શેર બજારમાં પેની સ્ટોકમાં રોકાણ કરતા પહેલા આ વાત જાણી લેશો, તો શેર બજારમાં ક્યારેય નહિ ડૂબે તમારા પૈસા… જાણી લ્યો કંઈ છે એ ખાસ વાત…

મિત્રો શેરબજારમાં રોકાણકારોની વચ્ચે લગભગ પેની સ્ટોકની ચર્ચા થાય છે. પેની સ્ટોક એવા શેર હોય છે જેમની કિંમત ઓછામાં ઓછી કે દસ રૂપિયાથી ઓછી હોય છે. સાથે જ કંપનીનું માર્કેટ પણ ઓછું હોય છે. ઘણા બધા રોકાણકારો મલ્ટીબેગર સ્ટોકની શોધમાં પેની સ્ટોકમાં પૈસા લગાવતા રહે છે. પેની સ્ટોકને ઘણા બધા રોકાણકારો ઓછા સમયમાં અમીર બનવાનો રસ્તો પણ સમજે છે પરંતુ આ રસ્તો કાંટાથી ભરેલો હોય છે. મોટાભાગના રોકાણકારો પેની સ્ટોકના ચક્કરમાં પોતાની મૂડી ખોઈ બેસે છે.

એક્સપર્ટ 500 કરોડની નીચે માર્કેટ કેપ વાળા ને આ કેટેગરીમાં રાખે છે. પેની સ્ટોક થી જોડાયેલી કંપનીઓ નાની હોય છે. તેના વિશે જાણકારી લગાવવી અને જાણકારી ભેગી કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે. જાણકારી વગર આવા સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવું રિસ્કી હોય છે.1) શેરના ભાવની હેરાફેરી:- આવા શેરોની લિક્વિડિટી પણ ઓછી હોય છે. એટલે કે બજારમાં ટ્રેડિંગ માટે ઉપલબ્ધ શેર મર્યાદિત હોય છે.પેની સ્ટોક કંપનીઓની ઓછી માર્કેટ કેપિટલાઇઝેશન અને ઓછી લિક્વિડિટીને કારણે તેની કિંમતમાં હેરફેર સરળ હોય છે.

2) ઓપરેટર આમાં ખેલ કરે છે:- રોકાણકારો ઘણીવાર છેતરપિંડીનો ભોગ બને છે. ઓપરેટરો ઓછા ભાવે વધુ શેર ખરીદે છે, જેના કારણે શેરના ભાવ વધવા લાગે છે. ભાવ વધતા જોઈને રિટેલ રોકાણકારો તેમાં એન્ટ્રી કરાવે છે. ભાવ વધારે વધ્યા બાદ ઓપરેટર શેર વેચી દે છે. તેથી શેરના ભાવ ઘટવા લાગે છે. લોઅર સર્કિટના કારણે તેમાં ફસાયેલા રિટેલ રોકાણકારો શેર ને વેચી નથી શકતા.3) રિસર્ચ જરૂરી:- કોઈપણ કંપનીના સ્ટોક ખરીદતા પહેલા તે કંપની વિશે સારી રીતે જ રિસર્ચ કરવું. આ કંપનીઓ ખૂબ જ નાની હોય છે. તેના વિશે જાણકારીઓ અવેલેબલ નથી હોતી. કંપનીનો ફ્યુચર ગ્રોથ, પ્રોડક્ટ, પર્ફોર્મન્સ અને બેકગ્રાઉન્ડ ને જાણ્યા બાદ જ સ્ટોક્સ ખરીદવા.

4) વધારે પૈસા એક સાથે ન લગાવવા:- એક સાથે વધારે રૂપિયા ઇન્વેસ્ટ ન કરવા પેની સ્ટોકમાં એટલા જ ઇન્વેસ્ટ કરો જેટલા ડૂબવાથી તમે સહન કરી શકો, કારણકે પેની સ્ટોક વધારે જોખમકારક હોય છે. પેની સ્ટોકની પ્રાઈઝ સ્ટેબલ નથી હોતી, તેથી રોકાણકારોએ પહેલા માર્કેટ જરૂર સમજવું. માર્કેટને સમજવા માટે કોઈ એક્સપર્ટ થી વાત કરી શકો છો.5) નફો મળે તો નીકળી જવું:- પેની સ્ટોકમાં વધારે દિવસો સુધી ઇન્વેસ્ટ ન કરવું. તેના શેરનો ભાવ તેજીથી વધે છે, તેટલો જ તેજી થી ઘટે પણ છે. તેથી શેર ખરીદીને ભૂલી ન જવા. સારું રિટર્ન મળવા પર શેર વેચી દો. આજના સમયમાં ઇન્ટરનેટ પર જ્ઞાનની કમી નથી. કોઈની પર આંખો બંધ કરીને વિશ્વાસ ન કરવો. પરખ્યા અને સમજ્યા બાદ જ ઇન્વેસ્ટ કરવું. 

( નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી )

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment