જો તમે મેથીના પરોઠા બનાવવા માંગો છો તો આ રીતે બનાવો એકદમ અલગ જ રીતે કાચી મેથીના સ્વાદિષ્ટ પરોઠા…
મિત્રો તમે મેથીના પરોઠા તો ખાધા જ હશે. પરંતુ આજે અમે જે રીત બતાવશું તે રીતે બનાવેલા પરોઠા ક્યારેય નહિ ખાધા હોય. એટલું જ નહિ મિત્રો આ પરોઠા સ્વાદમાં પણ એટલા જ લાજવાબ હશે. તો ચાલો જાણીએ કાચી મેથીના સ્વાદિષ્ટ પરોઠા બનાવવાની રીત અને તેના માટે જોઈતી સામગ્રીઓ વિશે.
કાચી મેથીના સ્વાદિષ્ટ પરોઠા બનાવવા માટે જોઈતી સામગ્રીઓ:
👩🍳 ઘઉંનો લોટ 500 ગ્રામ જેટલો, 🥄 કાચી મેથીના પાંદડા ચાર થી પાંચ કપ, 🥄 એક નાની ચમચી લાલ મરચું પાવડર, (તમારા સ્વાદ અનુસાર વધારે કે ઓછા પ્રમાણમાં લાલ મરચું પાવડર લઇ શકો છો.)
🥄 એક નાની ચમચી ધાણા જીરૂ પાવડર, 🥄 અડધી ચમચી આખું જીરૂ, 🥄 એક ચમચી લીલા મરચાની પેસ્ટ, 🥄 બે ચમચી ચણાનો લોટ,
👩🍳 કાચી મેથીના સ્વાદિષ્ટ પરોઠા બનાવવાની રીત :-
સૌપ્રથમ મેથીને સ્વચ્છ પાણીમાં ધોઈને કોટનના કપડાની મદદથી સુકવી લો. તેમાં બિલકુલ પણ પાણી ન રહેવું જોઈએ.
ત્યાર બાદ જે રીતે રોટલીનો લોટ બાંધીએ તે રીતે માત્ર લોટ બાંધી લો. સ્વાદ અનુસાર મીઠું લોટમાં ઉમેરી પરોઠા જેવો લોટ બાંધી લો. લોટને વધારે કઠણ પણ નહિ અને વધારે ઢીલો પણ નહિ તેવો બાંધવાનો રહેશે.
હવે લોટને થોડી વાર સેટ થવા મૂકી દો.
જ્યાં સુધી લોટ સેટ થાય ત્યાં સુધી મેથીને જીણી સમારી લો. ત્યાર બાદ તેમાં લાલ મરચું પાવડર, ધાણાજીરૂ પાવડર, જીરૂ, લીલા મરચાની પેસ્ટ ઉમેરી દો અને બધું બરાબર રીતે મિક્સ કરી લો.
હવે બે ચમચી ચણાનો લોટ લઈને તેને થોડો શેકી લો.
ચણાનો લોટ શેકાયા બાદ તેને મેથીમાં ઉમેરી દો અને ઉપરથી સ્વાદ અનુસાર મીઠું પણ ઉમેરી દો અને બધું બરાબર મિક્સ કરી દો. (ચણાનો લોટ ઉમેરવાથી મેથીના પરોઠા ખુબ જ વધારે સ્વાદિષ્ટ બની જશે.)
ત્યાર પછી તમારે જે પરોઠાનો લોટ બાંધ્યો છે તે લઇ લો. • તેમાંથી એક લુઈ લો અને તેની રોટલી વણી લો.
હવે તેમાં વચ્ચે બે થી ત્રણ ચમચી મેથી નાખી દો. • ત્યાર બાદ રોટલીને બધી બાજુથી ભેગી કરીને એક લુઈ જેવું બનાવી લો.
ત્યાર બાદ તેના પર થોડો કોરો લોટ લગાવી ફરી તેમાંથી પરોઠું વણવાનું છે. પરંતુ હવે પરોઠું વણવામાં તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે તમારે પરોઠું થોડું ધીમે ધીમે વણવાનું છે.
પરોઠું વણાય ગયા બાદ તેને તેલમાં શેકવાનું છે. તેના માટે ગેસ પર પેન ગરમ કરવા મુકો.
પેન ગરમ થઇ જાય ત્યાર બાદ વણેલું પરોઠું તેમાં મૂકી દો. હવે નીચેની બાજુ થોડું શેકાય જાય ત્યાર બાદ તેને પલટાવી નાખો અને જ્યારે તે બાજુ પણ થોડું પરોઠું શેકાય જાય ત્યારે ફરી પાછુ પલટાવી દો.
હવે તમારે ઉપરની બાજુ તેલ લગાવીને તેને પલટાવી નાખો અને બીજી બાજુ તેલ લગાવી દો અને તેને સેંકી લો. હવે તૈયાર છે તમારું પરોઠું તેને પ્લેટમાં કાઢી લો. આ જ રીતે બધા પરોઠા વણીને તેને શેકી લો.
તો આ રીતે મિત્રો તમે કાચી મેથીનો અલગ રીતથી ઉપયોગ કરીને ખુબ જ સ્વાદિષ્ટ મેથીના પરોઠા બનાવી શકો છો. એક વાર આ રીતે જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવો અમારી સાથે કોમેન્ટ દ્વારા શેર કરજો.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
7
8