મિત્રો આપણે સૌ સ્કીન અને વાળની વિશેષ કાળજી લેતા હોઈએ છીએ. કહેવાય છે કે સ્કીન માટે સી સોલ્ટ (એટકે કે દરિયાઈ મીઠું) ખુબ જ સારું છે. પરંતુ તમને જણાવી દઈએ કે, વાળ માટે પણ તેનો ઉપયોગ સારો છે. વાળને ખરતા રોકવા માટે, ખોડો દુર કરવા માટે તેમજ વાળની મજબૂતી માટે સી સોલ્ટ ખુબ જ સારું છે. તેનો ઉપયોગ તમે વાળ અને સ્કીનની સંભાળ રાખવા માટે કરી શકો છો.
વાળની સારસંભાળ માટે લોકો મોંઘા હેર પ્રોડક્ટસથી લઈને ઘરેલું ઉપાય સુધી અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરે છે. તે છતાં પણ ગરમીમાં વાળને હેલ્થી રાખવા મોટાભાગના લોકો માટે ખરી ચૂનોતી જેવું સાબિત થતું હોય છે. તેવામાં સી સોલ્ટ વાળનો બેસ્ટ ઈલાજ સાબિત થઈ શકે છે. જી હા મિત્રો, સ્કીન કેરમાં ફાયદાકારક સાબિત થયેલ સી સોલ્ટનો ઉપયોગ ગરમીમાં પણ હેલ્થી વાળનો રાજ બની શકે છે. સી સોલ્ટ સ્કીનની સાથે સાથે ઘણા હેર પ્રોબ્લેમ્સ પર પણ ખુબ જ અસરદાર સાબિત થઈ શકે છે. જાણો હેર કેરમાં સી સોલ્ટનો ઉપયોગ અને તેના અમુક અનોખા ફાયદાઓ વિશે.
ઓઈલી વાળ માટે : જો તમારા વાળ ઓઈલી છે તો તેના માટે સી સોલ્ટ ખુબ જ અસરકારક છે. સી સોલ્ટને પાણીમાં મિક્સ કરીને હેર વોશ કરવાથી કે પછી શેમ્પુમાં સી સોલ્ટ મિક્સ કરીને લગાડવાથી તમે ઓઈલી વાળથી છુટકારો મેળવી શકો છો. વાસ્તવમાં, સી સોલ્ટ સ્કેલ્પના ડેડ સેલ્સને રીમુવ કરીને ઓઈલ ગ્લેંડનું સિબમ ઉત્પાદન ઘટાડવામાં સહાયક હોય છે, જેનાથી વાળનું એકસ્ટ્રા ઓઈલ ઘટવા લાગે છે.
હેર ફોલ : જો તમારા વાળ ખુબ જ ખરે છે તો તેના માટે સી સોલ્ટ ખુબ જ ફાયદાકારક છે. સી સોલ્ટથી સ્કેલ્પની મસાજ કરીને તમે હેર ફોલથી પણ છુટકારો મેળવી શકો છો. જણાવી દઈએ કે, સ્કેલ્પ પર સી સોલ્ટ રગડવાથી સ્કેલ્પ પર જામેલી ગંદકી દૂર થાય છે અને સ્કેલ્પના પોર્સ પણ સરળતાથી ખૂલી જાય છે. તેનાથી તમારા વાળ મજબૂત થાય છે અને હેર ફોલ પણ ધીરે ધીરે અટકે છે.
બ્લડ સર્ક્યુલેશન : સી સોલ્ટમાં રહેલ મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝીંક, સલ્ફર, બ્રોમાઈડ અને ક્લોરાઈઝ જેવા મિનરલ્સ સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશન સારું કરવામાં મદદરૂપ સાબિત થાય છે. તે માટે તમે પાણીમાં સી સોલ્ટ ઓગાળીને કે પછી શેમ્પૂમાં સી સોલ્ટ મિક્સ કરીને વાળ ધોઈ શકો છો.
ડેંડ્રફ : નિયમિત રૂપથી વાળમાં સી સોલ્ટ એપ્લાય કરવાથી વાળની ડ્રાઈનેસ ઘટવા લાગે છે. સાથે જ એન્ટિ-બેક્ટેરિયલ તત્વોથી યુક્ત સી સોલ્ટ વાળમાં નમી બરકરાર રાખીને ડેંડ્રફથી છુટકારો અપાવવામાં પણ સહાયક સાબીત થાય છે.
વાળ માટે બેસ્ટ એક્સ્ફોલીએટર : કેમિકલ બેસ્ડ હેર પ્રોડક્ટ જ્યાં વાલને ડેમેજ કરે છે, ત્યાં પોષકતત્વોથી ભરપૂર સી સોલ્ટ વાળ માટે નેચરલ એક્સફોલીએટરનું કાર્ય કરે છે. હેર વોશ કરતાં સમયે શેમ્પૂમાં સી સોલ્ટ મિક્સ કરીને લગાડવાથી વાળ લાંબા, ઘટ્ટ, સ્ટ્રોંગ અને હેલ્થી બને છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી