મિત્રો દરેક લોકો પોતાનું વધતું જતું વજન ઓછુ કરવા માંગે છે. આ માટે તેઓ વેઇટ લોસ માટેની દરેક ટીપ્સ અપનાવે છે. પણ જો તમે વજન ઓછું કરવા માંગતા હો તો તમે અહી આપેલ કેટલીક સરળ ટીપ્સ અપનાવીને વજન ઓછુ કરી શકો છો.
શરીરનું વજન વધારે હોવું કે સ્થૂળતા એ ઘણી ગંભીર બીમારીઓનું ઘર છે. વર્તમાન સમયમાં સ્થૂળતાનું સમસ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે, તેના કારણે લોકો થાઈરૉઈડ, ડાયાબિટીસ, હાઇ બીપી, હાર્ટ ડીસીઝ જેવી ગંભીર બીમારીઓનો શિકાર થઈ રહ્યા છે. આપણે બધા જ જાણીએ છીએ કે આપણું વજન વધવાનું એક મોટું કારણ આપણી ખરાબ જીવનશૈલી છે. શારીરિક ગતિવિધિઓ ન કરવી અને ખોટી ખાણીપીણીના કારણે વજન વધે છે. તે સિવાય વજન વધવા માટે જીવનશૈલીની અન્ય આદતો પણ જવાબદાર હોય છે જેમકે, રાત્રે મોડા ભોજન કરવું, રાત્રે મોડા સુધી જાગવું, સવારે મોડા ઊઠવું, એકસરસાઈઝ ન કરવી વગેરે.
સ્થૂળતા નાની-મોટી બધી ઉંમરના લોકોને અસર કરી શકે છે. શરીરના વધારાના વજનને ઘટાડવા માટે આપણે ઘણું બધુ ટ્રાઇ કરીએ છીએ. પરંતુ કઈ ખાસ અસર જોવા મળતી નથી. આ લેખમાં અમે તમને વજન ઘટાડવા માટેના એવા 5 સિમ્પલ વેઇટ લોસ ટિપ્સ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેનું 75% રિઝલ્ટ એક જ મહિનામાં તમને જોવા મળશે. તો ચાલો જાણીએ પાતળા થવાની જોરદાર ટીપ્સ. વજન ઘટાડવા માટેના 5 સિમ્પલ વેઇટ લોસ ટિપ્સ:-
સર્કેડિયન રીધમ ઉપવાસ:- સર્કેડિયન રીદમ ફાસ્ટિંગમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ભોજન કરવાનું સમાવિષ્ટ છે. તેનો મતલબ છે કે તમે 12 કલાક ભોજન કરો છો અને બાકીના 12 કલાક ઉપવાસ કરો છો. તમે સવારે 7-8 વાગે બ્રેકફાસ્ટ કરો છો અને ડિનર રાત્રે 7-8 વાગે. તમે રાતના જમ્યા પછી સવારે નાસ્તો કરવા સુધી પાણી સિવાય બીજું કઈ ખાતા-પિતા નથી માત્ર ઉપવાસ કરો છો. તે તમારા શરીર દ્વારા તમારા દ્વારા લેવામાં આવતો બધો જ ખોરાક પચાવવામાં મદદ કરે છે. સરખી રીતે 12 કલાક ઉપવાસ કરીને તમે તમારા પેટને પર્યાપ્ત આરામ આપી શકો છો.
હાઈડ્રેટ રહેવું જરૂરી છે:- પર્યાપ્ત માત્રામાં પાણીનું સેવન તમારી ભૂખને દબાવવામાં મદદ કરે છે, કારણ કે તે તમારું પેટ ભરેલું હોવાનો અનુભવ કરાવે છે. પર્યાપ્ત પાણી પીવું તમારા શરીરને ડિટોક્સિફાઈડ કરવાની સૌથી સારી રીત છે. તે ઉચિત પાચન અને ઉત્સર્જનમાં પણ મદદ કરે છે. પાણીના ઓછા સેવનથી કબજિયાત, ડિહાઈડ્રેશન જેવી સમસ્યાઓ થઈ શકે છે. જે હાર્મોનને અસંતુલિત કરીને વજન વધારવામાં યોગદાન આપી શકે છે.શુગર વાળું, તળેલી અને પ્રોસેસ્ડ ફૂડનું સેવન બંધ કરવું:- આ ખાદ્ય પદાર્થોથી દૂર રહેવાથી તમારા લીવર પર દબાણ ઓછું થઈ શકે છે અને તેનાથી પાચન સરખું અને શરીર ડિટોક્સ થાય છે. તે તમારા આંતરડાના સોજાને પણ ઓછો કરે છે જેના કારણે તમે ખોરાક લો છો તેમાંથી પોષકતત્વોને સરખી રીતે શોષવામાં મદદ કરે છે.
શારીરિક ગતિવિધિ અને શ્વાસ સંબંધી વ્યાયામનો અભ્યાસ કરવો:- તમારે દરરોજ 20 મિનિટ શ્વાસ સંબંધી વ્યાયામ અને 40 મિનિટ શારીરિક ગતિવિધિઓ જરૂરથી કરવી જોઈએ. તેનાથી આખા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સરખું થાય છે. સાથે જ શરીરની બધી કેશિકાઓને પર્યાપ્ત પોષણ અને ઓક્સિજનની પૂરતી થાય છે. શ્વાસ સંબંધી વ્યાયામનો અભ્યાસ તમારા મગજને શાંતિ પ્રદાન કરે છે.એક સારી અને પૂરતી ઊંઘ લેવી:- ઊંઘ આપણા શરીરથી વધારાની ચરબીને ઘટાડવાનું કાર્ય કરે છે. રાત્રે 10 વાગ્યા સુધીમાં સુવાથી લીવર ડિટોક્સ થાય છે. સાથે જ રાત્રે 10 થી 2 વાગ્યા સુધી પિત્ત કાળ હોય છે, જેનાથી ઝડપથી વજન ઘટે છે. ખાસ કરીને તમે ડિનર જલ્દી અથવા સમયસર લીધૂ હોય, 7-8 વાગ્યા પહેલા.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી