કમર અને સાંધાના દુઃખાવા 15 દિવસમાં થઈ જશે ગાયબ, માથાથી લઈને પગ સુધીની તમામ બીમારીઓનો અકસીર ઈલાજ…

જો આપણે સ્વાસ્થ્ય સંબંધી કોઈ પણ સમસ્યા થાય, તો તેને ઠીક કરવા માટે મોટાભાગના લોકો ડોક્ટર અને દવાઓનો સહારો લેતા હોય છે. પરંતુ ઘણી વાર અમુક બીમારીઓથી દવાઓ લેવા છતાં છુટકારો નથી મળતો.

અમે તમને કહીએ કે, કોઈ પણ બીમારીનો ઈલાજ તમે ઘરે બેઠા જ કરી શકો છો, તો કદાચ તમને અમારી વાત પર વિશ્વાસ નહિ આવે. પરંતુ આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવશું જે તમારા ગંભીરમાં ગંભીર રોગોને પણ દુર કરી દેશે. તો એ વસ્તુ છે એક તેલ. તે શરીરના ભયંકર રોગોને દુર કરવામાં છે ખુબ જ શક્તિશાળી.

કલોંજીનું તેલ : કલોંજીના તેલનો ઇતિહાસ ખુબ જ જુનો છે. સદીઓથી કલોંજીનો ઉપયોગ મસાલાઓ બનાવવામાં અને દવાઓના રૂપમાં કરવામાં આવે છે. તેના ઔષધિ ગુણના કારણે જ કહેવામાં આવે છે કે, કલોંજીના તેલમાં દરેક બીમારીનો ઈલાજ છે, માત્ર મૃત્યુને છોડીને.

કલોંજીનું તેલ પોષકતત્વોથી ભરપૂર : કલોંજીમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને વસા જેવા 100 થી પણ વધારે પોષકતત્વો હાજર હોય છે. જે આપણાં શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત કરે છે.

રીત : કલોંજીના બીજનું સીધું સેવન પણ કરી શકાય છે. એક નાની ચમચી કલોંજીને મધમાં નાખીને તેનું સેવન કરી શકાય છે. અથવા પાણીમાં કલોંજીને નાખીને તેને ઉકાળી લો પછી તેનું સેવન કરો. દૂધમાં કલોંજીને ઉકાળો અને પછી ઠંડુ થવા દો, પછી તેનું સેવન કરો. અથવા તો, કલોંજીને પીસી લો અને પછી દૂધ અથવા પાણીની સાથે તેનું સેવન કરો.

રામબાણ ઔષધિ : કલોંજીનું તેલ કેન્સર, ડાયાબિટીસ, શરદી, કમળો, બવાસીર, મોતિયાની પ્રારંભિક અવસ્થા, કાનનો દુઃખાવો, સફેદ ડાગ, લકવો, માઈગ્રેન, ઉધરસ, તાવ, ટાલપણું જેવી બીમારીથી લડવાની શક્તિ રાખે છે.

કેન્સર : કલોંજીનું તેલ શરીરમાં કેન્સરની કોશિકાઓને રોકવામાં મદદ કરે છે અને તેને નષ્ટ કરે છે. આ કેન્સરના રોગીઓને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. કેન્સરથી પીડિત રોગીઓને કલોંજીના તેલની અડધી મોટી ચમચી એક ગ્લાસ દ્રાક્ષના રસ સાથે મિક્સ કરીને દિવસમાં 3 વાર સેવન કરવું જોઈએ.

એચઆઇવી : કલોંજીના ઔષધિય ગુણની તપાસ માટે અમેરિકામાં એક શોધ દરમિયાન એચઆઇવીથી પીડિત રોગીને દરરોજ કલોંજી, લસણ અને મધની કેપ્સુલ દેવામાં આવી હતી. થોડા દિવસો પછી જાણવા મળ્યું કે, પીડિત વ્યક્તિમાં રક્ષા કરવાવાળી ટી-4 અને ટી-8 લીંફેટીક કોશિકાઓની સંખ્યામાં આશ્ચર્ય રૂપથી વધારો થયો હતો.

ઉધરસ અને અસ્થમા : ઉધરસ અને અસ્થમાની સમસ્યા થવા પર છાતી અને પીઠ પર કલોંજીના તેલની માલીશ કરો. 3 ચમચી કલોંજીનું તેલ દરરોજ પીવો અને પાણીની અંદર તેલ નાખીને તેની વરાળ લો.

ડાયાબિટીસ : ડાયાબિટીસના દર્દીઓએ એક કપ કલોંજીના બીજ, એક કપ રાઈ અને અડધો કપ દાડમના છોતરાંને પીસીને ચૂર્ણ બનાવી લો. અડધી ચમચી કલોંજીના તેલની સાથે આ ચૂર્ણને સવારે નાસ્તો કર્યા પહેલા એક મહિના સુધી આ રીતે સેવન કરવાથી તમને આરામ મળશે.

કિડનીની પથરી : નાની મુઠ્ઠી થાય તેટલી કલોંજીને મધ સાથે મિક્સ કરો. આ મિશ્રણમાંથી બે ચમચી મિશ્રણ અને એક ચમચી કલોંજીનું તેલ એક કપ ગરમ પાણીની અંદર મિક્સ કરો અને તેને દરરોજ નાસ્તા પહેલા સેવન કરો. કિડનીની પથરીથી પીડિત લોકો માટે કલોંજી તેલ ફાયદો કરે છે.

હૃદયરોગ અને બ્લડ પ્રેશર : જ્યારે પણ તમે કોઈ પણ ગરમ પીણું લો, ત્યારે તેમાં એક ચમચી કલોંજીના તેલને ઉમેરો. ત્રણ દિવસમાં એકવાર કલોંજીના તેલથી શરીર પર માલીસ કરીને તડકામાં થોડી વાર રહો. નિયમિતરૂપથી એક મહિના સુધી આ રીતે કરવાથી રોગીને આરામ મળે છે.

સફેદ ડાગ અને રક્તપિત : શરીર પર સફેદ ડાઘ અને રક્તપિત થઈ જવા પર 15 દિવસ સુધી નિયમિત પહેલા સફરજનના છોતરાંને શરીર પર ઘસો અને પછી કલોંજીના તેલથી માલીસ કરો.

કમરનો દુઃખાવો અને ગાંઠ : કલોંજીના તેલને ગરમ કરીને તમને જે પણ જગ્યા પર દુઃખાવો થતો હોય ત્યાં માલીશ કરો અને એક ચમચી કલોંજીના તેલનું દિવસમાં 3 વાર સેવન કરો. તમને 15 દિવસમાં રાહત મળશે.

માથાનો દુઃખાવો : વારંવાર માથાનો દુઃખાવો થવા પર માથા પર અને કાનની આસપાસ કલોંજીના તેલને લગાવો અને નાસ્તા પહેલા એક ચમચી કલોંજીના તેલનું સેવન કરો. થોડા અઠવાડીયા પછી માથાનો દુઃખાવો દૂર થઈ જશે.

આંખોની સમસ્યા માટે : દરરોજ સૂતા પહેલા આંખોની આસપાસ કલોંજીનું તેલ લગાવો અને એક ચમચી તેલ સાથે એક કપ ગાજરના રસની સાથે એક મહિના સુધી સેવન કરવાથી નેત્ર રોગ પીડિત વ્યક્તિને આરામ મળે છે.

માનસિક તણાવ : એક કપ ચાની પ્યાલીમાં એક મોટી ચમચી કલોંજીનું તેલ નાખીને તેનું સેવન કરવાથી મન શાંત થાય છે. એક ચમચી તેલ, 100 ગ્રામ ઉકળેલા ફુદીનાની સાથે સેવન કરવાથી યાદશક્તિ સારી થાય છે.

વાળની સમસ્યા : વાળમાં લીંબુના રસને સારી રીતે લગાવી લો. 15 મિનિટ પછી વાળ પર શેમ્પૂ કરી લો અને સારી રીતે ધોઈને સૂકવી લો. સૂકા વાળમાં કલોંજીનું તેલ લગાવી લો. એક અઠવાડીયા સુધી આ રીતે કરવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થઈ જશે. વાળમાં ખોડો થવા પર 10 ગ્રામ કલોંજીનું તેલ, 30 ગ્રામ જેતૂનનું તેલ હળવું ગરમ કરો, તેમાં 30 ગ્રામ પીસેલી મહેંદીને મિક્સને વાળ પર લગાવી લો અને એક કલાક પછી વાળને ધોઈને શેમ્પૂ કરી લો.

સુંદર અને આકર્ષક ચહેરા માટે : એક ચમચી કલોંજીનું તેલ, એક ચમચી જેતૂનનું તેલ મિક્સ કરીને ચહેરા પર લગાવીને મસાજ કરો અને એક કલાક પછી ચહેરાને ધોઈ લો. થોડા દિવસોમાં જ તમારો ચહેરો સુંદર દેખાવા લાગશે.

તો તમે જાણ્યું કે બજારમાં દુકાનમાંથી ખુબ જ સરળતાથી મળતું કલોંજીના તેલથી અનેક ફાયદાઓ થાય છે. જો તમે પણ હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માંગો છો, તો દરરોજ કલોંજીના તેલનો ઉપયોગ કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment