મિત્રો દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તેના વાળ સુંદર, લાંબા, ચમકદાર, મજબુત અને મુલાયમ બને. આ માટે તેઓ વિવિધ તેલ, શેમ્પુ, કંડીશનર તેમજ આયુર્વેદિક દવાઓ કરે છે. પરંતુ વાળ જોઈએ એટલા વધતા નન હોય અને વધુને વધુ તૂટે છે. આથી જો તમે ઈચ્છો છો કે, તમારા વાળ મજબુત બને, વાળનો ગ્લોથ વધે, સિલ્કી બને તો આજે જ જાતે બનાવો ઘરે આ ખુબ જ અસરકારક તેલ.
જો તમે તમારા વાળમાં મોંઘી ટ્રીટમેન્ટ કરાવો છો, કેમિકલ પ્રોસેસ કરાવો છો અને તો પણ જોઈએ એવું પરિણામ નથી મળતું તો તેના કરતા સારું છે, તમે ઘરે જ ખુબ સહેલાઈથી મળતી આ વસ્તુઓનો ઉપયોગ કરીને તેલ બનાવો અને માથામાં નાખી જુઓ પછી જુઓ તેનો કમાલ.
જો તમે પાતળા અને ખરતા વાળથી પરેશાન છો. જ્યારે આ સમસ્યા આજે દરેક લોકોને થઈ રહી છે. તેમજ જ્યારે ઋતુમાં ફેરફાર થાય તો પણ વાળ ખરવા લાગે છે. આથી આ સમસ્યાનો ઉકેલ આજે અમે તમને જણાવીશું.
તેલ બનાવવા માટે આવશ્યક સામગ્રી : 1 ચમચી – એરંડાનું તેલ, 2 ચમચી – એલોવેરા, થોડુક આંબળાનું જ્યુસ, 1 ચમચી – ઓલીવ તેલ.
તેલ બનાવવાની રીત : સૌપ્રથમ એક બાઉલ લો, તેમાં ઉપર જણાવેલ બધી સામગ્રી નાખી તેને સારી રીતે મિક્સ કરી લો. આ સિવાય તમે તમારી રીતે પણ આ સામગ્રીમાં ફેરફાર કરી શકો છો. તમે ઓલીવ ઓઈલની જગ્યાએ તમે નાળિયેર તેલનો અથવા બીજા અન્ય કોઈ તેલનો પણ ઉપયોગ કરી શકો છો.
વાળમાં કેવી રીતે તેલ નાખવું : આ માટે પહેલા તો માથામાં સ્કેલ્પ પર તેલ નાખીને તેની બરાબર મસાજ કરી લો. તેલ નાખ્યા પછી આ તેલને ઓછામાં ઓછી એક કલાક માટે રહેવા દો. આ સિવાય તમે ઈચ્છો તો રાત્રે પણ તેલ નાખી શકો છો, જેના કારણે આખી રાત તેલ માથામાં રહેશે અને બીજા દિવસે વાળ ધોઈ નાખવા. સવારે તમે કોઈ પણ હર્બલ શેમ્પુથી વાળને ધોઈ શકો છો. તેમજ અઠવાડિયામાં ઓછામાં ઓછું બે વખત આ તેલ માથામાં લગાવી શકો છો. આ તેલથી તમારા વાળના ગ્રોથમાં ફેર જરૂર જોવા મળશે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઇન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ