મલાઇકા અરોડાએ બતાવ્યા ફિટ એન્ડ સ્લિમ ફિગર માટેના 3 યોગાસનો | જાણો આસન કરવાની રીત..

મલાઇકાની ફિટનેસ વિશે તો દરેક લોકો જાણે જ છે. જો તમારે પણ મલાઇકા અરોડા જેવી પરફેક્ટ બોડી જોઈએ છે તો તમારે ફક્ત થોડા આસનોને તમારા ડેઈલી રૂટિનમાં શામેલ કરવા પડશે. મલાઇકા પોતાની બોડીને સ્વસ્થ રાખવા માટે યોગ, આસન, ડાન્સ જેવી પ્રવૃતિઓ કરે છે. 47 વર્ષની ઉંમરે પણ મલાઇકાનો ચહેરો અને બોડી ગ્લો કરે છે. મલાઇકા જે આસનો કરે છે તેનો વિડીયો શેર કર્યો છે તેમાં બધા જ આસનનો પોઝ બરાબર છે. ચાલો તો જાણીએ તેના વિશે.

મલાઇકા અરોડાની ફિટનેસ જોઈને દરેક આશ્ચર્ય ચકિત થઈ જાય છે. 47 વર્ષની ઉંમરે પણ મલાઇકાની ચહેરા અને ટોન બોડી પર ગ્લો ઘણા લોકોને આકર્ષિત કરે છે. હવે, જો તમારે પણ મલાઇકાની જેવી ટોન બોડી જોઈએ છે તો વધારે કંઈ નહિ, પરંતુ તમારે તમારી ડેઈલી રૂટિનમાં યોગ અને મહત્વપૂર્ણ આસનોનો સમાવેશ કરવો પડશે. અભિનેત્રીએ વિડીયો શેર કરીને ટોન બોડી માટે ત્રણ મહત્વપૂર્ણ આસનો બતાવ્યા છે.મલાઇકાએ બધા જ આસનો સાથે તેના ફાયદાઓ પણ જણાવ્યા છે. તેણે વિડીયોમાં બધા જ આસનોના સાચા પોઝ પણ શેર કર્યા છે. આ ત્રણ આસનોમાં વૃક્ષાસન, નૌકાસન, અને ઉત્કટાસન શામિલ છે.

વૃક્ષાસન : વૃક્ષાસનના ફાયદાઓ જણાવતા મલાઇકા એ પોસ્ટમાં જણાવ્યું છે કે –“વૃક્ષાસન મન અને શરીરનું સંતુલન બનાવે છે.” તે તમારા પગ અને કમરને શક્તિ આપે છે.બીજું છે નૌકાસન : નૌકાસનના ફાયદાઓ બતાવતા અભિનેત્રીએ લખ્યું કે – ‘આ આસન પેટની આજુ-બાજુ જમા થયેલી ચરબી ઘટાડે છે. તે તમારી કમરને  અને સ્નાયુઓને રાહત આપે છે.’

ઉત્કટાસન : ત્રીજું આસન છે જે તમારી ટોક બોડી બનાવવામાં સહાયક થાય છે તે છે – ઉત્કટાસન. આ આસનના ફાયદા જણાવતા મલાઇકા લખે છે કે – ‘પગ, કમર,પીઠમાં તાકાત અને  સુગમતા લાવે છે. તે તમારા હૃદય અને પેટના ભાગને સ્વસ્થ રાખે છે.’મલાઇકા અકસર પોતાના યોગ અને વર્કઆઉના સેશન્સની ફોટો તેમજ વીડિયો શેર કરવાનું ચાલુ રાખે છે. ઘણી વાર તે મુશ્કેલ આસન પણ આસાનીથી કરતા જોવા મળે છે. મલાઇકા રોજિંદા વર્કઆઉટ રૂટિનમાં આ યોગો સહિત અન્ય લોકોને તેનું ઉદાહરણ આપી રહી છે. યોગ અને વર્કઆઉટ સિવાય મલાઇકા ડાયટ અને ડાન્સમાં જેવી અન્ય એક્ટિવિટી(પ્રવૃતિ)માં પણ સમાન ભાગીદારી લે છે. આ મહત્વપૂર્ણ મુદ્દાઓ દ્વારા તે પોતાના આરોગ્યની કાળજી લે છે.

હમણાં જ મલાઇકાએ કોરોનાની વેક્સિન લીધી છે. તેણે વેક્સિન લેતા ફોટો શેર કર્યો હતો આ દ્વારા તે જણાવે છે કે, તમે બધા પણ વેક્સિન લો તેવી સલાહ આપી રહી છે. મલાઇકાએ કેપ્શનમાં લખ્યું છે કે – મે કોવિડ-19 નો પહેલો ડોઝ લઈ લીધો છે. કારણ કે આમાં આપણે બધા સાથે છીએ, ચાલો સાથે મળીને યોદ્ધાઓ અને વાયરસ સામેના યુદ્ધને જીતવા માટે આગળ વધીએ. તમે પણ તમારી રસી લેવાનું જલ્દીથી ભૂલશો નહીં.’

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment