બે ચોરો એ વટાવી નાખી હદ ! કરી 550 કિલો ડુંગળીની ચોરી, શા માટે કરી જાણીને ચોંકી જશો.

આપણે આજ સુધી સાંભળ્યું છે કે, લોકો સોનાની ચોરી કરે, હીરાની ચોરી કરે, પૈસાની ચોરી કરે અથવા કોઈ પણ કિંમતી સામાનની ચોરી થતી હોય છે. પરંતુ પુણેમાં એક એવી ઘટના બની છે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. બે ચોર દ્વારા એવી વસ્તુની ચોરી કરવામાં આવી છે જે કોઈ વિચારી પણ ન શકે. તો ચાલો જાણીએ કંઈ વસ્તુની એ ચોરોએ કરી છે ચોરી.

દેશના મોટાભાગના હિસ્સાઓમાં હાલના સમયમાં ડુંગળીની કિંમતો આસમાન પર પહોંચી ચુકી છે. ડુંગળીને લઈને હાલાત એવા થયા છે કે, ડુંગળી 100 રૂપિયા પ્રતિકિલો ભાવ સુધી પહોંચી ગઈ છે. તેવામાં લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ હવે ચોર પણ પોતાનો નફો કમાવવાનું વિચારી રહ્યા છે. ચોરોએ પુણેમાં સ્થિત એક ગોદામમાં ધાવા બોલીને ત્યાંથી 550 કિલો ડુંગળીની ચોરી કરી લીધી છે. જો કે ત્યાર બાદ એક ચોર પકડાય ગયો હતો, જ્યારે એક હજુ પણ ફરાર છે.

આ ઘટના પુણેના મોજે દેવલજી ગામમાં બની છે. ગામના કિસાનો અનુસાર, તે લોકોએ રાત્રે ગોદામમાં ડુંગળીના 38 બોરા રાખ્યા હતા. ત્યાર બાદ ડુંગળીની વધતી કિંમતોને ધ્યાનમાં રાખતા બધા જ લોકોએ નક્કી કર્યું કે આ ડુંગળીની રખેવાળી બધા બે-બે કલાક સુધી કરશે. રાત્રે એક વાર જ્યારે એક કિસાને ગોદામની તપાસ કરી, તો ત્યાં એક બાઈક અને એક લોડર રાખી દીધું હતું. ત્યાં બે લોકો ડુંગળીના બોરાને લોડરમાં નાખી રહ્યા હતા.ત્યાં હાજર બધા કિસાનોએ ચોરીની આશંકા ધ્યાનમાં શોર મચાવી દીધો હતો. તેનાથી ગામના લોકો એકત્રિત થવા લાગ્યા, પરંતુ ગામ લોકો આવે એ પહેલા એક ચોર ભાગી ગયો, જ્યારે બીજા ચોરને ખેડૂતોએ પકડી લીધો હતો. ત્યાર બાદ કિસાનોએ તે ચોર પોલીસ હવાલે કરી દીધો હતો. પોલીસે બંને ચોરની ઓળખ મેળવી લીધી છે. તેમાંથી એક ચોરનું નામ છે સંજય પરાધી અને બીજાનું નામ છે પોપટ કાલે. કિસાનો અનુસાર ગોદામમાંથી 10 બોરા ગયાબ છે.

પોલીસનું કહેવું છે કે, ગોદામમાંથી ડુંગળી ચોરી કરવાના આરોપમાં બંને પર નારાયણપુર પોલીસ સ્ટેશનમાં વિભિન્ન ધારાઓના કેસ દર્જ કરવામાં આવ્યા છે. એક ચોરને ગિરફ્તાર કરી લેવામાં આવ્યો છે અને બીજાની તલાશ જારી છે. જલ્દી જ તેને પણ ગિરફ્તાર કરી લેવામાં આવશે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment