મિત્રો ગુજરાતી થાળીમાં તુવેર દાળનું વિશેષ મહત્વ રહેલું છે. તેમજ તે અનેક પોષક તત્વોથી પણ ભરપુર માનવામાં આવે છે. આથી તેનું સેવન કરવું તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી માનવામાં આવે છે. આજે આપણે આ લેખમાં તુવેર દાળના ફાયદાઓ તેમજ બીજી ઘણી વાતો વિશે જાણીશું.
તુવેરદાળ ખાવાના ઘણા ફાયદા છે. તેના સેવનથી ઘણા પ્રકારની સમસ્યાઓ અને પોષકતત્વોની કમી દૂર થાય છે. વાસ્તવમાં તુવેરદાળમાં ફોલિક એસિડ, આયરન, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જોવા મળે છે. સાથે જ તેમાં ઝીંક, કોપર, સિલેનિયમ અને મેંગેનીઝ જેવા તત્વો પણ જોવા મળે છે, જેની મદદથી શરીરનું પાચન તંત્ર સરખું રહે છે. સાથે જ તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન જોવા મળે છે, જેની મદદથી તમને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. આ સિવાય હાઇ બ્લડપ્રેશર અને ડાયાબિટીસને પણ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. તમે ઘણા પ્રકારે તેનું સેવન કરી શકો છો. પરંતુ ઘણા લોકોને તુવેરદાળથી નુકશાન પણ થાય છે તો આવા લોકોએ ડોક્ટરની સલાહથી જ તુવેરદાળનું સેવન કરવું જોઈએ. તો ચાલો જાણીએ તુવેરદાળ ખાવાના ફાયદા.
1 ) વજન ઘટાડવામાં મદદગાર : તુવેરદાળના સેવનથી તમને ઝડપથી વજન ઘટાડવામાં મદદ મળે છે. વાસ્તવમાં તુવેરની દાળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન જોવા મળે છે, જેની મદદથી તમારૂ પેટ લાંબા સમય સુધી ભરાયેલું રહે છે અને શરીરને જરૂરી પોષકતત્વો પણ મળે છે.
2 ) બીપી કંટ્રોલ કરે છે : તુવેરની દાળમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ રહેલું હોય છે, જેની મદદથી હાઇ બ્લડપ્રેશરને ઘટાડી શકાય છે. જો તમે હાઇ બ્લડપ્રેશરથી પીડિત હોય તો તમને હૃદય રોગનું જોખમ પણ રહેલું છે, માટે તમારે બીપીને કંટ્રોલ કરવા માટે તુવેર દાળનું સેવન કરવું જોઈએ.
3 ) પાચનતંત્રને મજબૂત બનાવે છે : દાળમાં ઊંચી માત્રામાં ફાઈબર જોવા મળે છે, જેની મદદથી ભોજનનું પાચન સરળતાથી થઈ શકે છે. સાથે જ તેના સેવનથી ગેસ અને અપચાની ફરિયાદ પણ થતી નથી.
4 ) ડાયાબિટીસને ઘટાડવામાં મદદગાર : તુવેરની દાળમાં રહેલ પોટેશિયમ બ્લડ શુગરને પણ કંટ્રોલ કરે છે. તેમાં રહેલું પોટેશિયમ એક વેસોડિલેટરના રૂપમાં કામ કરે છે, જે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
5 ) પ્રેગ્નેન્સી વખતે સહાયક : પ્રેગ્નેન્ટ મહિલાઓ પણ તુવેર દાળનું સેવન કરી શકે છે. વાસ્તવમાં તુવેરદાળમાં ફોલિક એસિડ જોવા મળે છે. જે બાળકના વિકાસ માટે ખુબ જ મહત્વનુ હોય છે. તેવામાં તમે તમારી સ્થિતિ અનુસાર, ડોક્ટરની સલાહથી તુવેરદાળનું સેવન કરી શકો છો.
તુવેરદાળના નુકસાન : 1 ) તુવેરદાળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન જોવા મળે છે. એવામાં અમુક ખાસ બીમારીઓમાં તુવેર દાળનું સેવન ન કરવું જોઈએ. જો તમારું યુરિક એસિડ વધેલું હોય તો તમારે દાળનું સેવન ન કરવું જોઈએ.
2 ) કિડનીથી સંબંધિત તમને જો કોઈ સમસ્યા હોય, તો તેમાં તુવેર દાળનું સેવન ન કરવું જોઈએ. રાત્રે તુવેરદાળનું સેવન ન કરવું જોઈએ કારણ કે રાત્રે તે જલ્દી પચતું નથી.
3 ) તમને જો દાળ ખાવાથી કોઈ પ્રકારની એલર્જી થાય તો દાળનું સેવન ન કરવું જોઈએ.
4 ) આ સિવાય તેમાં અમુક એમીનો એસિડ જોવા મળતા નથી તો શાકાહારી લોકોએ દાળનું સેવન રોટલી અથવા ભાત સાથે જ કરવું જોઈએ જેથી ભરપૂર માત્રામાં એમીનો એસિડ મળી રહે.
તુવેર દાળનો ઉપયોગ : – દાળ બનાવવા માટે તમે આખી દાળનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારુ સ્વાસ્થ્ય સારું બની રહે છે.
– તુવેરદાળને બાફીને તેનું રસાવાળું શાક પણ બનાવી શકાય છે.
– તુવેરદાળને વાટીને તેને ઘીમાં શેકી લો. પછી તેમાં સાકર મિક્સ કરીને તેના પરોઠા પણ બનાવી શકાય છે.
– ચોખા અને શાકભાજી સાથે મિક્સ કરીને તેની સ્વાદિષ્ટ ખિચડી પણ બનાવી શકાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી