પગની માંસપેશીઓનો ગમે તેવો જુનો દુખાવો થઈ જશે ગાયબ, કરો આ 5 માંથી કોઈ પણ 1 નુસ્ખો… ઘરે બેઠા મળશે ઈન્સ્ટન્ટ રાહત..

મિત્રો જયારે આપણને પગનો દુખાવો શરુ થાય છે ત્યારે ખુબ જ દુખાવાનો અનુભવ થાય છે. અને આ સમયે આપણે દવાનું સેવન કરીને રાહત મેળવી લઈએ છીએ. પણ દવાના સેવનથી તમને આડ અસર પણ થઇ શકે છે. આથી તમારે અમુક ઘરેલું ઉપાય અજમાવીને પગની માંસપેશીઓના દુખાવા સામે રક્ષણ મેળવવું જોઈએ. જે તમને કોઈ નુકશાન નહી કરે અને તમારા દુખાવાને પણ ઓછો કરે છે. 

વર્તમાન સમયમાં લોકો વધારે સમય સુધી ઊભા રહે, થોડું વધારે ચાલે કે એકસરસાઈઝ કરી લે, તેમના પગ અને પગની માંસપેશીઓમાં દુખાવો થવાનું શરૂ થઈ જાય છે. તે સમય ગયો જ્યારે એવું સમજવામાં આવતું હતું પગમાં દુખાવાની સમસ્યા વધતી ઉંમર સાથે થાય છે. વર્તમાન સમયમાં તો મોટા હોય કે નાના, બાળકો હોય કે વૃદ્ધો, બધા જ પગ કે પગની માંસપેશીઓના દુખાવાનો અવારનવાર સામનો કરતાં હોય છે. સામાન્ય રીતે આ દુખાવો ઘણો જ સામાન્ય હોય છે અને થોડા સમયમાં સરખો થઈ જાય છે. પરંતુ ઘણી વખત પગની માંસપેશીઓમાં ગંભીર દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે. જેના કારણે લોકોને ઘણી અસહજતા અને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.પગની માંસપેશીઓમાં દુખાવાનો ઈલાજ કરવા માટે ઘણા લોકો દુખાવાથી છુટકારો મેળવવા માટે દર્દ નાશક દવાઓની મદદ લેતા હોય છે. પરંતુ એક્સપર્ટની સલાહ વગર કોઈ પણ પ્રકારની દવા લેવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. જોકે, એવા ઘરેલુ નુસ્ખા છે જેની મદદથી તમે માંસપેશીઓમાં દુખાવાની સમસ્યાથી સરળતાથી રાહત મેળવી શકો છો. આ લેખમાં અમે તમને પગની માંસપેશીઓમાં દુખાવાના 5 ઘરેલુ ઉપાય જણાવી રહ્યા છીએ. 

પગની માંસપેશીઓમાં દુખાવાના ઘરેલુ ઈલાજ:- 

1) લેવેંડર ઓઇલનો પ્રયાઓગ કરવો:- તે અચાનક, અલ્પકાલિક અને દીર્ઘકાલિક બધા જ પ્રકારના દુખાવામાં રાહત આપવા માટે લાભદાયી છે. તમે તેનો પ્રયોગ પગની માંસપેશીઓની માલિશ માટે કરી શકો છો, તેનાથી જલ્દી આરામ મળશે. તમે ચાહો તો, થોડું સરસોનું તેલ ગરમ કરીને પણ પગની માલિશ કરી શકો છો.2) લસણનો પ્રયોગ કરવો:- લસણમાં એલિસીન નામનું બાયોએક્ટિવ કમ્પાઉન્ડ રહેલું હોય છે. તમારે લસણને તમારા આહારમાં સમાવિષ્ટ કરવું જોઈએ, કારણ કે અધ્યયનોમાં જાણવા મળ્યું છે કે લસણ ખાવાથી સાંધાના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે. લસણના એન્ટિ-ઇમ્ફ્લેમેટરી ગુણ પણ સોજા અને દુખાવાથી છુટકારો અપાવે છે. 

3) ગરમ પાણીનો પ્રયોગ કરવો:- ગરમ પાણીમાં જો તમે સિંધાલું મીઠું મિક્સ કરીને તેમાં તમારા પગ ડૂબાડીને બેસી જાઓ, તો તે પણ માંસપેશીઓના સોજા અને દુખાવાથી રાહત મેળવવાનો એક સારો એવો પ્રાકૃતિક નુસ્ખો છે.4) હળદરનો ઉપયોગ કરવો:- એન્ટિઇમ્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર, સાથે જ એક નેચરક એન્ટિબાયોટીક હોવાને કારણે તે સોજા અને દુખાવાથી રાહત મેળવવા માટે એક અસરકારક ઉપાય છે. તમે તેને પોતાના ભોજનમાં સમાવિષ્ટ કરી શકો છો, દૂધમાં મિક્સ કરીને પી શકો છો. અથવા તો તેલમાં પકાવીને પેસ્ટની જેમ દુખાવા વાળી જગ્યાએ લગાવી શકો છો. 

5) એપ્પલ સાઇડર વિનેગરનો ઉપયોગ કરવો:- નસોમાં સોજા અને નુકસાનને કારણે માંસપેશીઓમાં દુખાવાથી રાહત આપવામાં એપ્પલ સાઇડર વિનેગર ખૂબ જ લાભદાયી છે. તમે નવશેકા પાણીમાં તેની 1-2 ચમચી મિક્સ કરીને લઈ શકો છો. સાથે જ તેને સીધી રીતે દુખાવા વાળી જગ્યાએ પણ લગાવી શકાય છે.6) આદુંનો ઉપયોગ કરવો:- આદું પણ એન્ટિઇમ્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે. દુખાવાથી છુટકારો મેળવવા માટે તે એક અસરકારક ઔષધિ ગણવામાં આવે છે, તે જ કારણ છે કે સંધિવાના રોગોમાં આદુંનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. તમે તેને તેલમાં ગરમ કરીને પગની માલિશ પણ કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment