કોરોનાકાળમાં RTO ગયા વગર ઘરે બેઠા જ ડ્રાઈવિંગ લાયસન્સ થઈ જશે રીન્યુ, જાણો તેની સરળ ટીપ્સ….

મિત્રો હાલની પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે, ઘરની બહાર નીકળવું હોય તો પણ હજાર વખત વિચાર કરવો પડે છે. તેવામાં આપણા જીવનમાં ઘણા એવા કામ હોય છે જેને કરવા જરૂરી હોય છે. આ સમયે દરેક લોકો ખુબ જ મૂંઝવણ અનુભવે છે. કોરોના મહામારીના કારણે ઘણા કામો અટકી ગયા છે. જ્યારે ઘણા કામો ઘરે બેઠા ઓનલાઇન થઈ ગયા છે. તેવામાં જો તમારી પાસે ટુ વ્હીલર કે 4 વ્હીલર છે અને તમે તમારું ડ્રાઈવિંગ લાયસન્સ રીન્યુ કરાવવા માંગો છો તો માત્ર અહીં આપેલ થોડા સરળ સ્ટેપ ફોલો કરીને તમે ઘરે બેઠા જ ડ્રાઈવિંગ લાયસન્સ રીન્યુ કરી શકો છો.

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે માર્ચ મહિનામાં એક જાહેરાત કરી છે, જેમાં લાયસન્સને લગતી 18 કોન્ટેક્ટલેસ (સંપર્ક રહિત) સેવાઓને આધાર પ્રમાણીકરણનો ઉપયોગ કરીને એક્સેસ કરી શકાય છે. તેમાં ડ્રાઈવિંગ લાયસન્સ પણ સામેલ કરવામાં આવ્યું છે. આ માટે તમારે RTO જવાની જરૂર નથી રહેતી. આ માટે તમારે ઘરે બેઠા ઓનલાઇન પેમેન્ટ કરવું પડશે. તો ચાલો જાણીએ ઘરે બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ રીન્યુ કરવા માટેની થોડા અને સરળ સ્ટેપ.જરૂરી દસ્તાવેજ : હાલનું તમારું ડ્રાઈવિંગ લાયસન્સ, ફોર્મ નંબર 1 એ (ટ્રાન્સપોર્ટ વ્હીકલ્સ માટે મેડીકલ સર્ટીફીકેટ), ફોર્મ નંબર 1, ફોર્મ નંબર 2, રિન્યુમાં થતો ખર્ચ.

ડ્રાઈવિંગ લાયસન્સ રીન્યુ કરવા માટે આ સ્ટેપને અનુસરો : ઓનલાઇન ડ્રાઈવિંગ લાયસન્સ રીન્યુ કરવા માટે તમારે પરિવહન વિભાગની વેબસાઇટ  https://parivahan.gov.in/ પર જવું પડશે. વેબસાઈટ પર ક્લિક કર્યા પછી તમારી સામે હોમ પેજ ખુલી જશે, ત્યાં તમારે ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી ડ્રાઈવિંગ લાયસન્સ રીલેટેડ સર્વિસ પર ક્લિક કરવાનું છે.ત્યાર પછી તમારી સામે એક નવું પેજ ખુલી જશે, ત્યાં તમારે પોતાનું રાજ્ય સિલેક્ટ કરવાનું છે અને જ્યાંથી તમે એલ્પાય કરવા માંગો છો, તે સ્પષ્ટ કરવું. રાજ્ય સિલેક્ટ કર્યા પછી તમારી સામે ફરી એક નવું પેજ ખુલી જશે, અને ત્યાં તમને ઘણા ઓપ્શન જોવા મળશે. આ ઓપ્શનમાંથી તમારે ડ્રાઈવિંગ લાયસન્સ રીન્યુનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે.

ડ્રાઈવિંગ લાયસન્સ રીન્યુ પર ક્લિક કર્યા પછી એક નવું પેજ ખુલી જશે. જેમાં તમને એ જાણવા મળશે કે, તમારે ક્યાં ક્યાં દસ્તાવેજ જમા કરાવવાના છે અને ત્યાર પછી સબમિટ પર ક્લિક કરો. હવે પછી તમારે ડ્રાઈવિંગ લાયસન્સથી જોડાયેલી જાણકારી ખાલી આપેલ બોક્સમાં ભરવાની છે.જાણકારી ભર્યા પછી તેમાં માંગવામાં આવેલ દસ્તાવેજને સ્કેન કરીને અપલોડ કરવા પડશે. ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી તમારે સ્કેન કરેલ ફોટો અને સહીને પણ અપલોડ કરવી પડશે. જો કે આ સ્ટેપ અમુક રાજ્યોમાં જ લાગુ થયેલ છે.

ત્યાર પછી નવું પેમેન્ટનું પેજ ખુલી જશે, જ્યાં તમારે ઓનલાઇન પેમેન્ટ જમા કરવા માટે કહેવામાં આવશે. ઓનલાઇન પેમેન્ટ કર્યા પછી એક રીસીપ્ટ જનરેટ થઈ જશે. જેને તમે ડાઉનલોડ કરીને પોતાના લેપટોપ અથવા ફોનમાં સેવ કરીને રાખી મુકો.

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment