મિત્રો તમે જાણો છો કે, હાલમાં જ કેન્દ્રીય મંત્રી દ્વારા વિવિધ વિભાગીને લગતા બજેટ બહાર પાડવામાં આવ્યા છે. જે મુજબ તેની અસર હવે ઇન્કમ ટેક્સ તેમજ ટીડીએસ પર પણ જોવા મળશે. તમને જણાવી દઈએ કે, 1 એપ્રિલથી બદલી શકે છે ઇન્કમ ટેક્સને લગતા આ 5 નિયમો. ચાલો તો તેના વિશે વિસ્તારથી માહિતી જાણી લઈએ.
આર્થિક મંત્રી નિર્મલા સીતારમણની તરફથી પેશ કરવામાં આવેલા સામાન્ય બજેટઆ ઇન્કમ ટેક્સમાં છૂટના પ્રાવધાનો પર સૈલરીડ ક્લાસ પર નજર રહેલી છે. પરંતુ આ વખતે બજેટ પર ઇન્કમ ટેક્સ સ્લૈબમાં કોઈ દબાવ નથી કરવામાં આવ્યો. જો કે આર્થિક મંત્રીએ 75 વર્ષથી વધારે ઉંમરવાળા વડીલો માટે રાહતની ઘોષણા કરી છે. બજેટના ઇન્કમ ટેક્સના નિયમમાં થોડો સુધારો કરવામાં આવ્યો છે. આ બદલાવ 1 એપ્રિલ, 2021 થી લાગુ કરવામાં આવશે.
ITR ફાઇલ ન કરવા પર ડબલ TDS : કેન્દ્ર સરકારે આઇટીઆર ફાઇલ કરવાને પ્રોત્સાહન આપવા માટે ટીડીએસના નિયમને લોકો માટે કડક કરી દીધું છે કે, જે આઇટીઆર ફાઇલ નથી કરતાં. તેના માટે સરકારે ઇન્કમ ટેક્સ એક્ટમાં સેક્શન 206AB ને જોડી દીધું છે. તેના પ્રમાણે હવે આઇટીઆર ફાઇલ નહિ કરવાથી 1 એપ્રિલ, 2021 થી ડબલ ટીડીએસ આપવું પડશે. નવા નિયમ પ્રમાણે જે લોકોએ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ નથી કર્યું, તેના પર ટેક્સ કલેક્શન એટ સોર્સ પણ વધારે લાગશે.
EPF મા કોંટ્રિબ્યુશન : આર્થિક મંત્રીએ કહ્યું હતું કે, ઈપીએફમાં કર્મચારી વર્ષ 2.5 લાખ રૂપિયાથી વધારે કોંટ્રિબ્યુશન પર મળવા વાળું વ્યાજ પર ટેક્સ લાગવામાં આવશે. આ નિયમ 1 એપ્રિલથી લાગુ પાડવામાં આવશે. જે કર્મચારીની સેલેરી વધારે છે એમને મળવા વાળી ટેક્સ છૂટને તર્કસંગત બનાવવા માટે આર્થિક મંત્રી નિર્મલા સીતારામએ તેનું એલાન કર્યું છે.
પ્રિ–ફિલ્ડ આઇટીઆર ફોર્મ : બજેટ રજુ કરતી વખતે આર્થિક મંત્રીએ પ્રિ-ફિલ્ડ આઇટીઆરની વાત કરી હતી. કર્મચારીની સગવડ માટે અને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે ઈન્ડીવિડ્યુઅલ ટેક્સપેયર્સને હવે 1 એપ્રિલ 2021 થી પ્રિ-ફિલ્ડ આઇટીઆર ફોર્મ રજુ કરવામાં આવશે.
નોટિફાઈ થયું એટીસી સ્કીમ : બજેટ 2021 માં મોદી સરકાર એલટીસી કેશ વાઉચર સ્કીમનો નોટિફાઈ કરી દીધું છે. આ સ્કીમ એ કર્મચારી માટે લોન્ચ કરવામાં આવી છે કે જેમને કોરોના વાયરસ મહામારીને કારણને લાગેલા યાત્રા પ્રતિબંધને કારણે એલટીસી ટેક્સ બેનિફિટના ફાયદો ઉઠાવ્યો નથી.
વડીલોને ઇન્કમ ટેક્સ રિટર્નથી મુક્તિ : આર્થિક મંત્રી નિર્મલા સીતારમણે ઘોષણા કરી કે સરકાર 75 વર્ષથી વધારે ઉંમરના વડીલો પર પડતો દબાવ ઓછો કરવા જઈ રહ્યા છે. 75 વર્ષથી વધારે ઉંમરના વડીલો કે જેમની આવકનો સ્ત્રોત ખાલી પેન્શન છે અને આપેલી રકમનું વ્યાજ છે, એમને હવે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું નહિ પડે. આ સરકારે મોટી ઉંમરના વડીલો માટે ખુબ સારું કર્યું છે. જેનાથી વડીલોને ઇન્કમ ટેક્સ રિટર્નનું ભારણ નહિ રહે અને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું ટેન્શન ઓછું થઈ જશે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ