મિત્રો આજે દરેક લોકો વિચારે છે કે, તેણે ક્યાં રોકાણ કરવાથી વધુ ફાયદો થશે. આથી તેઓ અકસર એવા વિકલ્પો શોધે છે જ્યાં રોકાણ કરવાથી તેને મોટું રિટર્ન મળી શકે છે. મોટાભાગે લોકો પોતાનું રોકાણ સોનામાં કરવું વધારે પસંદ કરતા હોય છે. તેમજ તેના અથવા ફિક્સ્ડ ડિપોઝીટ પણ સારો જ વિકલ્પ છે. પણ જો તમે ક્યાં રોકાણ કરવું જોઈએ, એવા પ્રશ્નથી પરેશાન છો તો અમે તમને એ માટે સાચી દિશા આપીશું.
આખી દુનિયામાં ભારત બીજો એવો દેશ છે કે, જ્યાં સોનાની કિંમત સૌથી વધુ થાય છે. ભારતમાં લોકો માટે સોનું એ એક કિંમતી ધાતુ જ નહિ પણ શુભ ધાતુ માનવામાં આવે છે. આ સિવાય રોકાણ માટે સોનું સૌથી સારા વિકલ્પમાંથી એક છે. ભારતમાં સોનામાં મહત્વનો હિસાબ માત્ર એ વાતથી લગાવી શકાય છે કે, લગ્ન માટે બજેટનો મોટો ભાગ સોનાના ઘરેણા અને સિક્કાઓ માટે ખર્ચ કરવામાં આવે છે. સોના સિવાય બીજો કોઈ એવો વિકલ્પ નથી જ્યાં લોકો રોકાણ કરવાનું પસંદ કરતા હોય. આ વિકલ્પ રિયલ એસ્ટેટ અને ફિક્સ્ડ ડિપોઝીટ છે. જો કે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માટે એક મોટી રકમની જરૂર પડે છે.
કોરોના કાળમાં જોઈએ તો ગયા વર્ષે સોનામાં 28% જેટલું રિટર્ન આપે છે. જ્યારે સેંસેક્સમાં 16% જ રિટર્ન અને ફિક્સ્ડ ડિપોઝીટ પર માત્ર 6% જ રિટર્ન મળ્યું છે. મહામારીના કારણે આખી દુનિયા ઈ અર્થવ્યવસ્થાઓ પર અસર જોવા મળી છે. આર્થિક અનિશ્ચિતતાના કારણે રોકાણકારોએ સૌથી સુરક્ષિત રોકાણનો વિકલ્પ પસંદ કર્યો છે. તેનાથી સોનાના ભાવ વધી ગયા. આ સિવાય આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાના ઉત્પાદનમાં પણ વધારો જોવા મળ્યો છે.
ફરી વધવા લાગી સોનાની માંગ : પણ 2020 દરમિયાન ભારતમાં સોનાની આયાત ઓછી થઈ છે. સરકાર થકી લગાવવામાં આવેલા લોકડાઉનના કારણે પીળી ધાતુની માંગ પર અસર પડી છે. પણ વેક્સીનની ઉપલબ્ધતા અને ગાઈડલાઈનની ઢીલથી એક વખત ફરી માંગમાં વધારો કર્યો છે. આ સિવાય આજના સમયમાં પેટીએમ, ફોન-પે, સહિત ઘણા અન્ય રીતે ગોલ્ડમાં રોકાણ કરવું ખુબ સહેલું છે.
આગળ પણ વધશે પીળી ધાતુની ચમક : છેલ્લા 10 વર્ષમાં જોવામાં આવે તો સોનામાં લગભગ 100% રિટર્ન મળે છે. જ્યારે દેશના પ્રમુખ બેંકોમાં એફડી પર મળતું વ્યાજનો દર લગભગ 5 થી 6% જ રહ્યો છે. ઘણી નાની બેંક એફડી પર 7% સુધીનું વ્યાજ આપે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, લીક્કીડીટી અને મોંઘવારીના કારણે એફડીની તુલનામાં સોના પર વધુ રિટર્ન મળે છે.
સોવરેન ગોલ્ડ ફંડ સારો રોકાણ વિકલ્પ છે : લાંબા સમય સુધી રોકાણ કરવા માટે ગોલ્ડને પણ પસંદ કરવામાં આવે છે. સોનાની મોંઘવારીને પણ માત દેવામાં મદદ કરે છે. સોવરેન ગોલ્ડ ફંડમાં રોકાણ કરવું વધુ ફાયદાકારક છે. તેના પર ગોલ્ડના ભાવ સિવાય વર્ષે 2.5% ફિક્સ્ડ રિટર્ન પણ મળે છે.
અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી..