સોનાની કિંમતમાં થયો મોટો ઘટાડો, જાણો અત્યારે ખરીદી કરી રોકાણ કરવું જોઈએ કે નહિ…

કોરોના સંકટની વચ્ચે 2020 માં સોનાના રોકાણકારોને સૌથી શાનદાર નફો આપ્યો છે. સોનાના ભાવ 7 ઓગસ્ટ, 2020 ના એમસીએક્સ(MCX) પર 55,922 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ના ઉચ્ચસ્તર પર બંધ થયા હતા. ત્યારથી આ કિંમતી પીળી ધાતુના દામોમાં 16% ની મોટી ગિરાવટ થઈ ચુકી છે. તેવામાં મોટાભાગના રોકાણકારો એ ઉલજનમાં છે કે, તેણે પોતાની પાસે રહેલ સોનાને વેંચી દેવું જોઈએ કે પછી રોકી રાખવું જોઈએ. હાલના સમયને જોઈને એવું લાગી રહ્યું છે કે, સોનાની કિંમતોમાં હજુ ઘટાડો થશે. કેમ કે દુનિયાભરમાં કોરોના વાયરસ વેક્સીનને લઈને સારી ખબર આવી રહી છે. તેવામાં લોકો રોકાણ કરવાના વિકલ્પો પર ધ્યાન આપી રહ્યા છે.

અમેરિકી ડોલર અને ગોલ્ડ કરે છે એકબીજાના ઉલટ વ્યવહાર : રોકાણકારોનો એક મોટો તબક્કો એવો પંચે કે, જે એ જાણવા માંગે છે કે, શું હાલની કિંમતોને ધ્યાનમાં રાખીને ગોલ્ડમાં રોકાણ કરવું સુરક્ષિત રહેશે.  શું તેને આ મોકાનો ફાયદો ઉઠાવીને મોટો નફો મળી શકે છે. તેના પર ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના રાષ્ટ્રીય સચિવ સુરેન્દ્ર મહેતાનું કહેવું છે કે, હાલના દિવસોમાં સોનાના ભાવમાં થયેલ સુધારાના ઘણા કારણો છે.

તેમાં સૌથી મોટું કારણ ડોલરનું બીજી સૌથી મોટી કરન્સીના મુકાબલે મજબુત થાય છે.  તેના મુતાબિક અમેરિકી ડોલર અને સોનું એકબીજાના ઉલટ વ્યવહાર કરે છે. જો ડોલરની માંગમાં વધારો થશે તો સોનાના ભાવ દબાવમાં આવી જશે. તેમજ અમેરિકી બોન્ડ્સ યીલ્ડમાં થયેલ વૃદ્ધીના કારણે પણ ગોલ્ડના ભાવમાં સુધારો થયો છે.

હાલની કિંમતો પર સોનાથી મોટો નફો કમાઈ શકે છે રોકાણકારો : મહેતા કહે છે કે, ડોલરની મજબુતી સિવાય હવે લોકો મોટા નફા માટે વધુ જોખમ વાળા વિકલ્પો પર ધ્યાન આપે છે. તેમાં ઈક્વીટી અને ક્રિપ્ટોકરન્સી જેવા વિકલ્પ પણ શામિલ છે. જો કે મને લાગે છે કે, ગોલ્ડની કિંમતોમાં ઘટાડો અસ્થાઈ અને ઓછા સમય માટે છે. તેથી રોકાણકાર હાલની કિમતો પર સોનામાં રોક કરીને લાંબા સમયે મોટો નફો કમાઈ શકે છે.

તેના ઉલટ ઈક્વીટીમાં આવેલ તેજીની લાંબી અવધી સુધી  ટકી રહેવાની સંભાવના ઓછી નજર આવી રહી છે. માટે જલ્દી નફો કમાઈને બહાર નીકળવું એ વિકલ્પ સારો સાબિત થઈ શકે છે. જો શેર બજારોમાં ગિરાવટ થાય તો લોકો ફરી ગોલ્ડ તરફ વળશે અને તેની કિંમતોમાં ઝડપથી વધારો થશે. તેના અનુસાર સોનું 3 થી 4 મહિનાની અંદર 1960 ડોલર પ્રતિ ઓંસનું ઉચ્ચસ્તર આંબી શકે છે. જે હવેથી લગભગ 150 ડોલર ઉપર હશે.

અમેરિકી બેંચમાર્ક બોન્ડ યીલ્ડના વધારાથી ઘટ્યા સોનાના ભાવ : ક્વાંટમ મ્યુચ્યુઅલ ફંડના સીનીયર ફંડ મેનેજર ચિરાગ મહેતાનું કહેવું છે કે, ગોલ્ડની કિંમતોમાં ગિરાવટ આવી તેનું સૌથી મોટું કારણ છે અમેરિકી બેંચમાર્ક બોન્ડ યીલ્ડમાં થયેલ વધારો. બેંચમાર્ક બોન્ડ યીલ્ડે બજારને ચોંકાવી દીધું છે.

છેલ્લા વર્ષે ઓગસ્ટમાં જ્યાં તે 0.6% ના નીચલા સ્તર પર હતું. તે હવે બે ગણાથી વધુ  1.37% પર પહોંચી ગયું છે. તેનાથી સોનાના ભાવમાં અમુક ગિરાવટ થઈ છે. જો કે, મને નથી લાગતું કે આ સ્થિતિ વધુ સમય સુધી બની રહેશે. જો યીલ્ડમાં હજુ વધારો થાય તો અમુક સમયમાં જ કેન્દ્રીય બેંકને હસ્તક્ષેપ કરવું પડશે. તેનાથી ફરીથી સોનાને સમર્થન મળશે. વિશેષજ્ઞોનું માનવું છે કે, ગોલ્ડની કિંમતોમાં 2021 માં વધારો થવો નક્કી છે. સાથે જ 7-10% સોનું તમારા રોકાણ પોર્ટફોલિયોમાં વિવિધતા લાવે છે.

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી..

Leave a Comment