પીપળાની પૂજા સાથે જોડાયેલુ છે આ ખાસ રહસ્ય. શનિદેવ થાય છે ખુબ જ ખુશ.

મિત્રો તમે જાણો છો કે આપણા ધર્મમાં દરેક વૃક્ષનું એક મહત્વ બતાવવામાં આવ્યું છે. તેમાં પણ ખાસ કરીને પીપળાના વૃક્ષનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે, પીપળાના વૃક્ષમાં આપણા પિતૃઓનો વાસ હોય છે. આથી જો તમારી કુંડળીમાં પિતૃદોષ આવતો હોય તો તમારે દરરોજ પીપળાના વૃક્ષ નીચે દીવો કરવો જોઈએ અને પાણી પાવું જોઈએ. તેનાથી પિતૃદોષ દુર થાય છે.

સનાતન ધર્મમાં ખૂબ મહત્વપૂર્ણ છે પીપળો : શનિવારના દિવસે તમે જોયું હશે કે મોટી સખ્યામાં ભક્તો પીપળાની પૂજા કરી રહ્યા હોય છે. લોકો પીપળાને પાણી અર્પે છે, દીવો કરે છે, કાળા તલ અને ગોળ પણ અર્પિત કરે છે. જો કે પીપળાને હિંદુ ધર્મમાં પૂજનીય અને આદરણીય કહેવામા આવે છે. શાસ્ત્રો પ્રમાણે પીપળામાં બધા દેવો અને પિતૃઓનો વાસ હોય છે. શનિવાર અને અમાસના દિવસે એના પર શનિ મહારાજનો વાસ હોય છે. એટલે શનિવારના દિવસે તેની પૂજા વધારે ફળદાયી હોય છે. તેના સંદર્ભમાં કેટલીક પૌરાણિક કથાઓ પણ છે. ચાલો જાણીએ શનિવારે પીપળાની પૂજાની રોચક કથા વિશે.શ્રીમદ્ ભગવત ગીતામાં પણ મળે છે ઉલ્લેખ : પીપળાને લઈને શ્રીમદ્ ભગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે, अश्वत्थ: सर्ववृक्षाणाम, मूलतो ब्रहमरूपाय मध्यतो विष्णुरूपिणे, अग्रत: शिवरूपाय अश्वत्थाय नमो नम:। અર્થાત હું વૃક્ષમાં પીપળો છું. તેનાથી પણ એક વૃક્ષની મહત્તા જાણી શકાય છે. સ્કંદ પુરાણ પ્રમાણે પીપળાના મૂળમાં વિષ્ણુ, તનમાં કેશવ, શાખાઓમાં નારાયણ, પાનમાં ભગવાન શ્રી હરિ અને ફળોમાં બધા દેવતાનો વાસ છે. એટલે પીપળાને પૂજનીય વૃક્ષ માનવામાં આવે છે.

પીપળાની પૂજા કરવાથી પ્રસન્ન થાય છે શનિદેવ : માન્યતા છે કે, પીપળાના વૃક્ષની પૂજા કરવાથી શનિદેવ  પ્રસન્ન થાય છે અને જે માણસની કુંડળીમાં શનિ દોષ હોય છે. એમને તેના દુષ્પ્રાભાવથી મુક્તિ મળી જાય છે. તેને લઈને પૌરાણિક કથાઓ મળે છે. પહેલી કથા પ્રમાણે એક સમયે સ્વર્ગ પર અસૂરોએ કબ્જો કરી લીધો હતો. કૈટભ નામના રાક્ષસ પીપળાના વૃક્ષનું રૂપ ધારણ કરીને યજ્ઞનો નાશ કરી દીધો. જ્યારે પણ કોઈ બ્રાહ્મણ સમાધિ માટે પીપળાના વૃક્ષના પાન તોડવા વૃક્ષ પાસે જતાં, તો આ રાક્ષસ એને ખાઈ જતો. ઋષિઓને સમજાતું ન હતું કે આ બ્રાહ્મણ કુમાર ક્યાં ગાયબ થવા લાગ્યા છે.ઋષિઓએ માંગી ત્યારે શનિદેવની મદદ : બ્રાહ્મણ કુમારોને પાછા આવતા ન જોઈને ઋષિઓએ શનિદેવ પાસે મદદ માંગી. તેના પર શનિદેવ બ્રાહ્મણ બનીને પીપળાના વૃક્ષ પાસે ગયા. કૈટભએ શનિ મહારાજને પકડવાની કોશિશ કરી, તો શનિદેવ અને કૈટભ વચ્ચે  યુદ્ધ થયું. શનિએ કૈટભનો  વધ કરી દીધો. ત્યારે શનિ મહારાજે ઋષિયોને કહ્યું કે, તમે બધા ભયમુક્ત થઈને શનિવારના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરજો, તેનાથી શનિની પીડાથી મુક્તિ મળશે.

ઋષિ પિપ્લાદથી જોડાયેલી છે એક બીજી કથા : એક અન્ય પૌરાણિક કથા પ્રમાણે ઋષિ પિપ્લાદના માતા-પિતાનું મૃત્યુ બાળપણમાં જ થઈ ગયું હતું. મોટા થઈને એને ખબર પડી કે  શનિની દશાના કારણે એમના માતા-પિતાએ મૃત્યુનો સામનો કરવો પડ્યો હતો. તેનાથી ગુસ્સે થઈને પિપ્લાદે બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે પીપળાના વૃક્ષ નીચે બેસીને કઠિન તપ કરવા લાગ્યા. તેનાથી પ્રસન્ન થઈને જ્યારે બ્રહ્માજી એમની પાસે વાર માગવાનુ કહ્યું તો પિપ્લાદએ બ્રહ્મદંડ માગ્યું અને પીપળાના વૃક્ષ પર બેસેલા શનિદેવ પર બ્રહ્મદંડનો પ્રહાર કર્યો. તેનાથી શનિદેવનો પગ તૂટી ગયો.ત્યારે શનિદેવે ભોળાનાથને યાદ કર્યા : શનિ દેવ દુઃખી થઈને ભગવાનને કહેવા લાગ્યા. ભગવાન શિવએ આવીને પિપ્લાદના ગુસ્સાને શાંત કર્યો અને શનિની રક્ષા કરી. ત્યારથી શનિદેવ પિપ્લાદથી ડરવા લાગ્યા. પિપ્લાદનો જન્મ પીપળાના વૃક્ષ નીચે થયો છે અને પીપળાના પાનને ખાઈને તેમણે તપ કર્યું એટલે માનવમાં આવે છે કે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી શનિનો અશુભ પ્રભાવ દૂર થાય છે.

આમ જોઈએ તો બધા વૃક્ષ દિવસમાં સમયે સૂર્યની રોશનીમાં કાર્બન ડાયોક્સાઈડ ગ્રહણ કરીને પોતાના માટે ભોજન બનાવે છે. જ્યારે રાત્રે બધા વૃક્ષ ઓક્સિજન લે છે. અને કાર્બન ડાયોક્સાઈડ છોડે છે. આ કારણે જ રાતના સમયે વૃક્ષ નીચે સુવાની ના પાડી છે. વૈજ્ઞાનિક અનુસાર પીપળાનું વૃક્ષ 24 કલાક ઓક્સિજન છોડે છે આથી તે માનવ માટે ખુબ જ ઉપયોગી છે. આ જ કારણ છે કે પીપળાને પૂજ્ય માનીને વર્ષોથી તેની પૂજા કરવામાં આવે છે. સાથે જ શનિદેવને પ્રસન્ન કરવા પાછળ આ પૌરાણિક કારણોથી પણ પીપળાની પૂજા કરવાનું વિધાન છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી.

Leave a Comment