માધુરી દીક્ષિત પોતાની સુંદરતા ટકાવી રાખવા લગાવે છે આ સામાન્ય વસ્તુ. જાણીને તમે પણ લગાવશો.

મિત્રો તમે ટીવી કે ફિલ્મમાં એક્ટ્રેસને જોઈને તેની સુંદરતા વિશે જાણવાનો પ્રયત્ન કરતા જ હોય છે. અને લોકો તેની સુંદરતાથી આકર્ષિત થઈને તેમની બ્યુટી સિક્રેટ જાણતા હોય છે. જો તમે પણ આવી ફિલ્મી દુનિયાની ખુબ જ સફળ અને પ્રખ્યાત અભિનેત્રી માધુરી દીક્ષિતની સુંદરતાનો રાજ જાણવા માંગો છો તો આ લેખ જરૂર વાંચી જુઓ.

માધુરી દીક્ષિતે જણાવ્યું કે, તે સમયે સમયે ત્વચાની જરૂરત પ્રમાણે આ બે ફેસ પેકનો ઉપયોગ કરે છે. જેમાંથી પહેલું છે ઓટ્સનો ફેસ પેક. જ્યારે ત્વચા ઓઈલી જણાય અથવા ડલનેસ ખાસ કરીને ચહેરા પર વધુ દેખાય તો ઘરે જ બનાવો આ ફેસ પેક અને તેને લગાવતા જ તેની તરત જ અસર દેખાશે. એના માટે જોઈએ એક ચમચી ઓટ્સનો પાઉડર, એક ચમચી મધ, એક ચમચી દૂધ અથવા ગુલાબ જળ. જે પણ તમને પસંદ હોય તે ઉમેરી શકો છો.

ચહેરા પર ફેસ પેક લગાવવા માટે સૌથી પહેલા ફેસ વોશ કરીને, ચહેરો સાફ કરી લેવો. એવું કરવાથી ત્વચા પર જામેલી ધૂળ, માટી અને ગંદકી તુરંત સાફ થઈ જાય છે. ત્યાર પછી આ પેકને લગાવી 20 મિનિટ સુધી રહેવા દેવું. જ્યારે આ ફેસ પેક સુકાય જાય પછી પાણીથી ધોઈ લેવું. ઓટ્સ અને મધ બંનેમાં ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે ત્વચાના સોજા અને ડલનેસને દૂર કરવામાં મદદ કરે છે. તેની સાથે જ ત્વચા મુલાયમ થઈ જાય છે.

જ્યારે ત્વચા સૂકી અને બેજાન જોવા મળે તો આ પ્રમાણે કરવું : ત્વચા ક્યારેક મોસમના કારણે તો ક્યારેક ખાવા પીવાને લીધે સુકી અને બેજાન દેખાવા લાગે છે. આવા સમયે ત્વચાને સારી રીતે નમી આપવા અને ત્વચાને લોક કરવાની જરૂરત હોય છે. જેના વિશે માધુરી દીક્ષિતે જણાવ્યું છે કે, આ ફેસ પેક ખુબ કારગત સાબિત થાય છે. એક ચમચી દૂધ, એક ચમચી એલોવેરા જેલ, એક ચમચી મધ સાથે કોઈ પણ એસેન્સિયલ ઓયલ (જે પણ તમને ગમે ).

આ બધાને લઈને એક પેસ્ટ બનાવી લેવું. તૈયાર પેસ્ટને 15 થી 20 મિનિટ માટે ત્વચા પર લગાવીને રાખવું. પછી પાણીથી ચહેરો સાફ કરી લેવો. માધુરી દીક્ષિતનું કહેવું છે કે, તે આ ફેસ પેક વધારે શિયાળામાં ઉપયોગ કરે છે. કારણ કે શિયાળામાં ત્વચા વધારે સુખી અને બેજાન થઈ જાય છે. એવામાં દૂધથી લઈને મધ અને એસેન્સિયલ ઓઈલ ત્વચાને નમી પ્રદાન કરવામાં મદદ કરે છે.

માધુરી દીક્ષિત પોતાની ફેસની કાળજી સમયે સમયે કરી લે છે એટલે તેની ત્વચા હજી પણ જવાન દેખાય છે. એની સુંદરતાની ચર્ચા લોકો કરતાં થાકતા નથી. અને એની સ્માઇલના લોકો દિવાના છે. માધુરી દીક્ષિત હજી પણ નવી અભિનેત્રીઓને ટક્કર મારે છે. તેમાં કોઈ શંકા નથી. એમની ફિલ્મ પણ હિટ જાય છે. માધુરી દીક્ષિત ખુબ પ્રખ્યાત અભિનેત્રી છે. જેણે હજી પણ પોતાનું કરિયર  છોડ્યું નથી. એની એક્ટિંગ પણ  જોરદાર હોય છે. માધુરી દીક્ષિતના લગ્ન એક ડોક્ટર સાથે થયા છે અને એમનો એક સુંદર પુત્ર પણ છે.

હિન્દી સિનેમામાં એક અલગ ઓળખ છે અભિનેત્રી માધુરી દીક્ષિતની. જેને આજે પણ દર્શક મોટા પડદા પર જોવા માટે આતુર છે. માધુરી દીક્ષિત ખાલી એક અદાકાર જ નહિ, પરંતુ એક ડાન્સિંગ પણ કરે છે. તેણે પોતાના હિન્દી ફિલ્મના કરિયરમાં કેટલીક જોરદાર ફિલ્મ જેને દર્શક આજે પણ ખુબ પસંદ છે. માધુરીને હિન્દી સિનેમામાં એક અભિનય માટે ચાર વખત ફિલ્મ કરિયરમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રી, એક વખત ફિલ્મ કરિયરમાં સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રી અને એક સ્પેશ્યલ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ બધા  એવોર્ડ સિવાય એમને ભારત સરકાર ચતુર્થ સર્વોચ્ચ નાગરિક સન્માન “પદ્મશ્રી” થી સન્માનિત કરવામાં કરવામાં આવી છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment