મિત્રો હવે તમે જાણો છો તેમ હાલ મોટાભાગના સરકારી તેમજ પ્રાઈવેટ હોસ્પિટલમાં કોવિડ વેક્સીનેશનનું કામ શરૂ થઈ ગયું છે. હાલ હેલ્થ વોરીઅર્સ તેમજ સરકારી કર્મચારીઓને વેક્સીનેશન થઈ ગયું છે. જ્યારે હવે વડીલ વર્ગ જેમ કે જેની ઉંમર 60 વર્ષથી વધુ છે તેમને વેક્સીનેશન શરૂ છે. પરંતુ હજુ પણ લોકોમાં કોવિડની વેક્સીનને લઈને ઘણી દુવિધાઓ છે. જેને કારણે તેઓ અફવાઓનો શિકાર બને છે. તેથી જો તમે પણ આવી અફવાઓથી બચવા માંગતા હો તો આજે જ આ લેખ જરૂરથી વાંચો.
કોરોના વાયરસથી બચવા માટે દેશમાં વેક્સીન આવી ગઈ છે. પણ ખુબ મોટી સંખ્યામાં લોકોનું ટીકાકરણ થવાનું હજુ બાકી છે. જો કે લોકોના મગજમાં એ સવાલ ઉઠી રહ્યા છે કે, શું આ વેક્સીન આ ઘાતક વાયરસ સામે પૂરી રીતે સુરક્ષા પ્રદાન કરી શકે છે ? તો જ્યારે ઘણા લોકોને વેક્સીન લઈ લીધી છે. તેના મનમાં એ વાતને લઈને ઘણા પ્રકારના ભ્રમ છે કે, વેક્સીન લીધા પછી તેઓ પહેલાની જેમ જીવન જીવી શકે છે કે નહિ ? શું તેઓ પહેલાની જેમ પોતાના સંબંધીઓને મળી શકે છે ? વગર માસ્ક ઘરની બહાર નીકળી શકે છે ? દેશ-વિદેશની યાત્રા કરી શકે છે ? એક રિપોર્ટ અનુસાર લોકોના આ ભ્રમને દુર કરવા માટે સીડીસી (Center for Disease Control and Prevention) એટલે કે રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર દ્વારા નવા દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. જેને તમારે પણ જાણવા જોઈએ.કોવિડ વેક્સીન લીધા પછી શું તમે પૂરી રીતે સુરક્ષિત છો ? : કોવિડ વેક્સીન કોરોના વાયરસથી તમને પૂરી રીતે સુરક્ષિત રાખશે કે નહિ, તેની તપાસ થવી હજુ બાકી છે. છેલ્લા દિવસો વેક્સીન લીધા પછી ઘણા પ્રકારની સાઈડ ઈફેક્ટ અને રીએક્શન સામે આવ્યા છે. આ વાત પર હજુ આશાવાદી થવાની જરૂર નથી, કે આ વેક્સીન કેટલી પ્રભાવશાળી છે. જો કે આ વેક્સીન લીધા પછી એ વાત પર વિશ્વાસ કરી શકાય છે કે, દુનિયા સુરક્ષિત ભવિષ્ય તરફ આગળ વધી રહી છે. કારણ કે જે લોકોએ વેક્સીન લીધી છે તેમાં સાઈડ ઈફેક્ટ અને રીએક્શનના જે કેસ સામે આવ્યા છે તે ખુબ ઓછા છે.
સીડીસી અનુસાર ટીકાકરણ પછી આ કરી શકાય છે : જે લોકોએ વેક્સીન લીધી છે તેમના સંબંધીઓ પણ કોવિડ વેક્સીન લઈ ચુક્યા છે. તો તમે એવા લોકોની સાથે વગર માસ્ક પહેરી અને સોશિયલ અંતર રાખ્યા વગર મળી શકો છો. પણ જો તમે એવા લોકને મળો છો જેનું વેક્સીનેશન હજુ નથી થયું તો તમારે તેની સાથે અંતર બનાવી રાખવું પડે છે. સાથે જ માસ્ક પણ પહેરવું પડશે. જો આ દરમિયાન તમે કોઈ એવા વ્યક્તિને મળો છો જે કોવિડ પોઝિટિવ છે તો તમારે એકલા રહેવાની અને કોવિડ ટેસ્ટ કરવાની જરૂર છે. પણ પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા પછી તમારે પણ કોરોના લક્ષણ જોવા મળે તો તમારે પણ એકલા રહેવું અને કોવિડ ટેસ્ટ કરવાની જરૂર છે.સાર્વજનિક સ્થળ પર મળવું કેટલું સુરક્ષિત છે ? : સીડીસી અનુસાર વેક્સીન લીધેલા વ્યક્તિએ સાર્વજનિક સ્થાન જેવા કે રેસ્ટોરન્ટ, બાર, જીમમાં સક્રમિત થવાની સંભાવના ખુબ ઓછી છે. પણ તે છતાં પણ બધા લોકો ઈચ્છે તો તેના વેક્સીન લીધી હોય કે ન લીધી હોય, ભીડવાળી જગ્યાએ જવાથી બચવું જોઈએ અને જો જવું પડે તો માસ્ક પહેરીને જ જવું જોઈએ.
વેક્સીનેશન થયા પછી શું યાત્રા કરી શકાય છે ? : સીડીસી અનુસાર કોવિડ વેક્સીન લીધા પછી યાત્રા કરવી ખતરા સમાન જ છે. જ્યાં સુધી હોય ત્યાં સુધી યાત્રાઓ ટાળવાની કોશિશ કરવી જોઈએ. ખુબ જ જરૂરી હોય તો માસ્કની સાથે અન્ય સાવધાનીનું પણ ધ્યાન રાખવું. તમે પોતાના ક્ષેત્રમાં અને તેની આસપાસ નાની યાત્રાનું આયોજન કરી શકો છો. પણ વિદેશી યાત્રાઓ કરવાની સલાહ તમને બિલકુલ નથી આપવામાં આવતી.કંઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ ? : સીડીસી અનુસાર જે લોકોનું વેક્સીનેશન થઈ ગયું છે તે લોકોએ પણ સાર્વજનિક સ્થાનો પર માસ્કને પહેરીને જવાની જરૂરત છે. સાથે જ સોશિયલ અંતરનું પાલન કરવાની સલાહ પણ આપવામાં આવે છે. સીડીસી અનુસાર જે લોકો વેક્સીન લઈ ચૂક્યા છે તે લોકોને પણ મોટા સમારોહ અને સભાઓમાં જવાથી બચવું જોઈએ.
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી