આજકાલ બહારની ખાણીપીણીના કારણે લોકોનું વજન ખુબ વધતું જાય છે, અને તેઓ પોતાના વ્યસ્ત જીવનશૈલીના કારણે તેઓ પોતાના માટે જ કસરત કરવા માટે સમય કાઢી શકતા નથી. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, સ્વસ્થ અને ફિટ રહેવું જોઈએ. જેની માટે લોકો કલાકો જીમમાં પરસેવો પાડીને કસરત કરે છે, પરંતુ શિયાળાના દિવસોમાં ઊઠીને બહાર જવું ખુબ જ મુશ્કેલ લાગે છે, તેવી પરિસ્થિતિમાં લોકો પોતાની ફિટનેસને નજર અંદાજ કરીને ઊંઘવાનું પસંદ કરે છે.
પરંતુ જો તમને પથારીમાં સૂતા રહેવું પસંદ છે, તો બેડ પર જ એક્સરસાઇઝ કરવામાં આવે તો કેટલું સારું. આજે અમે તમને જણાવશું એવી કસરત જે તમે પથારીમાં સુતા સુતા ખુબ જ આરામથી કરી શકો છો, અને પોતાનું વજન પણ ઓછું કરી શકો છો.
લેગ રાઈસ : આ કસરતને કરવા માટે પથારીમાં સુતા સુતા જ તમારા બંને પગને ઉપરની તરફ ઉઠાવીને ભેગા કરો, હવે તમે જેટલા સમય સુધી હોલ્ડ કરી શકો છો ત્યાં સુધી કરો. હવે ફરીથી પગને નીચે લાવો અને 10 થી 15 વાગ્યે તેની ફરીથી કરો. આમ કરવાથી પેટની ચરબી, જાંઘની ચરબી ઓછી થાય છે. તેની સાથે જ આ કસરતને કરવાથી લોહીનું પરિભ્રમણ પણ ખુબ જ સારી રીતે થાય છે.
વિન્ડશીલ્ડ વાઇપર : આ કસરત કરવા માટે પથારીમાં સીધા સૂઈ જાવ, હવે બંને હાથને બંને દિશામાં બિલકુલ હલકું છોડો, ત્યારબાદ પગ એકબીજાને ભેગા કરો અને ઉપરની તરફ 90 ડીગ્રીના કોણ બનાવી સીધા રાખો, ત્યારબાદ પગને ભેગા કરીને ચારે દિશામાં પર આવીને એક મોટું ગોળ ચક્કર લગાવી તેને દસ વખત રીપીટ કરો, આમ કરવાથી તમારું વજન ઓછું કરવામાં મદદ મળશે, તેની સાથે જ પેટની ચરબી અને જાંઘની ચરબી પણ ઓછી થશે.
ક્રનચીસ : પથારીમાં સૂતા સૂતા જ તમે ક્રનચીસ પણ કરી શકો છો, તેની માટે પોતાના પગને સામેની તરફ હવામાં ઉઠાવો, અને બંને હાથોને તમારા માથાની નીચે લઈ જાવ, તથા આંગળીને લોક કરો, હવે તમે શરીરના ઉપરના ભાગને ઉઠાવો અને ત્યારબાદ ફરીથી સુઈ જાવ, તેને તમે લગભગ 10 ના પાંચ સેટ કરો અને ધીમે ધીમે વધારો, તેનાથી પેટની ચરબીને ઓછી કરી શકાય છે.
ગ્લટ બ્રિજ : આ એક્સરસાઇઝને કરવા માટે પીઠના બળ પર સુઈ જાવ અને તમારા પગને નીચે રાખીને ઘૂંટણને વાળો, હવે પેલ્વિસના ભાગ ઉપર વજન રાખો, અને બેડથી તમારા પેલ્વિસના ભાગને ઉપરની તરફ ઉઠાવો, અને ફરીથી નીચે લઈ જાવ તેને 10 થી 20 વખત કરો.
સીઝર્સ એક્સરસાઇઝ : તેની માટે બેડ ઉપર પીઠના બળે સુઈ જાવ, તમારા હાથને હિપ્સની નીચે રાખો, ધીમે-ધીમે બન્ને પગને ઉપરની તરફ ઉઠાવો, પગની આંગળીને ઉપરની તરફ રાખો, પગને સીધા કરો અને ત્યારબાદ ડાબા પગને થોડું નીચો લાવો, ફરીથી ઉપર લઈ જાઓ, આમ આ જ જમણા પગથી પણ કરો, તેને દસથી પંદર વખત કરો. તેનાથી પેટની ચરબી ઓછી થાય છે.
લાઈન્ગ ડાઉન ટ્વિસ્ટ : આ એક્સરસાઇઝને કરવા માટે પીઠના બળ પર સુઈ જાવ અને હાથને શરીરની બાજુમાં રાખો ઘૂંટણને વાળતા તમારા પંજા બેડ ઉપર રાખો. હવે ઘૂંટણને ડાબી તરફ નમાવો એટલું કે ઘૂંટણ બેડને અડકી જાય. આ સમયે ગરદન જમણી તરફ વાળો અને જમણી હથેળી તરફ દેખો. હવે તેને બીજી તરફ પણ કરો દસથી પંદર વખત આમ કરવાથી કમરના દુખાવામાં આરામ મળે છે.
એર સાયકલિંગ : એર સાઇકલિંગ કરવા માટે પથારીમાં જ કમરના બળ ઉપર સુઈ જાવ, હવે પગને ઉપર તરફ લાવો અને કાલ્પનિક સાઇકલ ચલાવવાની કોશિશ કરો. તેનાથી તમારા પગની એક્સરસાઇઝ થાય છે, અને પગની સાથે સાથે પેટની ચરબી પણ ઓછી થાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી