મિત્રો તમે કદાચ જેકફ્રુટ વિશે સાંભળ્યું હશે. તેના સેવનથી તમને સ્વાસ્થ્યને લગતા અનેક લાભ મળી શકે છે. તેમાં રહેલ અનેક પોષક પોષક તત્વો તમારું સ્વાસ્થ્ય જાળવી રાખવામાં તમારી મદદ કરે છે. ચાલો તને થોડાક ફાયદાઓ વિશે જાણી લઈએ.
જેકફ્રુટનું સેવન મોટાભાગે બપોરે કે રાત્રે શાકભાજી, અથાણાના રૂપમાં કરવામાં આવે છે. આ પોષકતત્વોથી ભરપૂર હોય છે. તેમાં ફાઈબર, પ્રોટીન, પોટેશિયમ, કેલ્શિયમ અને આયરન ઘણી સારી માત્રામાં જોવા મળે છે. તમે ચાહો તો જેકફ્રુટના ચિપ્સને પણ તમારા ડાયેટમાં સમાવેશ કરી શકો છો. જેકફ્રૂટના ચિપ્સ ઘણા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. જેકફ્રૂટના ચિપ્સ ખાવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે, હાડકાં મજબૂત થાય છે અને ડાયઝેશન એટ્લે કે પાચનમાં સુધારો થાય છે. આ સિવાય જેકફ્રૂટના ચિપ્સ વજન ઘટાડવામાં પણ ઉપયોગી બને છે. નિયમિત રૂપથી જેકફ્રુટનું સેવન કરવાથી તમે સરળતાથી તમારો વજન ઘટાડી શકો છો. જેકફ્રૂટના ચિપ્સના ફાયદાઓ વિષે વિસ્તારથી જાણવા માટે વાંચો આગળ…
જેકફ્રુટમાં પોષકતત્વો
જેકફ્રૂટમાં વિટામિન અને મિનરલ્સની સારી માત્રા જોવા મળે છે. તે પ્રોટીન, આયરન, કાર્બોહાઈડ્રેડ, કેલ્શિયમ અને ફાઇબરનો ઘણો સારો એવો સોર્સ છે. તે સિવાય જેકફ્રૂટમાં વિટામિન એ, વિટામિન સી, ઝીંક અને નિયાસીન પણ હોય છે. એવામાં જેકફ્રૂટના ચિપ્સ ખાવા ઘણા ફાયદાકારક ગણવામાં આવે છે.
જેકફ્રૂટની ચિપ્સના ફાયદા
કેરળમાં મોટાભાગના લોકો જેકફ્રૂટના ચિપ્સને પોતાની ડાયેટમાં સમાવેશ કરે છે. ત્યાં કેળાં અને જેકફ્રુટના ચિપ્સને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. જેકફ્રૂટના ચિપ્સ ઘણા ટેસ્ટી હોય છે. સાથે જ તેમાં પોષકતત્વો પણ જોવા મળે છે. જાણો જેકફ્રૂટની ચિપ્સના ફાયદા
ઇમ્યુનિટી:
તાવ-શરદી, ઉધરસ જેવી ઘણી સ્વાસ્થ્યની સમસ્યાઓથી બચવા માટે આપણી ઇમ્યુનિટીનું મજબૂત હોવું જરૂરી છે. સ્ટ્રોંગ ઇમ્યુનિટી કોરોના વાઇરસથી લડવામાં આપણી મદદ કરે છે. માટે તમે તમારી ડાયેટમાં જેકફ્રૂટની ચિપ્સનો સમાવેશ કરી શકો છો. જેકફ્રૂટના ચિપ્સમાં વિટામિન સી, ઝીંક અને એંટીઓક્સિડેંટ હોય છે. તેનાથી તમે કોઈ પણ પ્રકારની બીમારી કે ઇન્ફેક્શનથી તમારો બચાવ કરી શકો છો.
વજન ઘટાડવામાં:
આજકાલ મોટાભાગના લોકો સ્થૂળતાની સમસ્યાથી પરેશાન છે. તેના માટે તેઓ ઘણા પ્રકારની ડાયેટ ફોલો કરે છે. તમે ચાહો તો તમારી વેઇટ લોસ ડાયેટમાં જેકફ્રુટની ચિપ્સનો સમાવેશ કરી શકો છો. જેકફ્રૂટની ચિપ્સમાં ફાઈબર સારી માત્રામાં જોવા મળે છે. સાથે જ તેમાં કેલોરી પણ ઓછી જોવા મળે છે. જો સ્નેક્સમાં જેકફ્રૂટના ચિપ્સ ખાવામાં આવે તો, તેનાથી તમને ભૂખ ઓછી લાગશે અને વેઇટલોસમાં મદદ મળે છે.
પ્રોટીનનો સોર્સ :
જેકફ્રુટ પોષકતત્વોથી ભરપૂર હોય છે. તે પ્રોટીનનો પણ સારો સ્ત્રોત છે. જેકફ્રૂટમાં પ્રોટીન હોય છે, જે તમને એનર્જેટિક રાખવામા મદદ કરે છે. તે સિવાય જેકફ્રૂટમાં મેગ્નેશિયમ, કોપર અને પોટેશિયમ પણ જોવા મળે છે.
ડાઇઝેશન :
આજકાલ ખોટી ખાણી-પીણી, લાઇફસ્ટાઇલના કારણે મોટાભાગના લોકો ઇનડાઇઝેશન અથવા અપચાની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેના કારણે પેટમાં ગેસ, એસિડિટીની સમસ્યા થાય છે. સાથે જ કબજિયાતની સમસ્યા પણ રહે છે. એવામાં જેક્ફ્રૂટની ચિપ્સ ખાવી ફાયદાકારક ગણવામાં આવે છે. જેકફ્રુટમાં ઘૂલનશીલ અને અઘુલનશીલ ફાઈબર રહેલું હોય છે. જે શરીર માટે જરૂરી હોય છે અને મળ ત્યાગની પ્રક્રિયાને સરળ બનાવે છે. તેનાથી અપચાની સમસ્યાથી પણ રાહત મળે છે.
શુગર કંટ્રોલ:
જેકફ્રુટના ચિપ્સ વેઇટ લોસ કરવાની સાથે જ શુગરને પણ કંટ્રોલમાં રાખવામા મદદ કરે છે. જેકફ્રુટમાં ગ્લાઇસેમિક ઇંડેક્સ ઓછું હોય છે એટ્લે કે, તેમાં કેલોરીનું પ્રમાણ ઓછું હોય છે અને તેને ખાવાથી શરીરમાં શર્કરાની વૃદ્ધિ થતી નથી. માટે જ ડાયાબિટીસના રોગીઓ પણ તેનું સેવન કરી શકે છે. જો તમારું બ્લડ શુગર લેવલ વધ્યું હોય તો તમે ડોક્ટરની સલાહથી તેનું સેવન કરી શકો છો.
હાડકાં: જેકફ્રૂટની ચિપ્સ ખાવાથી હાડકાં મજબૂત બને છે. વાસ્તવમાં, જેકફ્રૂટમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જેનાથી હાડકાં મજબૂત થાય છે અને હાડકાંથી જોડાયેલા રોગ પણ દૂર થાય છે. જો તમારા હાડકાં કમજોર હોય તો જેકફ્રૂટના ચિપ્સને તમારા ડાયેટમાં જરૂરથી સમાવેશ કરવો જોઈએ.
સંધિવા: જેકફ્રૂટના ચિપ્સ સંધિવાના રોગમાં પણ લાભદાયી હોય છે. જેકફ્રૂટમાં એંટીઓક્સિડેંટ હોય છે. તે ઓક્સિડેટિવ સ્ટ્રેસ અને સોજાને ઘટાડવામાં મદદ કરે છે. સાથે જ જેકફ્રૂટમાં રહેલા ગુણના કારણે તે સંધિવા અથવા અર્થરાઈટિસ જેવી બીમારીઓથી બચવામાં મદદ કરે છે.
એનર્જી: જેકફ્રૂટના ચિપ્સ એનર્જી બુસ્ટરની જેમ પણ કાર્ય કરે છે. વાસ્તવમાં તેમાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેડ ભરપૂર હોય છે. તેવામાં તેને ખાવાથી શરીરને એનર્જી મળે છે.
હાર્ટ: જેકફ્રુટ હ્રદય માટે પણ ફાયદાકારક છે. જેકફ્રૂટમાં પોટેશિયમ હોય છે, જે હાર્ટને હેલ્થી રાખે છે. વાસ્તવમાં પોટેશિયમથી સોડિયમનું સંતુલિત વિનિમય થાય છે. તેનાથી હ્રદય સ્વસ્થ રહે છે.
જેકફ્રૂટની ચિપ્સ બનાવવાની રીત
1) ચિપ્સ બનાવવા માટે સૌથી પહેલા જેકફ્રૂટને સરખા ધોઈ લેવા. તેને નાના નાના ટુકડામાં કાપો અને સુકાવા મૂકી રાખો. 2) હવે તેને ચોખાનો લોટ, લસણ-ડુંગળી પાવડર, મરી અને મરચું નાખી મિક્સ કરો.
3) હવે બેકિંગ ટ્રે લઈ તેના પર પેપર શીટ લગાવો. હવે જેકફ્રૂટના ચિપ્સ તે શીટ પર ફેલાવો. 4) તેના પર ઓલિવ ઓઇલ અને મીઠું છાંટવું. હવે ઓવનમાં 5-10 મિનિટ સુધી બેક કરી લો. 5) અંતે તેને ઓવનમાથી કાઢી ઠંડુ થાય એટ્લે સ્નેક્સના રૂપમાં આ ચિપ્સનું સેવન કરવું.
નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી