મિત્રો દરેક લોકો ઈચ્છે છે કે, તેની કમાણી દર મહિને ફિક્સ હોય. પરંતુ તેમાં ઘણી વખત વહેલું મોડું થતું હોય છે. આથી તમારે પોતાના ખર્ચ કરવામાં ખુબ ધ્યાન રાખવું પડે છે. ઘણી વખત ઓછા પૈસામાં ઘર ચલાવવું પડે છે, તો ઘણી વખત જે તે કમાણીમાં ઘર ચાલી જાય છે. પણ જો તમારી કમાણી ફિક્સ હોય અને તેમાંથી તમારું ઘર ચાલે તો કેવું સારું રહે. આજે અમે તમને પોસ્ટ ઓફિસની એક સ્કીમ વિશે જણાવીશું. જે તમને ખર્ચ ઓછા કરવામાં ખુબ મદદ કરશે.
પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે અમુક રોકાણ સુરક્ષિત કરવું પણ જરૂરી છે. આવું ન કરવાથી તમારા જામ કરેલ પૈસા ખર્ચ થઈ જાય છે. આથી આજ અમે એક એવી સ્કીમ વિશે જણાવશું જેમાં નિવેશ કરવાથી તમારે બીજા વિકલ્પની તુલનામાં વધુ નફો મળશે. અમે વાત કરી રહ્યા છીએ પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમ એકાઉન્ટની. આ સ્કીમ તમારી જમા પુંજીને સુરક્ષિત રાખે છે.
તેના પર તમને દર મહિને આવક પણ થાય છે. ચાલો તો તમને આ સ્કીમ વિશે પૂરી માહિતી આપી દઈએ. પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમ રોકાણના સૌથી સારા વિકલ્પોમાંથી એક છે. કારણ કે તેના 4 મોટા ફાયદાઓ છે. કોઈ પણ વ્યક્તિ તેને ખોલી શકે છે અને તમારી જમા પુંજી સુરક્ષિત રહે છે. બેંક એફ. ડી., અથવા ઇન્સ્ટુમેન્ટની તુલનામાં તમને સારું રીટન આપે છે. તેનાથી તમને દર મહિને એક નિશ્ચિત આવક રહે છે, અને સ્કીમ પૂરી થવા પર તમારી જમા પુંજી પાછી મળી જાય છે. જેનાથી તમારે ફરીથી આ યોજનામાં રોકાણ કરીને મંથલી આવકનું માધ્યમ બનાવી રાખી શકો છો.
કોણ ખોલી શકે છે ખાતું ? : તમે પોતાના બાળકના નામે એકાઉન્ટ ખોલી શકો છો. જો બાળક 10 વર્ષથી ઓછી ઉંમરનો છે તો તેના માતા-પિતા અથવા લીગલ ગાર્જિયન તરફથી એકાઉન્ટ ખોલી શકે છે. બાળકની ઉંમર 10 વર્ષ થવા પર તે પોતે જ એકાઉન્ટનું સંચાલનનો અધિકાર મેળવી શકે છે. તે એડલ્ટ થાય ત્યારે તેને જવાબદારી મળી જાય છે.
કેટલા પૈસા મુકવા પડે ? : મંથલી ઇન્કમ સ્કીમ એકાઉન્ટ કોઈ પણ ખોલી શકે છે. જો તમારું ખાતું સિંગલ છે તો તમે તેમાં 4.5 લાખ રૂપિયા સુધી પૈસા જમા કરાવી શકો છો. તેમાં ઓછામાં ઓછા 1000 રૂપિયા સુધીની રાશી જમા કરી શકાય છે. જ્યારે તમારું ખાતું જોઈન્ટ છે તો તેમાં વધુમાં 9 લાખ રૂપિયા જમા કરી શકો છો.
એક વ્યક્તિ એકથી વધુ પણ પોસ્ટ ઓફિસના નિયમ અનુસાર એકાઉન્ટ ખોલી શકે છે. તેમાં જમા કરવામાં આવતી રકમ પર અને તેનાથી મળતા વ્યાજ પર કોઈ પણ પ્રકારની ટેક્સની છૂટનો લાભ નથી મળતો. જો કે તેનાથી થતી કમાણી પર પોસ્ટ ઓફિસ કોઈ પણ પ્રકારનો TDS નથી કાપતી. પણ જે વ્યાજ તમને મહિને મળે છે, તેના એન્યુઅલ ટોટલ પર તમારી ટેક્સેબલ ઇન્કમમાં સામેલ કરવામાં આવે છે.
દર મહિને કેટલી આવક થશે ? : દર મહિને ઇન્કમ સ્કીમ દ્વારા 6.6% વ્યાજ મળે છે. આ સાલાના વ્યાજને 12 મહિનામાં વહેંચવામાં આવે છે. જે તમને મંથલી બેજીક પર મળે છે. જો તમે 9 લાખ રૂપિયા જમા કર્યા છે તો તમને સાલાના વ્યાજ લગભગ 59,400 રૂપિયા થશે. આ રીતે તમને દર મહિને 4,950 રૂપિયા આવક થશે. જ્યારે તમારા 9 લાખ રૂપિયા મેચ્યોરીટી પીરીયડ પછી થોડું વધુ બોનસ જોડીને પાછા મળે છે. દર મહિને જો તમે પૈસા નથી કાઢતા તો તે તમારા પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટમાં રહેશે અને મૂળ રકમ સાથે આ વ્યાજને જોડીને તમને આગળનું વ્યાજ મળશે.
કેટલા વર્ષમાં પૂરી થાય છે સ્કીમ ? : સ્કીમ માટે મેચ્યોરીટી પીરીયડ 5 વર્ષ છે. 5 વર્ષ પછી પોતાના પુંજીને ફરીથી આ યોજનામાં નિવેશ કરી શકાય છે.
કેવી રીતે ખુલશે ખાતું ? : તમે તમારી સુવિધા અનુસાર કોઈ પણ પોસ્ટ ઓફિસમાં જઈને એકાઉન્ટ ખોલી શકો છો. તે માટે તમારે આધાર કાર્ડ, વોટર આઈડી, પાન કાર્ડ, રાશન કાર્ડ, ડ્રાયવિંગ લાયસન્સ માંથી કોઈ પણ એકની ફોટો કોપી જમા કરવી પડશે. આ સિવાય એડ્રેસ પ્રૂફ જમા કરવાવું પડશે. જેમાં તમારું ઓળખપત્ર પણ કામ આવી શકે છે. આ સિવાય તમારે 2 પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ જમા કરાવવું પડશે.
મેચ્યોરીટી પહેલા પૈસા ઉપાડીએ તો ? : જો કોઈ પણ પ્રકારની જરૂરત માટે તમારે મેચ્યોરીટી પહેલા જ પૈસા ઉપાડવા પડે તો આ સુવિધા તમને એકાઉન્ટના 1 વર્ષ પૂરું થઈ જાય ત્યારે મળી શકે છે. એકાઉન્ટ ખોલવાની તારીખથી 1 વર્ષથી લઈને, 3 વર્ષ સુધી જુના એકાઉન્ટ થવા પર, તેમાં જમા રકમમાંથી 2% કાપીને બાકીની રકમ તમને પાછી મળે છે. 3 વર્ષથી વધુ જુનું એકાઉન્ટ થવા પર તેમાં જમા રકમ માંથી 1% કાપીને તમને તે રકમ પાછી મળે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ