દૂધ સાથે રસોડાની આ બે ઔષધીનું સેવન શરીરને રાખશે આજીવન બીમારીઓ મુક્ત, ક્યારેય નહિ થાય પેટ, પાચન અને અનિંદ્રાની સમસ્યાઓ…

હળદર અને અશ્વગંધાનું મિશ્રણ ઘણી બઘી રીતે લાભકારક છે. આ બંનેને ઘણા બધા રૂપે ઉપયોગમાં લેવામાં આવે છે હળદર દરેક ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ મળે છે તે સિવાય હળદરમાં પ્રોટીન ફાઇબર અને વિટામિન સી વિટામિન કે પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો જોવા મળે છે.

ત્યાં જ અશ્વગંધામાં પ્રોટીન કેરોટીન, આયર્ન, કેલ્શિયમ, એન્ટી-ઓક્સીડેંટ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી સ્ટ્રેસ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. હળદર અને અશ્વગંધાનું મિશ્રણ સંપૂર્ણ શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે, તેનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ સારી રહે છે. અને તેની સાથે જ ઊંઘ પણ ખુબ સારી આવે છે. તથા તણાવ ભરેલી સ્થિતિમાં પણ તેનો ઉપયોગ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેના ફાયદા અને ઉપયોગથી જોડાયેલ બાબત વિસ્તારમાં આયુર્વેદાચાર્ય જણાવી રહ્યા છે. તો ચાલો જાણીએ હળદર અને અશ્વગંધાના અદ્દભુત ફાયદા.

1 ) રોગપ્રતિકારક શક્તિ વધારે : હળદર અને અશ્વગંધા બંનેનું મિશ્રણના સેવનથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. બંનેમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. જેનાથી તેનું સેવન કરવાથી ઘણી બધી વાયરલ બીમારીઓથી દૂર રહી શકાય છે. અશ્વગંધામાં આયર્ન જોવા મળે છે, તેના સેવનથી શરીરમાં લોહીની ઉણપ થતી નથી.

2 ) સારી ઊંઘ માટે : તેનું સેવન કરવાથી ઊંઘ સારી આવે છે અશ્વગંધાના ઉપયોગથી તારી ઊંઘ આવવાની સાથે-સાથે તણાવ પણ ઓછો થાય છે, તથા હળદરમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો જોવા મળે છે. જે શરીરના દુખાવાને ઓછું કરવામાં ખુબ જ કારગર સાબિત થાય છે. તેથી જ તેનું સેવન કરવાથી હોર્મોનલ ફંકશન પણ યોગ્ય રહે છે, અને તમને ખુબ જ સારી ઊંઘ આવે છે.

3 ) ઘાવ ભરવામાં ઉપયોગી : હળદર અને અશ્વગંધાના સેવનથી કોઈ પણ પ્રકારના ઘાને ખુબ જ જલ્દી ભરવામાં મદદ મળે છે. બંનેમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી માઇક્રોબીઅલ ગુણ જોવા મળે છે જે ઘાના કિટાણું અને ઈન્ફેક્શન સામે લડીને તેને જલ્દી ઠીક કરવામાં મદદ કરે છે. તેની સાથે જ હળદરને તમે સરસવના તેલમાં ઉમેરીને ઘાના બહારની તરફ લગાવી શકો છો.

4 ) તણાવ ઓછો કરવા : અશ્વગંધામાં એન્ટી સ્ટ્રેસ ગુણ હોય છે તેમાં સિટોઇન્ડોસાઈડ્સ અનર એસાઇલસ્ટરીગ્લુકોસાઇડ્સ નામના બે કમ્પાઉન્ડ જોવા મળે છે. જે તણાવને ઓછું કરવાની સાથે સાથે સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખે છે. અશ્વગંધા અને હળદરને આ મિશ્રણનું સેવન કરવાથી તણાવ ઓછું કરવામાં ખુબ જ મદદ મળે છે.

5 ) એન્ટી એજિંગ ગુણો : હળદર અને અશ્વગંધા એન્ટીએજિંગ ગુણોથી ભરપૂર હોય છે, આ બંનેનો પ્રયોગ કરવાથી ઘણી બધી ત્વચા સંબંધિત સમસ્યાઓને ઠીક કરી શકાય છે. તેની સાથે જ હળદર અને અશ્વગંધામાં એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે એન્ટીઓક્સિડન્ટ ફ્રી રેડીકલ સામે લડીને ચહેરા પરની કરચલીને આવવા દેતા નથી, જેના કારણે તમારી ત્વચા લાંબા સમય સુધી ચમકતી દેખાય છે.

6 ) પાચનમાં સહાયક : અશ્વગંધા અને હળદરના ઉપયોગથી પેટ સંબંધિત સમસ્યા દૂર થઈ જાય છે. તેની સાથે જ પાચનતંત્રને મજબૂત બનાવવાનું કામ પણ કરે છે. તેનું સેવન કરવાથી કબજિયાત અને ગેસની તકલીફમાં આરામ મળે છે.

હળદર અને અશ્વગંધાના ઉપયોગો : 1 ) હળદર અને અશ્વગંધાને દૂધમાં મેળવીને પીવાથી તમને રાત્રે સારી ઊંઘ આવે છે, અને તેની સાથે સાથે જ શરીરનો થાક તથા તણાવ દૂર કરવામાં પણ મદદ મળે છે તેમાં તમે જાયફળને પણ ઉમેરી શકો છો.
2 ) અશ્વગંધા અને હળદરનું સેવન તમે મધની સાથે પણ કરી શકો છો તેનાથી તમને ખાંસી અને તાવમાં આરામ મળે છે.

3 ) હળદર અને અશ્વગંધા અને પાણીની સાથે લેવાથી તમારું પાચનતંત્ર યોગ્ય રહે છે તથા પેટની સમસ્યાઓમાં પણ આરામ મળે છે.
4 ) હળદર, અશ્વગંધા, તુલસી અને આદુનો એક સાથે ઉમેરીને તેનો ઉકાળો બનાવી અને તેનું સેવન સવારે કરવાથી શિયાળામાં ગળાની ખરાશ અને કફ જેવી તકલીફમાં આરામ મળે છે.
5 ) તે સિવાય શિયાળામાં તમે હળદર, અશ્વગંધા, તુલસી અને ગળોનું જ્યુસ પણ બનાવી શકો છો તેનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment