દરેક લોકો માટે વાળ એ તેના સુંદરતાની નિશાની છે. આથી જ આપણે વાળની વિશેષ કાળજી લેતા હોઈએ છીએ. જયારે તમારા વાળ બેજાન, રફ તેમજ ચમકહીન હોય છે ત્યારે તમારા વાળનો દેખાવ ખુબ જ ખરાબ લાગે છે. આથી તમારે વાળની વિશેષ માવજત રાખવાની જરૂર પડે છે. આજે અમે તમને ચિપચિપા વાળની સમસ્યાથી છુટકારો મેળવવા માટેના કેટલાક ઉપાયો વિશે જણાવીશું.
આપણા વાળ કેટલા મહત્વપૂર્ણ છે એ વાત બધા જ જાણે છે. પરંતુ આજકાલ તે સૌથી વધારે અસરકારક હોય છે. પ્રદૂષણ હોય કે પછી શારીરિક સમસ્યા દરેકની અસર સૌથી પહેલા તેના પર જોવા મળે છે. સમય સાથે વાળથી જોડાયેલી સમસ્યાઓ ઘણી વધી ગયી છે. તેની પાછળ માત્ર એક નહીં પરંતુ ઘણા કારણો છે. જેમાંથી એક છે સ્કેલ્પ હાઇજિનની સારસંભાળ ન રાખવી. જણાવી દઈએ કે, વાળની સાથે સાથે ત્વચાને પણ હેલ્થી રાખવા માટે તે જરૂરી છે.
ઓઇલી સ્કેલ્પમાં માત્ર વાળથી જોડાયેલી સમસ્યા નથી હોતી પરંતુ, ત્વચા પર તેની 5 અસર જોવા મળે છે. તેનાથી ચહેરાની સાથે સાથે પીઠ, શોલ્ડર અને છાતી પર પણ સમસ્યા થઈ શકે છે. વાસ્તવમાં ગંદા, ઓઇલી અને ઇન્ફેકટેડ સ્કેલ્પ એક્ને, ફંગલ એક્ને અથવા તો પછી ડર્મેટાઇટીસનું કારણ બની શકે છે. જો તમે આ પ્રકારની સમસ્યાથી પીડિત હોય તો ડર્મેટોલોજિસ્ટ રશ્મિ શેટ્ટી દ્વારા જણાવાયેલ આ ટિપ્સ ફોલો કરી શકો છો. એક્સપર્ટ વાળને લઈને જણાવે છે. જેના દ્વારા તેમણે આ સમસ્યાથી છુટકારો મેળવવાના ઉપાયો જણાવ્યા છે. આ ટિપ્સને ફોલો કરવાથી તમને જલ્દી જ તફાવત જોવા મળશે.
હેર વોશ કરવાની રીત:- જયારે આપણે વાળને ધોઈએ છીએ ત્યારે તમારે અમુક વાતને ધ્યાનમાં રાખવી જરૂરી બની જાય છે. એક્સપર્ટ મુજબ એવું હોય શકે છે કે, શેમ્પૂ તમારા આખા સ્કેલ્પ સુધી ન પહોંચી શકતું હોય. માટે હેર વોશ કરવા માટે શેમ્પુને પાણીમાં મિક્સ કરીને પછી તેનાથી હેર વોશ કરવા. વાસ્તવમાં પાણીમાં શેમ્પૂ મિક્સ કરવાથી તે થોડું ભીનું થઈ જાય છે, જેનાથી સ્કેલ્પને સરળતાથી ક્લીન કરી શકાય છે.
સ્કેલ્પથી આ પ્રકારે તેલ દૂર કરવું:- જ્યારે પણ તમે હેર વોશ કરો છો, તો જરૂરી નથી કે બધુ જ હેર ઓઇલ સરળતાથી નીકળી જાય. એવામાં તમારે આંગળીઓથી સ્કેલ્પને રગડવાની જરૂર રહે છે. સૌથી પહેલા હથેલીમાં શેમ્પૂ લઈને તેને ધીરે ધીરે રગડવું જેથી ફીણ વળી શકે. ત્યાર બાદ સ્કેલ્પ પર એપ્લાય કરવું અને આંગળીઓની મદદથી ચંપી કરવી.
શેમ્પૂ કરતી વખતે ઉતાવળ ન કરવી:- શેમ્પૂ કરવા માટે થોડો સમય લેવો, ઉતાવળ કરવાથી ઓઇલ રહી શકે છે. વાસ્તવમાં શેમ્પુને પણ કામ કરવામાં સમય લાગે છે. માટે જ્યારે તમે વાળમાં શેમ્પૂ એપ્લાય કરો તો થોડી મિનિટ માટે રહેવા દો. ઓછામાં ઓછી 2 થી 3 મિનિટ માટે તેને રહેવા દો. અને પછી પાણીથી વાળ રિંસ કરવા. સરખી રીતે વાળમાં કંડિશનર લગાડવું:- સામાન્ય રીતે એવું કહેવામા આવે છે કે, કંડિશનર વાળમાં લગાડવાની વસ્તુ છે, સ્કેલ્પમાં નહીં. જોકે ઘણા લોકો તેને સ્કેલ્પ પર પણ લગાડે છે. તે સિવાય કંડિશનર લગાડ્યા પહેલા વાળને નીચેની તરફ લટકાડીને પછી હાથમાં કંડિશનર લઈ તેને વાળમાં એપ્લાય કરવું. સ્કેલ્પમાં કંડિશનર લગાડવું ઓઇલી સ્કેલ્પનું કારણ બની શકે છે.
કેટલા દિવસે હેર વોશ કરવું:- ઘણા લોકો દરરોજ અથવા તો એકાતરે હેર વોશ કરતાં હોય છે. એવામાં તમારા સ્કેલ્પને જોતાં ક્લીન કરવું. ઘણા લોકોને દરરોજ હેર વોશ કરવાની જરૂરિયાત હોય છે. ગરમીમાં આ વાતનું ખાસ ધ્યાન રાખવું. વધારે ગંદુ થવાના કારણે પણ સ્કેલ્પ ઓઇલી અને ગ્રીસી દેખાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી