કંગનાનો શિવસેના પર હુમલો જારી, કહ્યું અન્યાય ગમે એટલો શક્તિશાળી હોય પણ…..

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે, હાલ થોડા દિવસથી મુંબઈમાં શિવસેના અને કંગના રનૌત વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. તો તે વચ્ચે મુંબઈમાં BMC દ્વારા કંગના રનૌતની ઓફિસ પણ તોડી નાખવામાં આવી છે. તો તેને લઈને શિવસેના અને કંગના રનૌત વચ્ચે ખુબ જ ગરમાવો ચાલી રહ્યો છે. પરંતુ કંગના રનૌતે પીછેહઠ ન કરી. અને ફરી શિવસેના પર હુમલો કર્યો હતો. તો ચાલો જાણીએ કે કંગનાએ શું શબ્દ પ્રહાર કર્યા.

બોલીવુડની ‘પંગા ક્વીન’ કંગના રનૌત હાલના દિવસોમાં શિવસેના સાથે થયેલા વિવાદના કારણે ખુબ જ ચર્ચામાં છે. પહેલા સુશાંત સિંહ કેસમાં મુંબઈ પોલીસ પર સવાલ ઉઠાવવા વાળી કંગના રનૌત સીધી જ મહારાષ્ટ્ર સરકારને ચુનોતી આપી રહી છે. 9 સપ્ટેમ્બરના રોજ BMC એ કંગના રનૌતની મુંબઈમાં આવેલ ઓફિસ પર બુલડોઝર ચલાવી દીધું, પરંતુ એક્ટ્રેસના હોંસલામાં પણ અત્યારે પણ કોઈ કમી નથી આવતી. પહેલા કંગના રનૌતે BMC ની આ કાર્યવાહી બાદ એક વિડીયો શેર કર્યો હતો, જેમાં તેમણે સીધી રીતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ચુનોતી આપી હતી અને ત્યારે એક વાર ફરી કંગના રનૌત દ્વારા એક્ટ્રેસે એક ટ્વિટ દ્વારા મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.

કંગના રનૌતે ટ્વિટર પર એક ફોટો શેર કર્યો હતો કે, જેમાં તે ગુજરાતના સોમનાથ મંદિરમાં પૂજા કરતી નજર આવી હતી. આ ફોટોને શેર કરતા કંગના રનૌતે કેપ્શનમાં પણ લખ્યું છે. કેપ્શનમાં લખ્યું છે કે, ‘સુપ્રભાત દોસ્તો આ ફોટો સોમનાથ ટેમ્પલનો છે, સોમનાથ મંદિરને કેટલાય દરીંદાઓએ બેરહેમીથી તોડી નાખ્યું, પરંતુ ઈતિહાસ ગવાહ છે ક્રુરતા અને અન્યાય ગમે એટલો શક્તિશાળી કેમ ન હોય અંતમાં જીત તો ભક્તિની જ થાય છે, હર હર મહાદેવ.’

કંગનાની આ પોસ્ટમાં જાણવા મળે છે કે, તેમણે એક વાર ફરી નામ લીધા વગર જ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર પર નિશાન લગાવ્યું છે. જેમાં તેમણે પોતાની મુંબઈ સ્થિત ઓફિસને તોડવા તુલના સોમનાથ મંદિર સાથે કરી છે. આ પોસ્ટ દ્વારા એક્ટ્રેસે એ તરફ પણ ઈશારો કર્યો છે કે, જલ્દી તે પોતાની ફરીવાર ઓફિસને ઉભી કરશે.

કંગનાની પોસ્ટથી જાણવા મળે છે કે, શિવસેના અને BMC ની કાર્યવાહીથી ન તો તેને કોઈ ફર્ક પડે અને ન તો ક્યારેય પડશે. નોંધપાત્ર છે કે મહારાષ્ટ્ર સરકારે હાલમાં જ એક્ટ્રેસ વિરુદ્ધ ડ્રગ્સ મામલામાં તપાસનો આદેશ જારી કર્યો છે. જેના માટે મહારાષ્ટ્ર સરકારે એક્ટ્રેસના એક્સ બોયફ્રેન્ડ અધ્યયન સુમને એક જુના ઈન્ટરવ્યૂને આધાર બનાવ્યું છે.

Leave a Comment