મિત્રો તમારી પાસે બેંક એકાઉન્ટ હશે તો તમે તેના વિશે લગભગ દરેક વાત જાણતા હશો જ. પણ સમયે સમયે ઘણી બેંકોના નિયમોમાં ફેરફાર થતા હોય છે. તેથી તેના વિશે સજાગ રહેવું તે ગ્રાહક માટે જરૂરી છે. આથી જ હાલમાં તો ઘણી બેંકમાં ઘણી બાબતોને લઈને સુધારા આવ્યા છે. આથી સમયે સમયે થતા આ સુધારા એ ગ્રાહક માટે સારા જ હોય છે. તેમજ તે ગ્રાહકની સુરક્ષા માટે હોય છે. જેથી કરીને તેનું સેવિંગ સચવાઈ રહે. તો મિત્રો તમને જણાવી દઈએ કે 1 એપ્રિલથી લગભગ 8 જેટલી બેંકની ચેકબુક વિશે ફેરફાર થયો છે ચાલો તો તેના વિશે વિસ્તારથી જાણી લઈએ.
બેંકના ગ્રાહકો માટે ખુબ જ જરૂરી ખબર છે. 1 એપ્રિલથી આ 8 બેંકના ગ્રાહક જૂની ચેકબુક, પાસબુક, ઇન્ડિયન ફાયનાન્સિયલ સર્વિસ કોડ (IFSC) નામંજૂર થઈ જશે. એટલે કે 1 એપ્રિલથી તમારી જૂની ચેકબુક કંઈ કામની નહિ રહે. બેંકના ચેકબુકથી ચુકવણી બંધ થઈ જશે. એવામાં જો તમારૂ ખાતું પણ આ સાર્વજનિક બેંકમાં છે તો સમય પહેલા ચેકબુક બદલી નાખો. આ 8 બેંક છે જેની હાલમાં જ બીજી બેંકમાં વિલય થયો છે.
બેંકોનો વિલય થવાથી એકાઉન્ટ હોલ્ડરના એકાઉન્ટના નંબર, IFSC તેમજ MICR કોડ ફેરફાર થવાના કારણે 1 એપ્રિલ 2021 થી બેન્કિંગ સિસ્ટમ જુના ચેકને રદ કરી દેશે. આ બેંકોની પણ બધી ચેકબુક અમાન્ય થઈ જશે. આથી આ બધી બેંકના ગ્રાહકને સલાહ આપવામાં આવી છે કે, તે તરત જ પોતાની શાખામાં જાય અને નવી ચેકબુક માટે આવેદન કરે.
આ બેંકોનો થયો છે વિલય : કેન્દ્ર સરકારે ઘણી બેંકોને વિલય કરી દીધી છે. બેંકોના વધતા NPA ના ભારના કારણે કેન્દ્ર સરકારે બેંકોના વિલય કરવાનો નિર્ણય લીધો છે. હવે વિલય પછી આ બેંકોની ચેકબુક, પાસબુક, IFSC કોડ વગેરે બદલવાના છે. હવે આ બેંકના ગ્રાહકને દરેક સ્થિતિમાં 1 એપ્રિલ 2021 થી નવી ચેકબુક લેવી પડશે. જો કે સિન્ડીકેટ અને કેનેરા બેંકના ગ્રાહકના મામલે થોડી રાહત મળી છે. સિન્ડીકેટ બેંકની હાલથી ચેકબુક 30 જુન 2021 સુધી માન્ય રહેશે. ત્યાર પછી નવી ચેકબુક લેવી પડશે. જે બેંકોની જૂની ચેકબુક 1 એપ્રિલ અમાન્ય થઈ જશે તે બેંકોમાં દેના બેંક, વિજયા બેંક, ઓરીએન્ટલ બેંક ઓફ કોમર્સ, યુનાઈટેડ બેંક ઓફ ઇન્ડિયા, સિન્ડીકેટ બેંક, આંધ્રા બેંક, કોર્પોરેશન બેંક, અને ઇલાહાબાદ બેંક છે. આ બેંકોના વિલય પછી હવે 31 માર્ચ પછી તેની જૂની ચેકબુક નહિ ચાલે.
વિલય થયેલ બેંકનું લીસ્ટ : દેના બેંક અને વિજયા બેંકનો વિલય બેંક ઓફ બરોડા માં થયો છે. આ 1 એપ્રિલ 2019 થી જ પ્રભાવી થઈ ગયો હતો. ઓરીએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેંક ઓફ ઇન્ડિયાનો વિલય પંજાબ નેશનલ બેંકમાં થયો છે. સિન્ડીકેટ બેંકનો કેનેરા બેંકમાં વિલય થયો છે. આંધ્રા બેંક અને કોર્પોરેશન બેંકનો વિલય યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં થયો છે. અલ્હાબાદ બેંકનો વિલય ઇન્ડિયન બેંક થયો છે. તમને જણાવી દઈએ કે આ બધી 1 એપ્રિલ 2020 થી પ્રભાવિત થઈ છે.
કેમ પડે છે ચેકબુકની જરૂરત : તમને જણાવી દઈએ કે, તમે બેંકમાં સેવિંગ અથવા કરંટ એકાઉન્ટ ખોલવા સમયે બેંક ગ્રાહકોની ચેકબુક આપે છે. આ ચેકબુકની મદદથી ગ્રાહક પૈસાની આપલે કરી શકે છે. ચેકબુક અથવા તેના લીફ પર ઘણી જાણકારી હોય છે. IFSC, મેગ્નેટિક ઇન્ક કરેક્ટર રિકગ્નિશન કોડ હોય છે. આજે વધુ પડતા કામ આ કોડની સહાયતાથી થાય છે. તમારી પાસે જો જૂની ચેકબુક છે, તેમાં જુની બેંકની જ IFSC અને MICR કોડ હોય છે. જે હવે બદલાય જશે. તમને જણાવી દઈએ કે જો તમે હાલ ચેકબુક માટે આવેદન કરો છો તો તમને 10 દિવસ પછી નવી ચેક બુક મળે છે.
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી