સામાન્ય લોકો માટે તૂટી પડ્યો મોંઘવારી પહાડ, CNG અને PNG ગેસની કિંમતોમાં થયો ગજબનો વધારો. જાણો ભાવમાં કેટલાનો થયો વધારો…

મિત્રો તમે જાણો છો કે છેલ્લા ઘણા મહિનાઓથી CNG અને PNG ના ભાવમાં ગજબનો વધારો થયો છે. જેના કારણે સામાન્ય લોકોનું જીવન ખુબ જ મુશ્કેલી ભર્યું બની ગયું છે. એવા સમયમાં ફરી એકવાર એવા સમાચાર આવ્યા છે કે CNG અને PNG ના ભાવમાં ગજબનો વધારો થયો છે. જેના કારણે મોઘવારીમાં ફરી એક વાર સામાન્ય માણસને ઝટકો લાગ્યો છે. 

સરકારે છેલ્લા અઠવાડિયામાં નેચરલ ગેસની કીંમતમાં 62 ટકા સુધીનો વધારાની જાહેરાત કરી છે. એના પછી MGL (MAHANAGAR GAS LIMITED) એ સીએનજી ગેસ અને પીએનજી ના છૂટક મુલ્યમાં તત્કાલ પ્રભાવથી 2 રૂપિયા નો ભાવ વધારો કર્યો છે. એમજીએલ એ પોતાની એક જાહેરાતમાં કહ્યુ છે કે આપૂર્તિ મા ભારે વધારો જોતા CNG અને PNG મા 20 રૂપિયા પ્રતિ કીલોની વૃદ્ધિ કરવા માટે બાધ્ય છે. અને ઘરેલું પીએનજી મા 2 રૂપિયા પ્રતિ એસસીએમ ની વૃદ્ધિ માટે બાધ્ય છે.

નેચરલ ગેસનો ઉપયોગ ફર્ટીલાઈઝર, વીજળી ઉત્પાદન અને સીએનજી ગેસ તૈયાર કરવા માટે થાય છે. નિર્ણય પછી સીએનજી અને પીએનજી અને ફટીલાઈઝરની કીંમતમાં વધારો થવાનો અંદાજ છે. એપ્રીલ 2019 પછી કીંમતમા આ પહેલી વખત વધારો નોધાયો છે. આ સિવાય તમને જણાવી દઈએ કે આંતરરાટ્રીય બજારમા ભાવમા તેજી ને કારણે ગેસ ના ભાવ વધ્યા છે

મુંબઈ મા આટલા રૂપિયા થઇ ગયો સીએનજી પીએનજી નો ભાવ : મુલ્યોમાં વધારા સાથે મુંબઈ અને એની આસપાસના ક્ષેત્રોમાં સીએનજી અને ડોમેસ્ટીક પીએનજીના રેટમાં બધા ટેક્સ મળીને સ્લેબ 1 ગ્રાહક માટે ક્રમશ 54.57 રૂપિયા પ્રતિ કીલોગ્રામ અને 32.67 રૂપિયા પ્રતિ એસસીએમ અને સ્લેબ 2 ગ્રાહક  માટે 38.27/ રૂપિયા પ્રતિ એસસીએમ હશે.

દિલ્હી એનસીઆરમાં વધ્યા હતા સીએનજી અને પીએનજી ના ભાવ : હાલ માજ સાર્વજનીક ક્ષેત્રની કંપની ઈંદ્રપ્રસ્થ ગેસ લીમીટેડ સીએનજી અને પાઈપથી પૂર્તિ કરવા વાળી પીએનજીની કીંમત વધારી દીધી હતી. જીએલ એ 29 ઓગસ્ટ 2021 ની સવારે 6 વાગ્યાથી દીલ્હી અને પાડોશી શહેરો નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝીયાબાદમાં સીએનજી અને પીએનજીની કીંમતોમાં સંશોધીત કરી હતી. દીલ્હીમાં સીએનજીની કીંમતમાં 45.20 રૂપિયાનો વધારો જ્યારે પીએનજીની કીંમતમાં 30.91 રૂપિયા પ્રતિ એસસીએમ (માનક ધન મીટર) નો વધારો કર્યો છે.

આમ સતત વધી રહેલી મોઘવારીને જોતા સામાન્ય માણસનું જીવન અનેક મુશ્કેલીઓથી ઘેરાયેલું થયું ગયું છે. અનાજ, શાકભાજી અને હવે ગેસના ભાવવધારાએ લોકોનું જીવન હાડમારી ભર્યું બનાવી દીધું છે. સતત ભાવ વધારો અને તેની સામે લોકોની આવક સીમિત હોવાના કારણે ઘણી વસ્તુઓમાં બાંધ છૂટ કરવા મજબુર કર્યા છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment