મિત્રો હવે ઉનાળો શરૂ થઈ ગયો છે એટલે ઘરે ઘરે પંખા, કુલર તેમજ AC શરૂ થઈ ગયા છે. લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઘરમાં ઠંડક માટે અનેક સાધનોનો ઉપયોગ કરે છે. તેમજ ઠંડી વસ્તુઓનું સેવન પણ શરૂ કરી દે છે. આથી માર્કેટમાં આપણે જોઈએ છીએ આજે અલગ-અલગ કંપનીના AC આવે છે. પણ શું તમે જાણો છો કે અવાજ નિયંત્રિત અને વાઈફાઇ વાળા AC પણ હવે માર્કેટમાં ઉપલબ્ધ છે. જે વોલ્ટસ(Voltas), લિવપ્યોર(Livpure) અને વોલપુલ(Whirlpool) કંપનીના મોડેલ છે. તો આજે આ લેખમાં અમે તમને તેના વિશેની સંપૂર્ણ માહિતી જણાવશું. માટે આ લેખનને અંત સુધી અવશ્ય વાંચો.
જો તમે પણ વોઇસ કંટ્રોલ(Voice Control) અને વાઇફાઇ(Wifi) જેવા ફીચર્સ વાળા સ્પ્લીટ ઇન્વેટર AC(Split Inverter AC)ની શોધમાં છો તો તમારી શોધ પૂરી થઈ ગઈ છે. બજારમાં વોલ્ટસ, લિવપ્યોર અને વોલપુલ જેવી બ્રાન્ડ કંપનીના કેટલાક સારા સ્પ્લીટ AC હાજર છે. ચાલો અમે તમને આવા સ્પ્લીટ AC વિશેની વિગતો જણાવીએ જે બજારમાં 35,000 થી પણ ઓછી કિમતે મેળવી શકાય છે.Voltas(વોલ્ટસ) 1.5 Ton WiFi Inverter Split AC (183V WZJ) : વોલ્ટાસનું આ AC એ એક ત્રણ સ્ટાર સ્પ્લીટ ઇન્વેટર AC છે. તે વાઇફાઇ કનેક્ટિવિટી સાથે આવે છે અને તમારા અવાજને નિયંત્રિત કરવાનું કાર્ય કરે છે. આ Alexa એનેબલ ડિવાઇસ સાથે કામ કરે છે. આ AC ને તમે તમારા ઘરના કોઈ પણ ખૂણામાંથી નિયંત્રિત કરી શકો છો. તેની સાથે જ તેમાં સ્માર્ટ ટાઈમર, સ્લીપ મોડ અને Self Diagnosis જેવા ફીચર્સ પણ આવે છે.
કંપની આમાં 1 વર્ષની પ્રોડક્ટ, 1 વર્ષ કંડેસર અને 5 વર્ષની કમ્પ્રેશનની વોરંટી પણ આપે છે. આ AC માં R-32 ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમે આ AC ના મોડલને 46% ની છૂટ સાથે 32,990 રૂપિયાથી ખરીદી શકો છો.Livpure(લિવપ્યોર) 1.5 Ton Wi-Fi Inverter Split AC (2019, HKS-IN18K3S19A) : Livpure નું આ AC એક ત્રણ સ્ટાર રેટિંગ સ્પ્લીટ ઇન્વેટર AC છે. જે વાઇફાઇ કનેક્ટિવિટી, અવાજ નિયંત્રણ, ઈંટેલિજેંટ GeoFencing, EGAPA ફિલ્ટરની સાથે એયર પ્યોરિફિકેશન અને સાઈલેન્ટ મોડ જેવા ખાસ ફીચર્સની સાથે આવે છે. આમાં ત્રણ અલગ-અલગ કુલ મોડ પણ દેવામાં આવ્યા છે. કંપની આમાં 1 વર્ષ પ્રોડક્ટ, 1 વર્ષ કંડેશન અને 10 વર્ષ કમ્પ્રેશનની વોરંટી આપે છે. તમે આ એક મોડલને 27% ની છૂટ સાથે 32,999 રૂપિયામાં ખરીદી કરી શકો છો. આ AC માં R-32 ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Whirlpool(વોલપુલ) 1.5 Ton Wi-Fi Inverter Split AC (3DCOOL WIFI PRO 3S COPR INV) : Whirlpool નું આ AC ત્રણ સ્ટાર સ્પ્લીટ ઇન્વેટરમાનું એક છે જે 3D કુલ ટેકનોલોજી, 40% ફાસ્ટ કુલિંગ, વાઇફાઇ અને વોઇસ એનેબલ જેવા ફીચર્સ સાથે આવે છે. કંપની આને 1 વર્ષની પ્રોડક્ટ, 1 વર્ષ કંડેસર અને 10 વર્ષ કમ્પ્રેશનની વોરંટી આપે છે. તમે આ મોડલને 38% ની છૂટ સાથે 35,999 રૂપિયામાં ખરીદી કરી શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી