મિત્રો ફુદીનો અને લીંબુ બંનેય પોષક તત્વોથી ભરપૂર હોય છે. ફુદીનામાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને આયર્ન ઉપલબ્ધ હોય છે. તેના સિવાય ફુદીનો વિટામિન એ અને સી નો પણ ખૂબ સારો સોર્સ માનવામાં આવે છે. તેમજ લીંબુમાં પણ મેગ્નેશિયમ, વિટામીન એ, વિટામિન સી અને ફોલેટ જેવા પોષક તત્વો ઉપલબ્ધ હોય છે.
આમ તો મોટાભાગે ફુદીનો અને લીંબુનું સેવન દરેક ઋતુમાં કરી શકાય છે. પરંતુ ઉનાળાની ઋતુમાં ફુદીનો અને લીંબુનું સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે. કારણ કે ફુદીનો અને લીંબુની તાસીર ઠંડી હોય છે. એવામાં જો ફુદીનો અને લીંબુનું સેવન કરવામાં આવે તો તેનાથી શરીરમાં ઠંડક જળવાઈ રહે છે. તેથી તમે પણ ઉનાળામાં ફુદીનો અને લીંબુનું સેવન કરી શકો છો. તમે ઉનાળામાં ફુદીનો અને લીંબુના પાણીને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો તો ચાલો વિસ્તાર પૂર્વક જાણીએ ઉનાળામાં ફુદીનો અને લીંબુનું પાણી પીવાથી થતા ફાયદા.1) શરીરને હાઇડ્રેટ રાખે:- ઉનાળામાં શરીરમાં ડિહાઇડ્રેશન થવા લાગે છે. તેના કારણે વ્યક્તિને થાક અને કમજોરી નો અહેસાસ થવા લાગે છે. પરંતુ જો તમે ઉનાળાની ઋતુમાં દરરોજ ફુદીનો અને લીંબુનો જ્યુસ પીશો તો તેનાથી બોડી હાઇડ્રેટ રહેશે. ફુદીનો અને લીંબુનું પાણી પીવાથી શરીરને એનર્જી મળે છે. સાથે જ તાપ અને પરસેવાના કારણે થતી પાણીની કમી પણ દૂર થશે.
2) શરીરને ઠંડક આપે:- ઉનાળા ની ઋતુમાં પેટમાં ગરમી થવા લાગે છે. એવામાં પેટને ઠંડક આપવા માટે મોટાભાગે લોકો કોલ્ડ્રીંક્સ નો સહારો લે છે. પરંતુ તમે ઈચ્છો તો ગરમીમાં કૂદીનો અને લીંબુનું પાણી પી શકો છો. ફુદીનાની તાસીર ખૂબ જ ઠંડી હોય છે. એવામાં જો તમે નિયમિત રૂપે ફુદીનો અને લીંબુના પાણીનું સેવન કરો છો તો તેનાથી શરીરમાં ઠંડક જળવાયેલી રહેશે. ફુદીનો અને લીંબુનું પાણી પીવાથી પેટમાં બળતરા અને ગરમી પણ શાંત થાય છે.3) એસીડીટી માં રાહત:- ઉનાળામાં મોટા ભાગે લોકો એસિડિટીથી પરેશાન રહે છે. તેના કારણે તેમને પેટ અને છાતીમાં બળતરા થવા લાગે છે. એવામાં ફુદીનો અને લીંબુનું પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. ફુદીનો અને લીંબુ પાણી એસિડિટીમાં રાહત પ્રદાન કરે છે. દરરોજ ફુદીનો અને લીંબુનું પાણી પીવાથી છાતી અને પેટમાં બળતરામાં આરામ મળે છે. આ ડ્રિન્ક પીવાથી એસિડિટી ના લક્ષણોને દૂર કરવામાં મદદ મળે છે.
4) ઇમ્યુનિટી બુસ્ટ કરે:- ફુદીનો અને લીંબુનું પાણી પીવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા પણ મજબૂત બને છે. તમને જણાવીએ કે ફુદીનો અને લીંબુમાં વિટામીન સી નું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. વિટામિન સી ઇમ્યુનિટી ને બુસ્ટ કરવામાં મદદ કરે છે. જો તમે દરરોજ ફુદીનો અને લીંબુનું પાણી પીશો તો તેનાથી લુ થી પણ બચાવ થશે. ગરમીથી બચવા માટે ઘરમાં દરરોજ ફુદીનો અને લીંબુનું પાણી પીને નીકળવું.5) ત્વચા માં નિખાર લાવે:- ફુદીનો અને લીંબુનું પાણી પીવાથી ત્વચાને પણ લાભ મળે છે. ફુદીના વાળું લીંબુ પાણી પીવાથી બોડી ડિટોક્ષ થાય છે. તેનાથી શરીરમાં જમા થયેલા ઝેરીલા પદાર્થો સરળતાથી બહાર નીકળી જાય છે અને તેની અસર ત્વચા પર પણ જોવા મળે છે. ફુદીના વાળું લીંબુ પાણી પીવાથી ત્વચા પર નિખાર આવે છે. સાથે જ ત્વચા ની લાલાશ અને બળતરામાં પણ રાહત મળે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી