કાજલ અગ્રવાલે જાહેર કરી પોતાની બીમારી, લોકોને જણાવી આ ખાસ હકીકત….

મિત્રો આપણે પોતાના મનપસંદ એક્ટર અને એક્ટ્રેસ વિશે જાણવા માટે ખુબ જ ઉત્સુક હોઈએ છીએ. આથી જ આપણે ફેસબુક, કે instragram પર તેને ફોલો કરતા હોઈએ છીએ. તેનાથી આપણે તેના વિશે ઘણું જાણી શકીએ છીએ. આજે અમે તમને કાજલ અગ્રવાલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

કાજલ અગ્રવાલનો જન્મ 19 જૂન 1985માં થયો હતો. એની અભ્યાસની શરૂઆત સેન્ટ એવી હાઈસ્કૂલથી થઈ છે ત્યાર પછી તેણે પોતાની સ્નાતક ડિગ્રી જય હિન્દ કોલેજથી પૂરી કરી છે. અને પછી કે. સી. કોલેજથી માસ મીડિયામાં સ્પેશિયલાઈઝેશન કર્યું.  6 ઓક્ટોબર 2020માં કાજલ અગ્રવાલે પોતાના લગ્નની ઘોષણા કરી હતી. જેની પછી 30 ઓક્ટોબર 2020માં કાજલ અગ્રવાલે ગૌતમ કિચલુ સાથે મુંબઈમાં લગ્ન કર્યા હતા. તે એક ભારતીય ફિલ્મમાં અભિનેત્રી છે. જે વધારે સાઉથ ઇન્ડિયન ફિલ્મમાં જોવા મળે છે. તે તામિલ અને હિન્દી ફિલ્મમાં જોવા મળે છે. તેણે પોતાના અભિનયની શરૂવાત એક હિન્દી ફિલ્મ ક્યૂ! હો ગયા ના …. થી કરી હતી. જેમાં એમણે અમિતાભ બચ્ચન, એશ્વર્યા રાય અને વિવેક ઓબેરોયની સાથે અભિનય કર્યો હતો. આ ફિલ્મ 11 ઓગસ્ટ 2004 માં પ્રદર્શિત થઈ હતી. ત્યાર પછી તે સાઉથ  ઇન્ડિયન ફિલ્મમાં પણ કામ કરવા લાગી.

સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ કાજલ અગ્રવાલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. અને ક્યારેક પોતાની પર્સન લાઈફ વિશે ચર્ચા કરતી હોય છે. તેણે સોમવારે 8 ફેબ્રુવારીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે પોતાની બીમારી બ્રોંકીયલ અસ્થમા વિશે જણાવ્યું છે. તેની આ પોસ્ટ પર એમના ફેન્સ ખુબ વખાણ કરી  રહ્યા હતા. તેણે પોતાની પોસ્ટમાં બતાવ્યુ હતું કે ડોક્ટરે તેને નાની ઉંમરથી જ ડેરી ઉત્પાદન અને ચોકલેટથી દૂર રહેવાનું કહ્યું છે.  જે એક નાની બાળકી માટે ખુબ મુશ્કેલ કામ છે.

તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, જ્યારે મને પોતાની બ્રોંકીયલ અસ્થમા વિશે ખબર પડી, ત્યારે હું 5 વર્ષની હતી. મને યાદ છે કે, મને તે સમયે કેટલીક વસ્તુથી દૂર રહેવું પડેલું, જેમ કે ચોકલેટ અને ડેરી ઉત્પાદન જેવી વસ્તુથી દુર રહેવા કહ્યું હતું. જે એક નાના બાળક માટે ખુબ મુશ્કેલ છે. જેમ જેમ હું મોટી થઈ તેમ તેમ મને સમજાતું ગયું. ત્યાં હું ક્યાંક ફરવા જતી અથવા કોઈ ટ્રિપમાં  જતી તો હમેશાં મારો સામનો શરદી, ધૂળ, ધુમાડો જેવી વસ્તુ સાથે થતો હતો અને જેને લીધે મને ખુબ પરેશાની થઈ હતી.

જ્યારે મને અસ્થમાના લક્ષણ સામે આવતા હતા ત્યારે મારા શ્વાસ ફૂલવા લાગતા. તેનાથી બચવા માટે ઇનહેલર્સનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું હતું અને હું પોતાની સ્થિતિમાં ખુબ બદલાવ થતા જોયા કરતી હતી. હવે આ એક એવી વસ્તુ છે કે, જેને હમેશાં પોતાની પાસે રાખું છું.  નિશ્ચિત રૂપે લોકો મને સવાલ કરે છે. આપણા દેશમાં લાખો લોકો એવા છે જેમને તેની ખુબ જરૂરત છે. પરંતુ સામાજિક ડરથી  લોકો ઇનહેલર્સનો ઉપયોગ નથી કરતાં.

તેણે આગળ લખ્યું છે કે, પર્સનલ રીતે અથવા સાર્વજનિક રૂપથી ઇનહેલર્સનો ઉપયોગ કરવામાં શરમ આવવી તેમાં નવીન કોઈ વાત જ નથી. પરંતુ જે લોકો આ બીમારીથી જોડાયેલા છે એમને આના ઉપયોગ વિશે જાગૃત કરવા જોઈએ. અને હું દેશને અહેસાસ કરવામાં મદદ કરવા માટે આજે, # sayyestolnhalers અને હું  પોતાના મિત્રો, ફેન્સ પરિવારથી નિવેદન કરું છું કે, ઇનહેલર્સ વિશે લોકોને જાણવું અને જાગૃત કરવા જરૂરી છે.

આમ કાજલ અગ્રવાલના ઈન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ, મિત્રોએ ખુબ વખાણ કર્યા હતા. અને પોતે સાઉથ ઇન્ડિયન ફિલ્મમાં સફળતા પણ મેળવી છે. કાજલ અગ્રવાલે પોતાના જોરદાર અભિનયના દમ પર અત્યાર સુધી સાઉથ ઇન્ડિયન, તામિલ અને હિન્દી સિનેમામાં કેટલાક પુરસ્કાર પણ મેળવ્યા છે. જેમાં તામિલ ફિલ્મના એવોડ પણ શામિલ છે. આ રીતે કાજલ અગ્રવાલે સફળતા મેળવી છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment