પાણી જેમ ઉતરશે તમારું વજન સાથે ઓક્સિજન લેવલ અને ઇમ્યુનીટી બનાવશે મજબૂત.. જાણીલો બનવવાની રીત

મિત્રો તમે જાણો છો તેમ વિટામિન સી આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખુબ જ મહત્વની ભૂમિકા ભજવે છે, આથી આજે લોકો કોરોનાથી બચવા માટે લીંબુનો વધુ ઉપયોગ કરે છે. કારણ કે કોરોના સામે લડવા માટે આપણી ઈમ્યુનિટી મજબુત હોવી ખુબ જરૂરી છે. લીંબુની ચા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. ઘણી બીમારી સામે લડવામાં તેમજ રોગ પ્રતિકારક શક્તિને પણ તે મજબુત કરે છે. ચાલો તો જાણી લઈએ તેના કેટલાક ફાયદાઓ વિશે.

લીંબુનો ઉપયોગ આપણે સૌ કોઈને કોઈ રીતે કરતા હોઈએ છીએ. ખાસ કરીને રસોઈને સ્વાદ વધારવા માટે લીંબુનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. આમ તમારી રસોઈનો સ્વાદ વધારનાર લીંબુના ઘણા સ્વાસ્થ્યવર્ધક લાભ પણ ઘણા છે. આમ આપણી રસોઈમાં તીખું, તેમજ સુગંધીદાર રસોઈની સાથે લીંબુ એ માનવ સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી છે. જેમ કે કિડનીની પથરી દુર કરવા માટે, ત્વચામાં નિખાર લાવવા માટે, શરીરને હાઈડ્રેટ રાખવા માટે લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ તેના ઉપયોગથી ઘણી બીમારી સામે પણ લડી શકાય છે.લીંબુની ચાના ઘણા ફાયદાઓ છે. લીંબુ એ વિટામિન સી સહિત ઘણા પોષક તત્વોથી ભરપુર છે. તેનો ઉપયોગ ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરવા માટે અને વજન ઓછું કરવા માટે કરવામાં આવે છે. ઘણા રિસર્ચ જણાવે છે કે લીંબુની ચાના ફાયદાઓ અને તેને ડાયેટમાં સામેલ કરવાથી શું લાભ મળે છે. ચાલો તો તે જાણી લઈએ.

વજન : જે રીતે લીંબુ પાણી પીવાથી તમારું વજન ઓછું થાય છે તે રીતે લીંબુની ચા એટલે કે લેમન ટી પીવાથી પણ તમારું વજન કંટ્રોલમાં રહે છે. લીંબુની અંદર કેલેરી ખુબ જ ઓછી હોય છે. આથી જ તે વજન ઓછું કરવામાં તમારી મદદ કરે છે.ઈમ્યુનિટી : લીંબુની ચા એ આપણી પ્રતિરક્ષા પ્રણાલીને મજબુત કરવાનો સારો એવો વિકલ્પ છે. લીંબુની અંદર વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં રહેલું છે. આથી એ આપણી ઈમ્યુનિટી સ્ટ્રોંગ કરવામાં મદદ કરે છે. આ એક સંયંત્ર એન્ટી ઓક્સીડેન્ટ છે જે વિષાક્ત મુક્ત કણોને ખત્મ કરે છે અને પાચનને પણ વધારે છે.

બ્લડ પ્રેશર : હાઈ બ્લડ પ્રેશરથી પીડિત દર્દીઓ માટે લીંબુની ચા ખુબ જ ફાયદાકારક છે. લેમન ટી પીવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને ઘણી ઓછી કરી શકાય છે. તેમાં પોટેશિયમની માત્રા વધુ રહેલી છે, તે બ્લડ પ્રેશરને સામાન્ય બનાવવામાં મદદ કરે છે. આથી જ બ્લડ પ્રેશરથી પીડિત દર્દીએ લેમન ટી ને પોતાના ડાયટમાં જરૂર સામેલ કરવી જોઈએ.

તાવમાં : લીંબુની ચા કફ જેવી સમસ્યાઓને ઓછી કરવામાં ખુબ જ મદદ કરે છે. તાવ આવવા પર લેમન ટીનું સેવન કરવાથી જલ્દી તાવથી છુટકારો મેળવી શકાય છે.ઓક્સિજન લેવલ : લીંબુની ચાનું સેવન આ કોરોના કાળમાં ઓક્સિજન લેવલ વધારવામાં પણ મદદ કરે છે. વિટામીન સી જેવા ગુણોથી ભરપુર હોવાથી લીંબુની ચા ખુબ ફાયદાકારક છે.

વધતી જતી ઉંમરનો પ્રભાવ : લેમન ટી પીવાથી સ્લો એન્જીંગની સમસ્યાથી બચી શકાય છે. તેમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ મળે છે, જે સ્લો એન્જીંગ એટલે કે વધતી ઉંમરની પ્રક્રિયાથી થતા પ્રભાવને ઓછો કરે છે. અને તેનું સેવન ત્વચાને પણ નિખાર આપે છે. તો ચાલો જાણીએ લીંબુની ચા કેવી રીતે બનાવવી.સામગ્રી : ચાની ભૂકી – ¼ ચમચી, લીંબુનો રસ – ½,  પાણી – 1 ગ્લાસ,  સિંધાલુણ મીઠું – 1 ચપટી.

બનાવવાની રીત : એક ગ્લાસ પાણીમાં ચાની ભૂકી નાખીને તે વાસણને ગેસ પર મુકીને સારી રીતે ઉકાળી લો. ઉકાળવાથી તેનો રંગ બદલવા લાગે છે અને ગેસ બંધ કરી દો. તેમાં એક ચપટી સિંધાલૂણ મીઠું નાખો. ઉકાળેલ ચામાં લીંબુનો રસ મિક્સ કરો અને તેને ગાળીને તેનું સેવન કરો. તમે ઈચ્છો તો તેમાં ગોળ પણ નાખી શકો છો. આ રીતે લીંબુની ચાનું સેવન કરવાથી ઘણા ફાયદાઓ થાય છે અને આ કોરોના કાળમાં પણ તમે તેને પોતાની ડાયટમાં સામેલ કરી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment