આજકાલ કોરોનાના આ કપરા સમયમાં સામાન્ય તાવ, શરદી અને ઉધરસ જેવી સમસ્યા લોકોને છોડતી જ નથી. તેમાંથી રાહત મેળવવા માટે આપણે ઘણી દવાઓનું સેવન કરવું પડે છે જે આપણા સ્વાસ્થય માટે નુકશાનકારી થઈ શકે છે. જેમાં ભૂખ ન લાગવી, તાવ, શરીરનો દુઃખાવો, માથાનો દુઃખાવો જેવી સમસ્યાઓથી રાહત મેળવવા માટે તમે ડુંગળીના રસનો અથવા તો ડુંગળીનો ઉપયોગ કરી શકો છો. ડુંગળીમાં કેટલાક ગુણધર્મો હોય છે જે આપણને રોગોથી બચાવે છે. ચાલો ડુંગળીના ફાયદાઓ વિશે જાણીએ.
અમે તમને ડુંગળીના એવા કેટલાક ઉપાય વિશે જણાવશું જે તમને રાહત આપશે. એવું માનવામાં આવે છે કે, ડુંગળીનો ઉપયોગ કરવાથી તાવમાં રાહત મળે છે. ડુંગળીની મદદથી તમે આ તાવ જેવા રોગથી સહેલાઈથી બચી શકો છો અને જો તમને કફ જેવી સમસ્યા હોય તો તેમાંથી પણ મુક્તિ મેળવી શકો છો. ડુંગળીથી શરીરમાં ઉર્જાનું સ્તર વધે છે અને તેથી શરદી, તાવ, ઉધરસ જેવી સમસ્યા દૂર થઈ શકે છે.ડુંગળીનું પાણી કરવું એ ખુબ જ સહેલું છે. તમારે ડુંગળીનો રસ કાઢવા માટે એક ડુંગળી અને પીવાના પાણીની જરૂર પડશે. હવે તમે ડુંગળીને લઈને તેને નાના ટુકડામાં કાપી નાખો. પછી એક વાટકામાં તેને નાખો. આ પછી આ વાટકાની અંદર પાણીને ઉમેરો. આ વાટકાને તમે 8 કલાક સુધી આમ જ રહેવા દો. આ પછી દિવસમાં 3 ચમચી 3 વાર આ પાણીને પીવો.
ડુંગળીનો સ્વાદ થોડો તીખો અને તેજ હોય છે. આથી સામાન્ય રીતે પીવો એ ખુબ જ કઠિન થઈ જાય છે. અને આ કારણે સ્વાદ આવતો નથી. તમે ચાહો તો તેની અંદર તમે મધ પણ નાખી શકો છો. મધને ઉમેરવાથી તેનો સ્વાદ તો વધે જ છે પણ સાથે મધના ઉમેરવાના કારણે ઉધરસ પણ ગાયબ થઈ જશે. ખરેખર, જેને પણ સૂકી ઉધરસ આવતી હોય તેના માટે તો આ એક રામબાણ ઉપાય છે અને તેને પીવાથી ઉધરસ દૂર થઈ જાય છે.જો તમને તાવ અથવા તો કોઈ અન્ય બીમારી છે તો તમારે સૌ પ્રથમ તો તમારા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. કોઈ પણ વસ્તુનો સાચો ઉપયોગ કરતાં પહેલા અથવા તો તે સંબંધિત જાણકારી માટે તમારે ડોક્ટરને સાચી રીત વિશે જરૂરથી પૂછવું જ જોઈએ. ઘણી વાર એવું થાય છે કે તમને તાવ ન પણ હોય અને તમે તેને તાવ સમજીને તેનો ઉપચાર કરવા લાગો. તેવામાં આ ઉપચાર તમને નુકશાન પણ પહોંચાડી શકે છે. તમને જણાવી દઈએ કે બાળકોને આ ડુંગળીનું પાણી વધારે ન આપવું જોઈએ. તમે જો બાળકોને આપવા માંગતા હોય તો તેને દિવસમાં બે વાર જ આપવું. બાળકો સિવાય ગર્ભવતી મહિલાઓએ પણ આ પાણીને વધારે ન પીવું જોઈએ.
ડુંગળીના પાણીને ખુબ જ ગુણકારી માનવામાં આવ્યું છે, કારણ કે તેની અંદર એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી-ફ્લેમેટ્રી તત્વ હોય છે જે શરીરની રક્ષા ઠંડીથી કરે છે. આ સિવાય ડુંગળીમાં એન્ટીમાઇક્રોબાયલ તત્વ પણ હોય છે જે કફનો નાશ કરવામાં મદદ કરે છે.
ડુંગળી અથવા તો ડુંગળીનો રસ પીવાથી જો તમને કફ થયો હોય તો તે દૂર કરે છે. જે પણ લોકો ડુંગળીના રસને અઠવાડિયામાં ત્રણ વાર પીવે છે તેની ઇમ્યુનિટી સિસ્ટમમાં વધારો થાય છે અને તેથી તેને રોગો લાગવાની શક્યતા પણ ખુબ જ ઓછી રહે છે. ડુંગળીનો રસ પીવાથી ફેફસામાથી ટોક્સિન બહાર નીકળી જાય છે અને ફેફસાથી સંબંધિત રોગો પણ થતાં નથી. ડુંગળીની અંદર થાયોસલ્ફેત, સલ્ફઇડ અને સલ્ફોક્સાઈડ જેવા ગુણો પણ હોય છે અને આ તત્વો આપણને કેટલાક રોગોથી દૂર રાખે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી