આજે આપણે જોઈએ છીએ કે, મોટાભાગના લોકોને માથાનો દુઃખાવો થતો હોય છે. જેનું કારણ કદાચ આપણે જે વધુ પડતું ટેન્શન લઈએ છે તે પણ હોય શકે છે. તેમજ ઘણી વખત વધુ ટીવી કે મોબાઈલ જોવાથી પણ આ તકલીફ વધી શકે છે. ત્યારે આપણે કોઈ ટેબ્લેટ ખાઈને આરામ મેળવીએ છીએ. પણ કેટલાક એવા નુસ્ખાઓ છે જેનો પ્રયોગ કરીને માથાનો દુઃખાવો મટાડી શકો છો.
180 ની સ્પીડે ભાગતી જિંદગી તેમજ વ્યસ્ત લાઈફસ્ટાઈલની અસર આપણા શરીર પર પડે છે. ખાસ કરીને લેપટોપ, મોબાઈલ કોમ્પ્યુટરના ઉપયોગથી માથાનો દુઃખાવો થાય છે. તેની પાછળનું કારણ ચિંતા, થાક તેમજ તણાવ પણ હોય શકે છે. આમ આ દુઃખાવો તો ઘણી વખત કલાકો સુધી પરેશાન કરે છે. આમ તો આ દુઃખાવાથી છુટકારો મેળવવા માટે આપણે અલગ અલગ દવાઓનો ઉપયોગ કરીએ છીએ. પણ વધુ દવા ખાવાથી શરીરને નુકસાન થાય છે. જો તમે પણ માથાના દુઃખાવાથી પરેશાન છો તો અમે તમને થોડા હેલ્દી હોમમેડ ડ્રીંક્સ વિશે જણાવીશું. જેના સેવનથી માથાનો દુઃખાવો દૂર થઈ શકે છે.ફુદીનાની ચા : ફૂદીનામાં એન્ટી-ઓક્સીડેંટ, એન્ટી-બેક્ટેરીયલ, એન્ટી-વાયરલ વગેરે ગુણ રહેલા છે. ફુદીના ચા પીવાથી માથાનો દુઃખાવો ઠીક થવાની સાથે અપચો, ઉલટીની પરેશાની પણ દૂર થાય છે. સ્ટ્રેસ દૂર કરે છે અને તમે ફ્રેશનેસ અનુભવો છો.
ફુદીનાની ચા બનાવવાની રીત : એક વાસણમાં 1 કપ પાણી અને થોડા ફુદીનાના પાન નાખો. હવે તેમાં ચપટી તીખાનો ભૂકો અને સ્વાદ અનુસાર મીઠું નાખો. 5 મિનીટ સુધી તેને ઉકાળો અને પછી ગાળી નાખો. હવે આ ચાને થોડી ગરમ હોય ત્યારે જ પીવાનો આગ્રહ રાખો.બદામનું દૂધ : બદામ અને દુધમાં કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ, ફાઈબર, એન્ટી-ઓક્સીડેંટ, એન્ટી-બેક્ટેરીયલ વગેરે ગુણો હોય છે. આમ તેમાં રહેલ મેગ્નેશિયમ માઈગ્રેનના દુઃખાવાને ઠીક કરવામાં મદદ કરે છે. આમ એક્સપર્ટ પણ માઈગ્રેન થવા પર બદામનું દૂધ પીવાની સલાહ આપે છે.
બદામનું દૂધ બનાવવાની રીત : બદામનું દૂધ બનાવવા માટે 45 બદામને મિક્સરમાં પીસીને તેની પેસ્ટ બનાવી લો. પછી એક ગ્લાસ દૂધ ગરમ કરીને તેમાં બદામ અને મધ મિક્સ કરો. તૈયાર બદામના દુધને રાત્રે સૂતા પહેલા પીવો.આદુનો રસ : આદુમાં વિટામીન, આયર્ન, ફાઈબર, એન્ટી-ઓક્સીડેંટ, એન્ટી-વાયરલ વગેરે ગુણ રહેલા છે. જેનાથી માથાના દુઃખાવા રાહત મળે છે. અક્સર લોકો માથાનો દુઃખાવો દૂર કરવા માટે આદુની ચા પીવે છે. પણ એક્સપર્ટ ચાની જગ્યાએ આદુનો રસ પીવાનું કહે છે. એક રીસર્ચ અનુસાર 100 માઈગ્રેન દર્દીઓને એટેક સમયે આદુનો રસ આપવામાં આવ્યો. તેનાથી તેની તબિયતમાં ઘણો સુધારો આવ્યો. તેના સેવનથી માથામાં જતા લોહીના બેલેન્સમાં મદદ મળે છે.
આદુનો રસ બનવવાની રીત : એક વાસણમાં 1 કપ પાણી અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો પીસી નાખો. ધીમા તાપે તેને 2 થી 3 ઉભરા આવે ત્યાં સુધી ઉકાળો. તૈયાર પાણીને ગરણીમાં ગાળી નાખો અને તેમાં એક નાની ચમચી લીંબુનો રસ અને સ્વાદ અનુસાર મધ મિક્સ કરીને પીવો.તુલસીની ચા : તુલસીમાં એન્ટી-ઓક્સીડેંટ. એન્ટી-બેક્ટીરીયલ, એન્ટી-વાયરલ જેવા ગુણ રહેલા છે. આમ તેનાથી બનેલ ચાનું સેવન કરવાથી માથાનો દુઃખાવો ઓછો થવાની સાથે તમે ફ્રેશ ફિલ કરશો. તેમાં રહેલ એન્ટી-સ્ટ્રેસ ગુણ તણાવને ઓછું કરવામાં મદદ કરે છે. સાથે ઇમ્યુનિટી વધવાથી બીમારીથી બચી શકાય છે. માઈગ્રેન અને સાઈનસની સમસ્યાથી બચી શકાય છે.
તુલસીની ચા બનાવવાની રીત : એક વાસણમાં 2 કપ પાણી અને તુલસીના થોડા પાન નાખો. પાણી જ્યારે અડધું થઈ જાય ત્યારે તેને ગેસ પરથી ઉતારી લો. તૈયાર ચાને ગરણીમાં ગાળીને તેમાં મધ મિક્સ કરો અને પછી પી લો.
માથાના દુઃખાવાથી બચવાના અન્ય ઉપાયો : લવિંગના તેલથી માથાની માલીશ કરો. તેમાં એન્ટી-બેક્ટેરીયલ, એન્ટી-વાયરલ, એન્ટી-ઓક્સીડેંટ ગુણોથી ભરપુર લવિંગ માથાના દુઃખાવાને દુર કરે છે.આ સમસ્યાથી રાહત મેળવવા માટે તજ પણ કારગત સાબિત થાય છે. આ માટે 1 મોટો ચમચો તજનો પાઉડર પાણીમાં મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો. પછી તેનાથી હળવા હાથે મસાજ કરો. 30 મિનીટ પછી નવશેકા પાણીથી સાફ કરી નાખો.ફુદીનાના થોડા પાન ધોઈને તેનો રસ પીવો. પછી તેનાથી માથાની મસાજ કરો. પછી નવશેકા પાણીથી ધોઈ નાખો. ઓછી માત્રામાં પાણીનું સેવન કરવાથી પણ માથું દુઃખે છે. આમ તમારે દરરોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. ખાસ કરીને માથાનો દુઃખાવો થવા પર પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પીવો. લીલા અને પાન વાળી સબ્જીમાં પણ પોષક તત્વ અને એન્ટી-ઓક્સીડેંટ ગુણ હોય છે. આમ ટમેટા, પાલક, વેજિટેબલ સૂપ, બનાવીને પીવો. તેમજ તેમાં ચપટી તીખાનો ભૂકો પણ નાખી શકાય છે.
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી