મિત્રો આપણે મોટેભાગે એવી વસ્તુઓનું સેવન એકસાથે કરતા હોઈએ છીએ જેની અસર આપણા સ્વાસ્થ્ય પણ ખરાબ પડે છે. જો કે આ એટલા માટે બને છે કારણ કે આપણે સાચી માહિતી ખબર નથી હોતી. જો તમે દૂધ પીતા તો એ તમારા સ્વાસ્થ્ય માટે સારું છે. પણ જો આ દુધની સાથે અમુક વસ્તુનું સેવન કરવામાં આવે તો તમારું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. આથી તમારે એ જાણી લેવું જરૂરી બની જાય છે કે તમારે દુધની સાથે કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ. ચાલો તો આ વિશે વધુ વિગતે જાણી લઈએ.
1 જૂનના રોજ આખી દુનિયામાં વર્લ્ડ મિલ્ક ડે ઉજવવામાં આવે છે. દૂધમાં દરેક પ્રકારના પોષકતત્વો જોવા મળે છે અને તે સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. દૂધના ફાયદાઓ પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે જ વર્લ્ડ મિલ્ક ડે ઉજવવામાં આવે છે. દૂધને લોકો પોતપોતાની રીતે પીવાનું પસંદ કરતાં હોય છે. કોઈને સાદું દૂધ પીવાનું પસંદ હોય છે તો અમુક લોકો કોઈ ફ્લેવર નાખીને દૂધ પીવાનું પસંદ કરતાં હોય છે.
એક્સપર્ટનું કહેવું છે કે, ખાવાની અમુક વસ્તુઓ સાથે દૂધ પીવાથી બચવું જોઈએ કારણ કે તે, સ્વાસ્થ્ય માટે જોખમ ભર્યું સાબિત થઈ શકે છે. આવો જાણીએ તેના વિશે.
માછલી સાથે દૂધ:- જોત મેં માછલી નું સેવન કર્યું છે તેની સાથે દૂધ પીવું અયોગ્ય છે. દૂધમાં ઠંડક હોય છે જ્યારે માછલી ખાવાથી શરીરનું તાપમાન વધી જાય છે. આ કોંબીનેશન શરીરમાં અસંતુલન ઉત્પન્ન કરી શકે છે અને તેના કારણે બોડીમાં કેમિકલ ફેરફાર પણ જોવા મળે છે. માછલી-મીટ સાથે દૂધ પીવાથી પાચન સંબંધી સમસ્યાઓ થવા લાગે છે અને પેટમાં ભાર રહે છે.
કેળા અને દૂધ:- જો તમે કેળાની સાથે દૂધ પીવો છો તો તે પાના તમારા સ્વાસ્થ્યને નુકશાન કરે છે. ઘણા લોકો દૂધ અને કેળાના કોંબીનેશનને હેલ્થી ગણે છે પરંતુ હેલ્થ એક્સપર્ટ આ વાતથી સહેમત થતાં નથી. તેમના મત મુજબ, કેળાં અને દૂધ સાથે લેવું ખૂબ ભારે થઈ જાય છે અને તેને પચાવવામાં લાંબો સમય લાગી જાય છે. આ બંનેને સાથે લેવાથી થાક પણ અનુભવાય છે. માટે દૂધ અને કેળાને અલગ અલગ જ લેવા જોઈએ. ફળો સાથે દૂધ:- અમુક ફળ સાથે દૂધ પીવું નુકસાનકારક સાબિત થઇ શકે છે. ઘણા બધા ફળો સાથે દૂધ પીવું પણ સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે. દૂધ પેટ સાફ કરવાનું કાર્ય કરે છે જ્યારે ફળોમાં નેચરલ મીઠું અને પાણી હોય છે જે યુરીન દ્વારા કિડની સાફ કરવાનું કાર્ય કરે છે. તેને સાથે લેવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે અને શરીરમાં ટોક્સિન વધી શકે છે. તે કારણે ઝાડા-ઉલ્ટીની સમસ્યા પણ થઈ શકે છે. માટે તેને અલગ-અલગ જ ખાવું.
મુળા અને દૂધ:- આયુર્વેદ મુજબ મૂળો ખાધા પછી તરત જ દૂધ પીવું જોઈએ નહીં કારણ કે મૂળો ગરમ હોય છે અને દૂધ સાથે લેવાથી પેટમાં બળતરા થઈ શકે છે. દૂધ અને મૂળાનું સેવન અલગ અલગ કરવું જોઈએ કારણ કે, એકસાથે તે પાચન પ્રક્રિયામાં અટકાવ કરી શકે છે. એક્સપર્ટ મુજબ મૂળો અને તેનાથી બનેલી વસ્તુઓ ખાધ પછી ઓછામાં ઓછા 2 કલાક પછી દૂધ પીવું જોઈએ. દૂધ સાથે ખાટી વસ્તુઓ:- એક્સપર્ટનું કહેવું છે કે, દૂધમાં ખાટી કે એસિડિક વસ્તુઓ મિક્સ કરવી જોઈએ નહીં. વિટામિન સી વાળા ફ્રૂટ્સ પણ દૂધ સાથે ખાવાથી બચવું જોઈએ. દૂધને પચવામાં સમય લાગે છે. દૂધ સાથે લીંબુ કે કોઈ ખાટુ ફળ ખાવાથી તે પેટમાં જઈને ઘટ્ટ થવા લાગે છે. તેનાથી કંજેક્શન, શરદી, ઉધરસ અને એલર્જી પણ થઈ શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી