મિત્રો આપણી વધતી જતી ઉંમરની સાથે અનેક બીમારીઓ આપણા શરીરમાં આવતી હોય છે. આથી તેના પ્રત્યે સાવધાન રહેવું ખુબ જ જરૂરી છે. પણ આ માટે તમારે જરૂરી છે કે તમે સમય રહેતા પોતાના શરીરનું રેગ્યુલર ચેકઅપ કરાવો. જો તમે અગાઉથી તેને પ્રત્યે સજાગ રહેશો તો તમને ઓછી મુશ્કેલી થશે. પણ જો તમે સાવધાન નહી રહો છો તો કોઈપણ બીમારી વધી શકે છે અને તે તમારા માટે જીવલેણ પણ સાબિત થઇ શકે છે. આથી પુરુષો અને મહિલાઓ બંનેએ પોતાની ઉંમરના 45 વર્ષ પછી ઘણા એવા ચેકઅપ છે જે કરાવવા જોઈએ. જે તમને બીમારી સામે લડવામાં મદદ કરે છે.
વધતી ઉંમર સાથે શરીરમાં બીમારીઓ અને અલગ અલગ પ્રકારની સમસ્યાઓ વધે છે. માટે 45 વર્ષથી વધારે ઉંમર વાળા લોકોએ પોતાની હેલ્થની સારસંભાળ સરખી રીતે કરવી જોઈએ. આ ઉંમરે પહોંચીને મોટા ભાગના પુરુષો અને મહિલાઓમાં બોડી ઇમ્યુન સિસ્ટમ નબળી થઈ શકે છે જેના કારણે બોડીમાં બીમારીઓ જલ્દી ઘર કરી જાય છે. વધતી ઉંમર સાથે પોતાની હેલ્થને લઈને વધારે સાવધાની રાખવી જોઈએ, જેથી તમે કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી કે સ્થિતિમાં લડવા માટે સમયસર પોતાનું હેલ્થ ચેકઅપ કરાવવું જરૂરી છે. જેનાથી સમસ્યાઓની જાણ કરીને તેને કંટ્રોલ કરી શકાય. આવો જાણીએ બધા ટેસ્ટ, જેના દ્વારા 45ની ઉંમર પછી બીમારીઓની સરળતાથી ઓળખ કરી શકાય.1) પેટમાં થતાં કેન્સરની સ્ક્રિનિંગ:- જાણવા મળતી માહિતી મુજબ, 45 વર્ષથી વધુ ઉંમરના લોકોએ પેટમાં થતાં કેન્સરની સ્ક્રિનિંગ જરૂર કરાવવી જોઈએ. તેને કોલોન કેન્સર સ્ક્રિનિંગ પણ કહેવામા આવે છે, કારણ કે આ ઉંમરમાં પેટમાં કેન્સર થવાની સંભાવના વધી જાય છે. તે માટે એક્સપર્ટ્સ મોટાભાગે કોલોન્સ્કોપી ટેસ્ટ કરવવાની સલાહ આપે છે.
2) બ્લડ પ્રેશર ટેસ્ટ કરાવવું:- બ્લડ પ્રેશરની બીમારીનું સાચા સમયે ઈલાજ ન કરવવામાં આવે તો, તે એક ગંભીર સ્થિતિ ઉત્પન્ન કરી જીવલેણ સાબિત થઈ શકે છે. પરંતુ, 45 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં હાઇ બ્લડ પ્રેશર હોવું સામાન્ય થઈ ગયું છે. તેના કારણે હ્રદયની બીમારીની સાથે સાથે કિડની ફેઇલ થવાની બીક પણ લાગે છે. માટે જ તેની તપાસ કરાવવી ખૂબ જરૂરી હોય છે.3) ડાયાબિટીસ ટેસ્ટ કરાવવું:- ડાયાબિટીસની બીમારી ખૂબ જ ખતરનાક હોય છે. જો તેનો સમયસર ઈલાજ ન થાય તો, જીવન ગુમાવવું પડી શકે છે. કારણ કે, બીમારી હ્રદય રોગ અને કિડની ફેઇલ થવાની સાથે સાથે અંધાપા જેવી જીવલેણ મુસીબતને આમંત્રણ આપે છે. માટે જ 3 કે 4 વર્ષમાં એક વખત ટેસ્ટ જરૂર કરાવવો.
4) કોલેસ્ટ્રોલની તપાસ કરાવવી:- હાઇ કોલેસ્ટ્રોલથી વધારે ઉંમરના લોકોને હ્રદયની બીમારીનું જોખમ હોય છે, માટે 4 કે 6 વર્ષમાં એક વખત પોતાની બોડીમાં કોલેસ્ટ્રોલની તપાસ કરાવવી. હાઇ કોલેસ્ટ્રોલથી જીવને પણ જોખમ થાય છે. આમ બીમારીઓ વિશે તમારે જરૂરથી તપાસ કરાવવી જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી