મિત્રો તમે ઘણી વખત વડીલોના મુખે એવું સાંભળ્યું હશે કે, પેસોટી ખસી ગઈ છે. એટલે ઉલટી કે ઉબકા અથવા તો પેટમાં સખ્ત દુખાવો, ગેસ, જેવું લાગ્યા કરે છે. આથી તેનો દેશી ઈલાજ કરવો ખુબ જ જરૂરી બની જાય છે. આજે અમે તમને પેસોટી ખસી જવાથી કંઈ રીતે તમે રાહત મેળવી શકો છો તેના વિશે વાત કરીશું.
નાભી એ માનવ શરીરનું મુખ્ય સ્થાન છે. તે શરીરને અનેક રીતે સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. તેમજ આયુર્વેદ અનુસાર જો નાભી તેના સ્થાનથી ખસી જાય તો તેનાથી થતા રોગ તમને પરેશાન કરી શકે છે. આથી જ શ્રીને સ્વસ્થ રાખવા માટે નાભી એટલે કે પેસોટીનું પોતાના સ્થાને રહેવું ખુબ જ જરૂરી છે.
ઘણા કારણોથી આપણા શરીરની નસો નબળી થવા લાગે છે જેની સીધી અસર નાભી પર પડે છે. અને નાભી ખુબ જ જલ્દી અવ્યવસ્થિત થઈ જાય છે. પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે થોડા યોગ કરીને તમે પેસોટીને પોતાના સ્થાને લાવી શકો છો.
આ વિશે એક્સપર્ટ કહેવું છે કે, સૌથી પહેલા તો પેસોટી ખસવાને કોઈ બીમારી રૂપે ન જોવી જોઈએ. આ સમસ્યા સ્વસ્થ માનવને પણ થઈ શકે છે. જો કે મોટાભાગના લોકોને આ સમસ્યા થાય છે પણ તેની ખબર નથી પડતી. તેના કારણે પેટમાં દુખાવો થાય છે, આથી ખ્યાલ નથી આવતો કે આ દુખાવો ક્યાં કારણે થાય છે.
આ વિશે એક્સપર્ટ કહે છે કે, જો તમને દવા લીધા પછી પણ દુખાવો ઓછો ન થાય તો ડોક્ટરને વાત કરો અને સાથે થોડા યોગ પણ જરૂર કરવા જોઈએ. આ આસન દ્વારા તમે ઘણા અંશે આ સમસ્યાથી રાહત મેળવી શકો છો. ચાલો તો આ યોગાસન વિશે વિસ્તારથી વાત કરીએ.
ઉત્તાનપાદાસન : આ આસન કરવા માટે બંને પગને એકસાથે ભેગા કરો, ધીમે ધીમે ઉપર ઉઠાવવાની કોશિશ કરો, પગને 30 ડીગ્રી સુધી ઉપર કરો અને વધુ ઊંચા કરવાના નથી, પછી શ્વાસ છોડતા તમે પગ નીચે કરો, આવું 3 વખત કરો, ત્યાર પછી પગને 60 ડીગ્રી સુધી ઉપર કરવાના છે, આ પ્રક્રિયા પણ 3 વખત કરો. પેસોટીની સમસ્યા દુર થઈ જશે.
અર્ધ હલાસન : આ આસનમાં પગને સંપૂર્ણ રીતે ઉપર લઈ જાવ, પગનો પંજો આંખની સામે હોવા જોઈએ, પંજાને પહેલા ઉપર અને પછી નીચે તરફ વાળો, આ આસનમાં તમને પગની પીંડીઓમાં થોડો દુખાવો થઈ શકે છે, 3 થી 5 વખત આ પ્રક્રિયા કર્યા પછી પગને નીચે કરી લો.
અર્ધ પવનમુક્તાસન : આ આસન કરવા માટે પગને ધીમે ધીમે વાળીને છાતી તરફ લઈ જાવ, બંને હાથથી તેને પકડો, પછી ડાબા પગે પણ આ પ્રક્રિયા કરો, આ પ્રક્રિયા તમારે ઓછામાં ઓછી 3 થી 5 વખત કરવાની છે.
મર્કટ આસન : આ આસન કરવા માટે પહેલા ઉંધા સુઈ જાવ, પોતાના ઢીંચણને વાળો, હવે બંને પગને એક સાથે ડાબી બાજુ લઈ જાવ, આ સ્થિતિમાં માથાને પૂરી રીતે જમણી બાજુ લઈ જાવ, આ પ્રક્રિયા બીજી બાજુ પણ કરો.
સેતુબંધાસન : આ આસન કરવા માટે પગને વાળી લો, તમારા હાથ વડે પગની પાનીને પકડી લો, હવે ધીમે ધીમે આખા શરીરને ઉપર તરફ લઈ જાવ, જેટલો સમય તમે આ સ્થિતિમાં રહી શકો એટલો સમય રહેવાની કોશિશ કરો.
આમ જો તમે પેસોટી ખસવાની સમસ્યાથી પરેશાન છો તો તમે આ યોગાસન દ્વારા તેમાં રાહત મેળવી શકો છો. આ યોગાસન તમને કોઈ નુકશાન નહિ કરે. તેમજ તમારું શરીર ફીટ રાખવામાં પણ મદદ કરે છે. આમ તમે યોગાસન દ્વારા પણ પેસોટી ખસવાની આ સમસ્યાથી આરામ મેળવી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી