મિત્રો આજે ઘણા લોકોને દાંતમાં દુઃખાવો થવો એ એક સામાન્ય વાત થઈ ગઈ છે. જેનું કારણ છે આપણો ખોરાક. અનહેલ્દી ખોરાક ખાવાથી શરીરની અન્ય બીમારીઓની સાથે દાંતમાં પણ અસહ્ય દુઃખાવો થઈ શકે છે. આથી જો તમને દાંતમાં દુઃખાવો રહેતો હોય તો તમે પહેલા તો પોતાના ખોરાક અંગે સાવચેતી રાખો.
દુઃખાવો કોઈ પણ હોય પરંતુ તે પીડા આપનારો જ હોય છે. પણ જો આ દુઃખાવો દાંતનો હોય તો તે દુઃખાવો કોઈ નરકની પીડાથી કમ નથી. દાંતના દુઃખાવાને સહન કરતો દરેક વ્યક્તિ આ વાતથી પૂરી રીતે સહમત હશે. દાંતનો દુઃખાવો સૌથી ખતરનાક દુઃખાવામાંથી એક છે. જો આ દુઃખાવાને શરૂઆતમાં નજર અંદાજ કરવામાં આવે તો તે વધીને પેઢાઓ સુધી પહોંચી જાય છે. અને સમજી જાવ કે તમે દાંતના દુઃખાવાના અંત સુધી પહોંચી ગયા છો.
આ દુઃખાવાની અસર માત્ર દાંત સુધી નથી રહેતી પણ આ કારણે કાન, મોઢું, માથું, અને ગળું, સુધી પણ દુઃખાવાની ચપેટમાં આવી જાય છે. ઘણી વખત દાંતના દુઃખાવા એવા સમયે થાય છે જ્યારે ડોક્ટરનો વિકલ્પ પણ સંભવ નથી હોતો. આમ અમે તમને દાંતના દુઃખાવા કેટલાક ઘરેલું ઉપચાર અંગે વાત કરીશું.
લવિંગનું તેલ : જે દાંતમાં દુઃખાવો છે, તેના પર રૂ ની મદદથી લવિંગનું તેલ લગાવો. કોશિશ કરો કે અંદર ન જાય, તેને થોડીવાર દાંતની ઉપર લગાવી રાખો. પછી ખુલ્લું કરી નાખો. તેને આખા દિવસમાં 3 થી 4 વખત લગાવી શકો છો. આ સિવાય તમે દુઃખાવાની જગ્યાએ લવિંગ પણ મૂકી શકો છો.
આદુનો પાઉડર : આદુનો પાઉડરને પાણીમાં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને દુઃખાવો કરતા દાંત પર લગાવો. થોડીવાર રહેવા દો. પછી ખુલ્લું કરી નાખો. આદુના નાના ટુકડાને પણ તમે દાંત પર મૂકી શકો છો. દાંતમાં વાગવું કે દુઃખાવા દરમિયાન આદુ કે આદુનો પાઉડર મુકવો લાભકારી છે.
હિંગ : હિંગને પાણીમાં પલાળીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને દુઃખાવો કરતા દાંત પર લગાવો. જ્યારે પણ દાંતમાં દુઃખાવો હોય તો આનો પ્રયોગ કરો. દાંત દર્દ માટે હિંગ દર્દ નિવારક જેવું કામ કરે છે.
ડુંગળી : ડુંગળીના ટુકડાને દુઃખાવો કરતા દાંત પર લગાવો. તેને થોડી મિનીટ રાખી મુકો. દુઃખાવો ઓછો થવા લાગે ત્યાં સુધી રહેવા દો. એક સ્ટડી અનુસાર ડુંગળીમાં એન્ટી-બેક્ટેરીયલ ગુણ મોઢાના બેક્ટેરિયા પર અસરદાર સાબિત થાય છે.
લસણ : લસણની કળીને પીસીને તેમાં થોડું સિંધાલુણ મીઠું મિક્સ કરો. આ પેસ્ટને દુઃખાવો કરતા દાંત પર લગાવો. આ પ્રયોગ દિવસમાં બે વખત કરવો. લસણમાં એન્ટી-બેક્ટેરીયલ ગુણ હોય છે જે દાંતને પ્લાક કરે છે.
મીઠું : મીઠાના થોડા નવશેકા પાણીમાં સારી રીતે મિક્સ કરી લો. પછી આ પાણીથી કોગળા કરો. આ પ્રક્રિયાને આખા દિવસમાં 3 થી 4 વખત કરો. મીઠાના પાણીથી કોગળા કરવાથી દાંતમાં રાહત મળે છે.
ઝમરૂખના પાન : ઝમરૂખના પાન પાણીમાં ઉકાળો અને તેને ગાળી નાખો. હવે તેમાં મીઠું નાખો. આ નવશેકા પાણીથી કોગળા કરો. દુઃખાવાથી રાહત માટે તાજા પાનનો ઉપયોગ કરો. તેમાં એન્ટી-માઈક્રોબીયલ, એન્ટી-ઇન્ફલેમેટરી, એનાલ્જેસિક, ગુણ પણ રહેલા છે.
કલૌજીનું તેલ : કલૌજીના તેલમાં ક્યુ ટીપ અથવા ઈયર બડને પલાળીને દુઃખાવો કરતા દાંત પર લગાવો અને પછી ખુલ્લું કરી નાખો.
બેકિંગ સોડા : રૂ ને પાણીમાં પલાળીને પછી તેના પર બેકિંગ સોંડા લગાવો. તેને દુઃખાવો કરતા દાંત પર લગાવો. તેમાં રહેલ જીવાણુંનાશક ગુણના બેકટેરિયાને ખત્મ કરે છે અને દર્દમાં રાહત આપે છે.
પીપરમીંટ ઓઈલ : પાણીમાં પીપરમીંટ ઓઈલ નાખીને ખુલ્લું કરી નાખો. પીપરમીંટ ઓઈલમાં એન્ટી બેક્ટીરીયલ અને એન્ટી સેપ્ટિક ગુણ હોય છે જે દાંતના દુઃખાવામાં રાહત આપે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી.