોકોને પિત્તની થેલી અથવા ગોલબ્લેડરમાં પથરીની સમસ્યા હોય તેને પણ ગેસ થઈ શકે છે. જો તમે હૃદયના રોગી છો, તો તમારે ખાસ કરીને બ્લોટિંગથી બચવું જોઈએ. ઘણી વખત દર્દી ગેસ અને એટેકમાં અંતર નથી કરી શકતો. લીવર સીરોસીસ લોકોને પણ ગેસની સમસ્યા થાય છે.
ખાસ પરિસ્થિતિઓ : ગર્ભાવસ્થાના છેલ્લા દિવસોમાં ગેસ થવો એ સામાન્ય બાબત છે. પણ ઘણી વખત ગર્ભાવસ્થાના શરૂઆતી દિવસોમાં પણ ગેસ થઈ શકે છે. તેનું મોટું કારણ કબજિયાત છે. ગર્ભાવસ્થામાં મહિલાઓને ચય્પચાયની ક્ષમતામાં કમી આવી જાય છે. જેને કારણે ગેસની સમસ્યા થાય છે. ઘણી વખત આયર્ન અને કેલ્શિયમ સપ્લીમેન્ટસથી પણ કબજિયાત પેટ ફૂલવા જેવી સમસ્યા થઈ શકે છે.
તમારી પરેશાની સામાન્ય છે તો દવાઓ અને ખાનપાનમાં ફેરફાર કરીને તેને સારું કરી શકાય છે. આથી ડોક્ટરની સલાહ લઈને દવા લેવી જોઈએ તેમજ આયર્ન અને કેલ્શિયમની કમી ભોજન દ્વારા પણ પૂરી કરી શકાય છે. આ સિવાય પેટ પરની વધારાની ચરબી પણ ગેસ કરી શકે છે.
ગેસની સમસ્યાથી છુટકારો કેમ મેળવશો : જો તમે આ સમસ્યાથી પીડિત છો તો સૌથી પહેલો તેનો ઈલાજ છે ભોજન પર નિયંત્રણ કરી લો. આ સમયે તમારે ચાવવા વગરના ખોરાકની જરૂરત છે. એટલે કે જે સહેલાઈથી પચી જાય. તેમજ ગેસ થવા પર હલનચલન કરો, તેનાથી એન્ડોરફીન હાર્મોનનો સ્ત્રાવ વધશે અને પાચન ક્રિયા ઝડપી બનશે. સમસ્યા વધવા પર તમે દવા લઈ શકો છો.
ગેસથી બચવાના ઉપાયો : એવા ભોજનને ઓળખો જેનાથી તમને ગેસની સમસ્યા વધી જાય છે. તમને ગ્લુટન, શિંગદાણા, ખોયા અને દુધની અન્ય ઉત્પાદનથી એલર્જી થઈ શકે છે, તેનાથી ગેસ થઈ શકે છે. રાતના ભોજન અને સુવાના સમયની વચ્ચે ઓછામાં ઓછું બે થી ત્રણ કલાકનું અંતર રાખવું જોઈએ. ભોજન કર્યા પછી તરત જ સુવું નહિ. પણ ચાલવું જોઈએ તેનાથી ખોરાક જલ્દી પચશે.
ખાલી પેટ ચા ન પીવી. ચા પીવા કરતા થોડું નવશેકું પાણી પીવું જોઈએ, તહેવારો અને પ્રસંગમાં ભોજન કર્યા પછી થોડું ગરમ પાણી પીવું, ભોજનમાં ફાઈબરની માત્રા વધારો અને તેના માટે કેળાનું સેવન કરો. તણાવથી બચવું, પ્રાણાયામ કરો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે આ જાણકારી પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ