આ દંપત્તિ પાસે લગ્ન થયા ત્યારે ઘર ન હતું, પણ લગ્નની 37 મી એનિવર્સરીએ જે કર્યું જાણીને ચોંકી જશો….

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે, આજકાલના લોકો પોતાના જીવનમાંથી બહાર નથી આવતા. પોતાના માટે પણ સમય નથી કાઢી શકતા તો બીજા માટે શું સમય કાઢી શકે. પરંતુ આજના સમયમાં હજુ પણ એવા લોકો છે જે બીજા લોકોની મદદ કરવામાં તત્પર રહે છે. જે બિલકુલ નિઃસ્વાર્થ ભાગે બીજા લોકોની સેવા અને મદદ કરતા હોય છે.

તો આજે અમે તમને કચ્છના એક એવા જ વ્યક્તિ વિશે જણાવશું. તેણે જે કર્યું એ જાણીને તમે પણ ચોંકી જશો અને વખાણના પુલ બાંધવા લાગશો. કેમ કે લોકો મોટાભાગે આજકાલ પોતાના જીવનમાં જ વ્યસ્ત રહે છે, એવા સમયે કચ્છના આ દંપત્તિએ 37 લોકોને 37-37 હજાર રૂપિયા આપ્યા. અને રૂપિયા પણ એવા લોકોને આપ્યા જેની પાસે રહેવા માટે પોતાનું ઘર ન હતું. તો ચાલો જાણીએ કોણ છે એ દાનવીર વ્યક્તિ. અને તેણે શા માટે આ બધા લોકોને પૈસા આપ્યા.

સામાન્ય રીતે લોકો જન્મદિવસ કે લગ્નની વર્ષગાંઠ કેક કાપીને અથવા પાર્ટીનું આયોજન કરીને સેલિબ્રેટ કરતા હોય છે. પરંતુ કચ્છના એક દંપત્તિએ મેરેજ એનિવર્સરી એવી રીતે માનવી છે કે જરૂરિયાત વાળા લોકોની મદદ થઈ શકે. અખિલ ભારતીય સોની સમાજના અધ્યક્ષ અને કચ્છ જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભરતભાઈ સોની અને નખત્રાણાના પૂર્વ સરપંચ જીજ્ઞાબેન સોનીએ પોતાના લગ્નની 37 મી વર્ષગાંઠ પર 37 બેઘર પરિવારોને 37-37 હાજર રૂપિયા દાનમાં આપીને ઉજવી હતી.

પરિવારની સાથે ભરતભાઈ અને જીજ્ઞાબેન સોનીએ લગ્નની આ વર્ષગાંઠને માનવી હતી.  આ વિશે ભરતભાઈ સોની જણાવે છે કે, લગ્નના સમયે તેની પાસે પોતાનું ઘર પણ ન હતું. એટલા માટે ઘર ન હોવાની તકલીફથી હું સારી રીતે વાકેફ છું, અને તેને મહેસુસ પણ કરી શકું છું. તેના માટે અમે પૈસા એ પરિવારોને આપ્યા છે, જેનાથી તેની થોડી મદદ થઈ શકે. દીકરીના લગ્ન પર સેંકડો મજુરોને લારી આપી હતી.

તમને જણાવી દઈએ કે, કચ્છ જીલ્લામાં ભરતભાઈ અને જીજ્ઞાબેન સમાજસેવકના રૂપમાં ખુબ જ પ્રખ્યાત છે. આ પહેલા તેની દીકરીના લગ્નમાં આ  પરિવારે જીલ્લાના સેંકડો મજુરોને લારી આપી હતી. સામાજિક કાર્યોમાં ભાગ લેતો આ પરિવાર ગરીબ મહિલાઓ અને બાળકોના ભણતરને લઈને હંમેશા દાન આપતા રહે છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment