ઘડપણમાં પણ શરીર અને હાડકાઓ મજબૂત રાખવા હોય તો ખાવું જોઈએ આ ખાસ અથાણું , આપણા વડીલો પણ ખાતા

હાલ તો ઠંડી જાણે કાતિલ રૂપે પડી રહી છે એમ કહીએ તો ચાલે તેમ છે. આવામાં શરીરને અંદરથી ગરમ રાખવા માટે તમારે અમુક વસ્તુનું સેવન આ ઋતુમાં જરૂર કરવું જોઈએ. તેનાથી તમને ગરમાહો રહે છે. આ સિવાય શિયાળામાં જો તમે આદુ અને લસણનું બનેલું અથાણું ખાવ છો તેનાથી તમારા શરીરને અનેક પોષક તત્વો પણ મળી રહે છે.  

શિયાળામાં આદું અને લસણનો ઉપયોગ દરેક ઘરમાં કરવામાં આવે છે. આદું-લસણની પેસ્ટ શાકભાજીમાં ઉપયોગ કરવામાં આવે છે. આ બંનેની તાસીર ખૂબ ગરમ હોય છે. માટે જ શિયાળામાં તેનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. તમે ચાહો તો આદું અને લસણનું સેવન અથાણાના રૂપમાં પણ કરી શકો છો. આદું અને લસણનું અથાણું સ્વાદિષ્ટ અને ચટપટું હોવાની સાથે સાથે પૌષ્ટિક પણ હોય છે. આદું અને લસણનું અથાણું ખાવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત બને છે. આ અથાણું ખાવાથી શરદી ઉધરસમાં પણ આરામ મળે છે. 

આદું અને લસણના અથાણાના ફાયદા 

1)

જો તમે તમારી રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માંગતા હો તો તમે આદુ અને લસણનું બનેલું અથાણું ખાઈ શકો છો. શિયાળામાં રોજ આદું અને લસણનું અથાણું ખાવાથી ઇમ્યુનિટી વધે છે. શિયાળામાં શરીરની રોગપ્રતિકારક ક્ષમતા નબળી પડી જાય છે. એવામાં ઘણી બીમારીઓ થઈ શકે છે. તમે આદું લસણના અથાણાથી તમારી ઇમ્યુનિટી વધારી શકો છો. 

2)

જો તમે શિયાળામાં તાવ, શરદી અને ઉધરસથી બચવા માંગતા હો તો તમે આદુ અને લસણનું અથાણું ખાઈ શકો છો. શિયાળામાં શરદી-ઉધરસ થવી એ સામાન્ય વાત છે. એવામાં તમે આદું અને લસણના અથાણાંનું સેવન કરી શકો છો. આદું અને લસણના અથાણામાં જરૂરી પોષકતત્વો હોય છે જે શરદી ઉધરસ જેવી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. 

3) ઠંડીને કારણે આ ઋતુમાં જે લોકોના હાડકાઓ નબળા છે તેમને ઘૂંટણ નો દુખાવો વધી શકે છે. આમ શિયાળામાં ઘૂંટણના દુખાવાની સમસ્યા વધી શકે છે. જો તમે પણ શિયાળામાં ઘૂંટણના દુખાવાથી પરેશાન હોય તો, આદું અને લસણનું સેવન કરી શકો છો. 

4) જે લોકોનું બ્લડ સર્ક્યુલેશન બરાબર કામ નથી કરતુ તેમના માટે આદુ અને લસણનું સેવન ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. આદું અને લસણના અથાણાં ખાવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. શિયાળામાં બ્લડ ફ્લો સ્લો થઈ જાય છે. એવામાં આદું અને લસણના સેવનથી આ સમસ્યાને દૂર કરી શકાય છે. બ્લડ સર્ક્યુલેશનને સારું બનાવવા માટે આદું અને લસણનું સેવન કરવું જોઈએ. 

5) ડાયાબિટીસના દર્દીઓ પણ શિયાળામાં આદું અને લસણનું સેવન સરળતાથી કરી શકે છે. તેનાથી શરીરમાં બ્લડ શુગર લેવલ વધતું નથી. પરંતુ જો તમારું શુગર લેવલ હાઇ હોય તો ડોક્ટરની સલાહથી તેનુ સેવન કરવું જોઈએ. 

6) આદુનું અથાણું ભૂખ વધારવામાં પણ ઉપયોગી બની રહે છે. જો તમને ભૂખ ન લાગતી હોય તો, તમે તમારી વિન્ટર ડાયેટમાં આદુંના અથાણાંનો સમાવેશ કરી શકો છો. તે શરીર માથી ટોકસીનને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. 

આદું-લસણનું અથાણું બનાવવાની રીત:-

1) આદું અને લસણનું અથાણું બનાવવા માટે સૌથી પહેલા આ બંનેને ધોઈને તડકામાં સુકવવા મૂકી દો.  2) હવે તેને જારમાં ભરીને મૂકી દો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. 3) તેમાં રાઈ, મેથી, વરિયાળી અને અજમો નાખો.

4) બધુ સરખું મિક્સ કરી આ મિશ્રણને ગરમ થવા દેવું. હવે આ મિશ્રણને આદું લસણ વાળા જારમાં નાખવું.  5) બધી સામગ્રીને સરખી રીતે મિક્સ કરી લેવી. 6) આ જારને કપડાથી ઢાંકી અને દરરોજ તડકામાં રાખવું. એક અઠવાડિયામાં તે સરખી રીતે મિક્સ થઈ જશે. હવે તમે આ અથાણાંનું સેવન દરરોજ કરી શકો છો. 

નોંધ : આ અથાણાંની તાસીર ગરમ હોય છે માટે તેનું સેવન સીમિત માત્રામાં જ કરવું જોઈએ.  ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment