દુનિયાના સૌથી અમીર આદમીઓ માંથી એકના ઘરમાં પેદા થવું એટલે ખુબ જ કિસ્મતની વાત છે. એટલા મારે લોકો પણ માને છે કે, જે અમીર ઘરમાં પેદા થાય છે તેની જિંદગી બધાથી સારી હોય છે. પરંતુ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના બાળકોની સાથે એવું થયું ન હતું.
તમે ક્યારેય એવું વિચાર્યું પણ નહિ હોય કે, જ્યારે ઈશા, આકાશ અને અનંત અંબાણી સ્કુલ જતા હતા ત્યારે તેને કેટલા રૂપિયા ખિસ્સા ખર્ચ મળતો હતો ? તમને એવું જ લાગતું હશે કે તેને ખુબ જ પૈસા વાપરવા માટે મળતા હશે. પરંતુ તમને જણાવી દઈએ કે, નીતા અંબાણીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે તેના બાળકોને વાપરવા માટે માત્ર 5 રૂપિયા જ આપતી હતી. જી હા મિત્રો, આટલા બધા અમીર વ્યક્તિ પણ તેના દીકરા દીકરીને માત્ર 5 રૂપિયા જ આપતા હતા. વાત જાણીને આશ્વર્ય થાય પણ આ વાત ખુદ નીતા અંબાણીએ જણાવી છે.
જ્યારે નાના દીકરાએ માંગ્યા હતા 10 રૂપિયા : દેશનો સૌથી અમીર પરિવાર હોવા છતાં અંબાણીએ પોતાના બાળકોને મિડલ ક્લાસ વેલ્યુની સાથે જ ઉછેર કર્યો છે. ખરેખર તો આ વાત 2011 ની છે. એક ઈન્ટરવ્યૂમાં નીતા અંબાણીએ ખુલાસો કર્યો હતો કે, તે પોતાના બાળકોને કેટલી પોકેટમની આપતા.
ત્યારે નીતા અંબાણીએ એક ઘટનાને યાદ કરતા જણાવ્યું હતું, “જ્યારે મારા બાળકો નાના હતા તો ત્યારે હું તેને દર શુક્રવારે 5 રૂપિયા આપતી હતી. તેનાથી તે સ્કુલ કેન્ટીનમાં ખર્ચ કરી શકે. એક દિવસ મારા નાના દીકરા અનંત મારા બેડરૂમમાં દોડીને આવ્યો અને મારી પાસે 10 નું માંગ કરવા લાગ્યો.”
તું અંબાણી છે કે ભિખારી : નીતા અંબાણીએ આગળ જણાવ્યું કે, “જ્યારે મેં તેને પૂછ્યું કે શા માટે તારે 10 રૂપિયા જોઈએ છે, તો તેણે કહ્યું કે, જ્યારે તે સ્કુલમાં 5 રૂપિયાનો સિક્કો મિત્રોને દેખાડે છે તો એ બધા તેના પર હસે છે અને કહેતા કે, ‘તું અંબાણી છે કે ભિખારી.’ આ વાત સાંભળીને નીતા અંબાણી અને મુકેશ અંબાણીને હસવું આવી ગયું.
ટીચર બનવા માંગતી હતી નીતા અંબાણી : મુકેશ અંબાણીની સાથે લગ્ન કર્યા પહેલા નીતા અંબાણીની ઈચ્છા હતી કે તે ટીચર બને. જો કે લગ્ન બાદ તેને પોતાના પરિવારની જવાબદારી સંભાળી લીધી. તેણે ઈન્ટરવ્યૂમાં પોતાની પરવરીશ વિશે પણ જણાવ્યું કે તેની માતા અનુશાસનને લઈને ખુબ જ કડક હતા. તેના કારણે તેને એક વર્ષમાં ચાર વખત જ બહાર જવા મળતું હતું. અને પોકેટમની નહોતી મળતી.
અવાજ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી