બોલીવુડનો હજુ એક સિતારો થયો વિલીન, ફિલ્મી દુનિયા જાણીતા ચહેરાનું થયું નિધન…

આપણે બધા જાણીએ છીએ કે વર્ષ 2020 માં ઘણા બોલીવુડના મોટા મોટા દિગ્ગજોના નિધન થઈ ગયા છે. તો તેવા જ એક અભિનેતાએ પણ વિદાય લીધી છે. જેનું નામ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ મોટું છે. તો ચાલો જાણીએ કોણ છે એ અભિનેતા અને કેવી રીતે થયું તેનું નિધન…..

દિવંગતઅભિનેતા ઋષિ કપૂર અને રણધીર કપૂરના નાના ભાઈ અને દિગ્ગજ અભિનેતા રાજીવ કપૂરને હાર્ટએટેક આવ્યો, અને તેના કારણે તેનું નિધન થઈ ગયું છે. તેઓ 58 વર્ષના હતા અને તેમણે ચેમ્બુરના ઇલેક્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રણધીર કપૂર પોતાના ભાઈને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ઈલાજ શરૂ થતા પહેલા જ રાજીવ કપૂરનું મૃત્યુ થઈ ગયું હતું.

જણાવવામાં આવી રહ્યું છે કે, હાર્ટએટેક આવવાના કારણે રણધીર કપૂર નાના ભાઈ રાજીવ કપૂરને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ ડોક્ટર્સ દ્વારા તેને ત્યાં મૃત ઘોષિત કરી દેવામાં આવ્યા હતા. રણધીર કપૂરે પણ નાના ભાઈના નિધનની ખબરની પૃષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “મેં મારા સૌથી નાના ભાઈ રાજીવને ખોઈ દીધો છે, તે હવે આ દુનિયામાં નથી રહ્યો. ડોક્ટરોએ પૂરી કોશિશ કરી પરંતુ તેને બચાવી ન શક્યા.”

તેમણે આગળ જણાવ્યું કે, “હું હોસ્પિટલમાં જ છું અને નાના ભાઈનું શબ લેવા માટે રાહ જોઈ રહ્યો છું.” દિવંગત અભિનેતા ઋષિ કપૂરની પત્ની નીતુ કપૂરે પણ સોશિયલ મીડિયા દ્વારા રાજીવ કપૂરના નિધનની જાણકારી આપી હતી. તેમણે રાજીવ કપૂરનો ફોટો શેર કર્યો હતો.

જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, “રેસ્ટ ઇન પીસ.” નીતુ કપૂરની આ પોસ્ટ પર કોમેન્ટ કરતા ઇન્ડસ્ટ્રી અને ઇન્ડસ્ટ્રીની બહારના લોકો રાજીવ કપૂરના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે અને શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment