ભાંગેલા હાડકા જોડી શરીરના દરેક દુઃખાવા કરશે દુર, પરણિત પુરુષો સહિત મહિલાઓને પણ લાભકારી. શરીર બની જશે એકદમ નીરોગી…

આપણે  બધા જ જાણીએ છીએ કે, પહેલું સુખ છે કે નીરોગી હોવું, અને બીજું સુખ છે ખિસ્સામાં ધન હોવું. તમે કદાચ આ વિશે સાંભળ્યું હશે. પરંતુ એવું નથી કે, અહીં જ સ્વાસ્થ્યને મહત્વ આપવામાં આવ્યું છે. અંગ્રેજીમાં હેલ્થ ઈઝ વેલ્થનો ઉપયોગ આ રીતે જ કરવામાં આવે છે. એટલું કહી શકાય કે સ્વાસ્થ્યને ઘણી વસ્તુઓથી ઉપર માનવામાં આવે છે. પરંતુ વર્તમાન જીવનશૈલી જ્યાં એક તરફ આપણને ઘણા રોગો દેખાડે છે, તો બીજી બાજુ પરેશાની સામે આવતા જ આપણે હોસ્પિટલ તરફ જઈએ છીએ.

પરંતુ શું તમને ખબર છે કે, તેમાંથી ઘણી પરેશાનીનો ઈલાજ તમારા ઘરમાં જ રહેલો છે. જેની જાણકારીના અભાવમાં આપણે તેનો ઉપયોગ નથી કરતા. ઘણી વખત તો આપણે પૈસા પાણીની જેમ વહાવીએ છીએ. એટલે સુધી કે આપણે આવી મહત્વ પૂર્ણ વસ્તુઓને બેકાર સમજીને ફેંકી દઈએ છીએ. અથવા તો ઘરની આસપાસ ઉગેલી હોય તો તેને ઉખાડી દઈએ છીએ.

મહિલાઓને શિયાળામાં ગોઠણનો દુઃખાવો ખુબ જ રહે છે. તેમજ તેને લઈને તેમને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. તેવામાં આજે અમે તમને એક એવા વૃક્ષ વિશે જણાવશું, જેના ફૂલ, પાન, જડ વગેરે કંઈને કઈ ફાયદો આપે છે. પણ જાણકારીના અભાવમાં તેને ઉખાડી દઈએ છીએ. એટલે સુધી કે તેને ગોઠણના દુઃખાવા માટે રામબાણ માનવામાં આવે છે. આ સંબંધ વિશે આયુર્વેદનું કહેવું છે કે, આ એક કાંટા વાળું વૃક્ષ છે. તેના વૃક્ષ મોટા અને કદાવદાર હોય છે. જે દેશમાં મોટાભાગના વિસ્તારમાં જોવા મળે છે.

આ કાંટા વાળા વૃક્ષનું નામ છે બબુલ. તમને જણાવી દઈએ કે બબુલ એટલે બાવળ કહેવામાં આવે છે. આમ તો બબુલનો દરેક ભાગ પાન, ફૂલ, છાલ અને ફળ બધા ઔષધી છે. અને લગભગ આખા ભારતમાં બબૂલના ઘણા જંગલી વૃક્ષ મળે છે. આયુર્વેદ અનુસાર ભલે કોઈ પણ ઔષધી કેટલી પણ ફાયદાકારક કેમ ન હોય, પરંતુ તેનો પ્રયોગ કોઈ આયુર્વેદના આધારે જ કરવામાં આવે છે.

બાવળની ફળીના ફાયદા : ગોઠણના દુખાવામાં અને અસ્થી ભંગમાં – બાવળના બીજના સંબંધમાં કહેવામાં આવે છે કે, તેને પીસીને ત્રણ દિવસ સુધી મધની સાથે લેવાથી ગોઠણનો દુઃખાવો અને અસ્થી ભંગ દુર થાય છે. અને હાડકાઓ વજ્ર સમાન મજબુત બને છે. ગોઠણમાં ચીકાશ આવી જાય છે, જેને ડોક્ટરે રિપ્લેસમેન્ટ કહી દીધું છે તે ઠીક કરવાનું સામર્થ્ય ધરાવે છે.

તૂટેલા હાડકાઓ જોડવા માટે : બાવળનું વૃક્ષનું ચૂર્ણ એક ચમચીની માત્રામાં સવાર સાંજ નિયમિત રૂપે સેવન કરવાથી તૂટેલા હાડકાઓ જલ્દી જોડાઈ જાય છે. આ ઉપાય ખુબ જ પ્રભાવી અને કારગર છે.

દાંતના દુખાવામાં : બાવળના વૃક્ષની છાલ અને બદામની છાલની રાખમાં મીઠું મિક્સ કરીને દાંત ઘસવાથી તમાર દાંતનો દુઃખાવો દૂર કરવામાં મદદ મળે છે.

પેશાબ વધુ માત્રામાં આવવું : બાવળના કાચા ફળને છાયામાં સુકવીને તેને ઘીમાં તળીને પાવડર બનાવી લો. આ પાવડરને 3-3 ગ્રામની માત્રામાં દરરોજ સેવન કરવાથી પેશાબ વધુ આવવાની તકલીફમાં રાહત મળે છે.

શારીરિક અશક્તિ અને કમજોરી : બાવળના ફળને છાયામાં સુકવી નાખો. અને તેમાં બરાબર માત્રામાં મિશ્રી મિક્સ કરીને પીસી લો. તેને એક ચમચીની માત્રામાં સવાર સાંજ નિયમિત રૂપે પાણીની સાથે સેવન કરવાથી શારીરિક અશક્તિમાં ફાયદો થાય છે અને નબળાઈ દૂર થાય છે.

રક્ત વધુ વહેતું ત્યારે : બાવળના ફળ, કેરીના બીજ, મોચરસના વૃક્ષની છાલ અને લસોઢેના બીજને એક સાથે પીસી નાખો અને આ મિશ્રણને દુધની સાથે મિક્સ કરીને પીવાથી લોહીનું વહેવું બંધ થઈ જાય છે.

પૌરુષશક્તિમાં વધારો : બાવળના કાચા ફળના રસમાં એક મીટર લાંબા અને એક મીટર પહોળા કપડાને પલાળી લો. એક વખત સુકાઈ ગયા પછી તેને ફરીથી પલાળીને સુકવી નાખો. આ પ્રકારે આ પ્રક્રિયાને 14 વખત કરો. ત્યાર પછી તે કપડાને 14 ભાગમાં કાપી નાખો. દરરોજ  એક કટકાને 250 ગ્રામ દુધમાં ઉકાળીને પીવાથી પૌરુષ શક્તિમાં વધારો થાય છે.

અતિસાર (દસ્ત) : બાવળના બે ફળ ખાઈને ઉપરથી છાશ પીવાથી અતિસારમાં ખુબ જ લાભ મળે છે.

બબુલની છાલ, પાન અને ફૂલના ફાયદાઓ  : મોઢાના રોગ – બાવળની છાલને ખુબ જ ઝીણી પીસીને પાણીમાં ઉકાળી તેનાથી કોગળા કરવાથી મોઢાના ચાંદા દૂર થઈ જાય છે.

કમળો : બાવળના ફૂલને મિશ્રીની સાથે મિક્સ કરીને ખુબ જ ઝીણું પીસી ચૂર્ણ તૈયાર કરી લો. પછી આ ચૂર્ણની 10 ગ્રામની ફાકી દરરોજ દિવસમાં લેવાથી કમળામાં રાહત મળે છે. આ બાવળના ચૂર્ણમાં બરાબર માત્રામાં મિશ્રી મિક્સ કરીને 10 ગ્રામ દરરોજ ખાવાથી કમળા રોગમાં આરામ મળે છે.

માસિકધર્મ સંબંધી વિકાર : 20 ગ્રામ બાવળની છાલને 400 મિલીલીટર પાણીમાં ઉકાળી વધેલા 100 મિલીલીટર ઉકાળાને દિવસમાં ત્રણ વખત પીવાથી પણ માસિક ધર્મમાં વધુ લોહી આવતું હોય તો બંધ થઈ જાય છે. લગભગ 250 ગ્રામ બાવળની છાલ પીસીને 8 ગણા પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવી લો. આ ઉકાળો અડધો કિલોની માત્રામાં રહી જાય તો આ ઉકાળાની યોનીમાં પિચકારી દેવાથી માસિક ધર્મ શરૂ થઈ જાય છે અને તેનો દુઃખાવો શાંત થઈ જાય છે.

આંખમાંથી પાણી વહેવું : બાવળના પાનને ઝીણું પીસી લો. ત્યાર પછી તેમાં થોડું મધ મિક્સ કરી લો, પછી તેને આંજણ સમાન આંખમાં લગાવવાથી આંખમાં પાણી નીકળતું બંધ થઈ જાય છે.

કંઠપેશીઓનો પક્ષઘાત : બાવળની છાલના ઉકાળાથી દરરોજ બે વખત કોગળા કરવાથી ગળાની શીથીલતા સમાપ્ત થઈ જાય છે.

ગળાના રોગ : બાવળના પાનનો ઉકાળો બનાવીને તેમાં 1 ગ્રામ કેરીની ગોઠલી મિક્સ કરી લો. આ ઉકાળાને સાંજે બનાવી લો અને સવારે પીવો. આ પ્રકારે આ ઉકાળાને સાત દિવસ સુધી સતત પીવાથી અમ્લપિત્તનો રોગ દૂર થઈ જાય છે.

ક્યારે શું મળે છે ? : બાવળમાં શિયાળામાં ફળ આવે છે, જ્યારે ઉનાળામાં તેના પર પીળા રંગના ફૂલ ગોળાકાર ગુચ્છામાં આવે છે. તેના લાકડા ખુબ જ મજબુત હોય છે. બાવળના વૃક્ષ મોટાભાગે પાણીની નજીક અને કાળી માટીમાં વધુ માત્રામાં હોય છે. તેમાં સફેદ કાંટા હોય છે જેની લંબાઈ 1 સેમીથી 3 સેમી સુધી હોય છે. તેના કાંટા જોડના રૂપમાં હોય છે. તેના પાન આમળાના પાનની અપેક્ષાએ વધુ નાના અને જાડા હોય છે.

બાવળની જડ મોટી હોય છે અને છાલ બરછટ હોય છે. તેના ફૂલ ગોળ, પીળા અને ઓછી સુગંધ વાળા હોય છે. તથા ફળ સફેદ રંગના 7 થી 8 ઇંચ લાંબા હોય છે. તેના બીજ ગોળ ધૂળના રંગ જેવા હોય છે અને એની આકૃતિ પહોળી હોય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment