કોરોનાથી બચવા આટલી વસ્તુને સ્પર્શ કરતા રાખો સાવચેતી ! કોરોના તમારાથી રહેશે કોસો દુર.

ઘર હોય કે બહાર હોય કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી શકે છે, એટલે કે કોરોનાની સામે કોઈ પણ વ્યક્તિ સુરક્ષિત નથી. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, કોરોના વાયરસ એક સપાટી પરથી બીજી સપાટી પર ખુબ જ ઝડપથી અને સરળતાથી પહોંચી જાય છે. આ અભ્યાસ ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકે કર્યો છે. ચિંતાની વાત એ છે કે, આ સપાટી એવી છે જેના ઉપયોગ આપણે આપણા રોજબરોજના કાર્યમાં કરીએ જ છીએ. તો આવો જાણીએ કંઈ સપાટી છે, જેના અડવાથી સૌથી વધારે કોરોનાનું સંક્રમણ ફેલાય છે.

પબ્લિક ટ્રાન્સપોર્ટની બારીઃ મેટ્રો અને બસ જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટની સેવાઓ શરૂ થઈ ચુકી છે. સ્ટડીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની બારીઓ અને પોલ્સના સૌથી વધારે લોકો સંક્રમિત થયા છે, બારીઓ અને થાંભલા સ્ટીલ કે કાંચ જેવા મટીરિયલ દ્વારા બનેલા હોય છે. જેના દ્વારા સપાટી પર વાયરસ સરળતાથી ચોંટી જાય છે. ચઢવા-ઉતરવા દરમિયાન ઘણા યાત્રીઓ આ સપાટીને અડે છે. જેના કારણે તેઓ સંક્રમિત થઈ જાય છે. પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતી વખતે કોઈ પણ પ્રકારની સપાટી કે વસ્તુ અડવાથી બચવું જોઈએ.

ચલણી નોટઃ આ અભ્યાસ અનુસાર કોરોના વાયરસ 20 ડિગ્રી તાપમાનમાં, 28 દિવસ સુધી ચલણી નોટો પર રહે છે. ચલણીનોટના લેણ-દેણ દ્વારા વાયરસ એકથી બીજા સુધી ફેલાવાનો ભય રહે છે, આવા સમયે શક્ય હોય એટલું પ્લાસ્ટિક મનીનો ઉપયોગ કરો. તેનાથી તમે વાયરસ પોતાના સુધી પહોંચતો અટકાવી શકો છો.ફોનની સ્ક્રીનઃ ફોન આપણા જીવનની એક જરૂરિયાત છે અને આપણે જ્યાં જઈએ છીએ ત્યાં ફોન જરૂર હોય છે. ઘણા લોકો તો વોશરૂમમાં પણ ફોનને સાથે લઈને જ જાય છે. ફોનની સ્ક્રીન પર વાયરસ સરળતાથી ચોંટી જાય છે. આપણી આંગળીઓ વધારે સમય ફોનની સ્ક્રીન પર રહે છે. જેના કારણે ફોનની સ્ક્રીન પર ચોંટેલો વાયરસ ફેલાવવાનો ભય રહે છે. તેથી ફોનની સ્ક્રીનને થોડા થોડા સમયે સેનેટાઇઝરથી સાફ કરતા રહો.

હોસ્પિટલનો વેટિંગરૂમઃ સામાન્ય રીતે આ સમયે હોસ્પિટલોમાં સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે તેમ છતાં હોસ્પિટલના વેટિંગરૂમમાં સંક્રમણની સંભાવના વધારે રહે છે. વેટિંગરૂમમાં લોકોની સંખ્યા વધારે હોય છે અને લોકો બહારથી આવતા-જતા રહે છે. જેના કારણે આ વાયરસ ફેલાવાનો ભય વધારે હોય છે. આ સમય હોસ્પિટલમાં જરૂર વિના અવર-જવર કરવાનું ટાળવું જોઈએ. જો હોસ્પિટલ જવું પડે તો કોઈ પણ જગ્યાએ ન અડો તથા માસ્ક, ફેસ, શિલ્ડ, સેનેટાઇઝર અને ગ્લવ્ઝનો ઉપયોગ જરૂરથી કરો.ATM નું સ્ક્રીન અને બટનઃ ATM ના બટન, સ્ક્રીન પર કિટાણુ સરળકાથી રહે છે. પૈસા કાઢવા માટે દરેક લોકો ATM નો ઉપયોગ કરે છે. જેના માટે તેની સ્ક્રીન અને બટનને અડવું પડે છે  તેનાથી સંક્રમણ ફેલાવવાનો ભય વધારે રહે છે. તેથી ATM થી પૈસા કાઢવાના બદલે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરો. જો ATM પર જવુ જરૂરી હોય તો ગ્લવ્ઝ પહેરો, ઘરે આવીને હાથ તરત ધોઇ લો ઉપરાંત હાથ સતત સેનેટાઇઝ કરતા રહો.

સ્ટેનલેસ સ્ટીલઃ અભ્યાસ દ્વારા જાણવા મળ્યું કે વધારે હીટ પર વાયરસ વધારે સમય સુધી ટકતુ નથી. પરંતુ સ્ટેનલેસ સ્ટીલ પર સરળતાથી કલાકો સુધી રહે છે. રસોડામાં ઉપયોગ થતા મોટાભાગના વાસણો સ્ટીલના હોય છે. તેવામાં સંક્રમણનો ભય વધારે રહે છે. તમારા રસોડામાં રાખેલા સ્ટીલના વાસણોને ધોઇને જ ઉપયોગમાં લો.ઘરની અંદર પણ કોરોના વાયરસથી બચોઃ પોતાના ઘરની સારી રીતે સાફ-સફાઈ કરો. રોજ નિયમિત રીતે ઘરને સેનેટાઇઝ કરો. તમે બહાર જઈને ઘરે આવ્યા છો તો ઘરની કોઈ પણ વસ્તુને અડ્યા વિના પહેલા સાબુથી હાથ ધોઇ લો અને કપડા બદલી લો. પોતાના ઘરમાં વેંટિલેશન સિસ્ટમ રાખો. ઘરની બારીઓની ખુલી રાખો જેથી તાજી હવા અને સૂર્યપ્રકાશની રોશની ઘરની અંદર આવી શકે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment