કારેલાના બીજ ના ફાયદા જાણી લેશો તો ફેંકતા પહેલા 100 વાર વિચારશો… શરીરની આટલી સમસ્યામાં છે રામબાણ

બેકાર નથી કારેલાના બી, ડાયાબીટીસના દર્દી જાણી લો કારેલાના બીના આં 5 ફાયદા અને તેને ઉપયોગ કરવાની રીત 

મિત્રો તમે ઘણી વખત જોયું હશે કે ડાયાબીટીસના દર્દીને કારેલા ખાવાનું કહેવામાં આવે છે. કારણ કે કારેલામાં કડવાશનો ગુણ રહેલો છે. જે ડાયાબીટીસ ને કંટ્રોલમાં રાખી શકે છે. જો કે મોતાભ્ગના લોકો કારેલાનો ઉપયોગ જરૂર કરે છે. પણ તેના બીને તેઓ ફેકી દે છે. પણ આ બીના પણ ઘણા ફાયદાઓ છે. ચાલો તો તેના વિશે વધુ વિગતે જાણી લઈએ. 

કારેલાના ફાયદા વિશે તો આપણે સૌ જાણીએ છીએ. જેમાં વિટામીન એ, વિટામીન સી, જીંક અને ફોલેટ આદિથી ભરપુર છે અને તે લોકો માટે ખુબ ફાયદાકારક પણ છે. તે ડાયાબીટીસ માટે પણ ખુબ લાભદાયી છે. ડાયાબીટીસના દર્દી માટે કારેલા એ એક રામબાણ ઈલાજ છે. જે સહેલાઈથી બ્લડ શુગરને નિયંત્રણ માં રાખે છે. 

પણ ઘણી વખત જોવામાં આવે છે કે લોકો કારેલાનો ઉપયોગ કરે છે પણ તેના બી નો ઉપયોગ નથી કરતા. જયારે તેનો સાચો ઉપયોગ એ છે કે તમે કારેલા સહીત તેના બીનો પણ ઉપયોગ કરો. જેથી કરીને તમને તેના બધા જ ગુણો સહીત તેના રફેજ નો પણ લાભ મળી શકે. 

કારેલાના બી ના ફાયદાઓ 

ડાયાબીટીસ માં કબજિયાત ને દુર કરે છે  : જયારે તમે કરેલાને તેના બી સહીત ખાવ છો ત્યારે તે શરીરમાં એક રીતે રફેજનું કામ કરે છે. જે આપણા મેટાબોલીજ્મ થી મહેનત કરાવે છે. તેનાથી આપણું મેટાબોલીજ્મ સારું રહે છે. અને શરીરની પાચન ક્રિયા સારી રહે છે. આ જ કામ તે ડાયાબીટીસના દર્દી માટે કરે છે. જેના કારણે ડાયાબીટીસ માં થતી કબજિયાત ની બીમારી દુર રહે છે. 

ઇન્સુલીન વધારે છે 

ઇન્સુલીન ની કમીને કારણે શરીર શુગર પચાવી નથી શકાતું. જેનાથી શુગરની માત્રા વધી જાય છે. અને તે લોહીમાં ભળીને આખા શરીરમાં સર્ક્યુલેટ થાય છે. કારેલા આ જ પ્રોસેસ ને યોગ્ય કરે છે. વાસ્તવમાં ડાયાબીટીસ માં કારેલાના બી નું સેવન કરવાથી તે શરીરમાં બ્લડ શર્કરા ને ઓછુ કરવામાં મદદ કરે છે. એવું એ માટે કે  કારેલામાં ઇન્સુલીન ની જેમ કામ કરવાના ગુણ રહેલ છે, જે ઉર્જા માટે કોશિકાઓમાં ગ્લૂકોજ લાવવામાં મદદ કરે છે. પછી તેના બી પાચનતંત્ર ને ઠીક કરીને ઇન્સુલીન ને રિલીજ ને વધારે છે. આમ કોશિકાઓમાં ગ્લૂકોજ નો ઉપયોગ કરવા અને તેનાથી તેમારા લીવર , માંસપેશીઓ અને વસા માં સ્થાનાંતરિત કરે છે, 

કોલેસ્ટ્રોલના સ્તરને ઓછુ કરે છે : ડાયાબીટીસના દર્દીમાં કોલેસ્ટ્રોલ ની માત્રા વધારે હોવી દિલની બીમારી ના જોખમ ને વધારે છે. વાસ્તવમાં કોલેસ્ટ્રોલ નું ઉચ્ચ સ્તર તમારી ધમનીઓ માં ફેટી પટ્ટિકા નું નિર્માણ કરે છે. જેનાથી તમારા હૃદયને પંપ કરવામાં તકલીફ થાય છે. કારેલાના બી એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લીસરાઇડ્સ ના સ્તરમાં કમી લાવે છે અને ગુડ કોલેસ્ટ્રોલના સ્તરને વધારે છે. 

વજન સંતુલિત કરે છે : કારેલાને તેના બી સહીત જ ખાવો. એવું એટલા માટે કે તમારા વજનને તે કંટ્રોલ કરે છે. આ બી રફેજ હોય છે, જે સહેલાઈથી પચશે નહિ અને શરીરમાં વેસ્ટ ને સહેલાઈથી બહાર કાઢીને તમારા વજનને સંતુલિત કરવામાં મદદ કરશે. 

ઈમ્યુનીટી બુસ્ટ કરે છે : જો તમારી પાચન ક્રિયા બરાબર છે, તો તે તમારા ઈમ્યુન સીસ્ટમ ને મજબુત કરશે. આ સિવાય કારેલા માં આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામીન સી અને ફાઈબર હોય છે, જે તમારી ઈમ્યુન સીસ્ટમ વધારવામાં મદદ કરે છે. 

કારેલાના બી નો ઉપયોગ કરવાની રીત 

-કારેલાનો પાઉડર – કારેલાના બી સહીત તેને સુકવીને તેનો પાઉડર બનાવી લો. તેનો દરરોજ ગરમ પાણી સાથે સેવન કરવું જોઈએ. તેનાથી પેટ સાફ આવશે. 

-કારેલાનું કબાબ – કારેલાના બી અને લસણને પીસીને તેની પ્યુરી તૈયાર કરી લો. હવે કારેલામાં ડુંગળીને પીસીને તેમાં ભરી લો, પછી તેને તળી નાખો. હવે આ પ્યુરીમાં આ ભરેલું કારેલું નાખો, અને તૈયાર થઈ ગયું તમારું કારેલાનું કબાબ, અ અસબ્જી ડાયાબીટીસના દર્દી માટે ખુબ સારી છે. 

-કારેલાની ચટણી – પહેલા કારેલા ઉકાળી લો, તેના બી સહીત તેને પીસી નાખો. પછી તેમાં રાઈ અને તમાલપત્ર આખીને તેને તડકા લગાવો.  ઉપરથી ગોળ નાખીને તેની ચટણી બનાવી નાખો. 

અવાજ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.) 

Leave a Comment