ભયાનક ઝડપથી ફરી રહી છે ધરતી, હવે 24 કલાક પૂરી થાય એ પહેલા મારી દે છે રાઉન્ડ. જાણો સંપૂર્ણ માહિતી…

મિત્રો તમે જાણો છો કે, આપણી ધરતી સૂર્યની આસપાસ ચક્કર લગાવે છે. જેમાં તેને 24 કલાકનો સમય લાગે છે. પણ હાલ વૈજ્ઞાનિકો ખુબ જ હેરાન છે કે, આપણી ધરતી ખુબ જ ઝડપથી સૂર્યની આસપાસ ચક્કર લગાવી રહી છે. જેની અસર કદાચ ધરતી પર વસતા લોકો પર થઈ શકે છે. તો આજે અમે તમને જણાવશું કે તેની પાછળનું કારણ શું છે ? શા માટે આવું થઈ રહ્યું છે ? ચાલો તો આ સવાલોના જવાબ મેળવી લઈએ.

તમે જણાવી દઈએ કે, એક રિપોર્ટ દ્વારા એવું જાણવા મળ્યું છે કે, 19 જુલાઈ 2020 નો દિવસ એ અત્યાર સુધીનો સૌથી નાનો દિવસ હતો. આ દિવસે ધરતી પોતાની મૂળ ધરી પર 1.4602 મિલી સેકંડ પહેલા આવી ગઈ હતી. વર્ષ 2020 ના મધ્યથી પૃથ્વી દરરોજ પોતાના 24 કલાકના ચક્કર ને ૦.5 મિલી સેકન્ડ પહેલા જ પૂરો કરી રહી છે. એટલે કે આપણા 24 કલાકમાં ૦.5 મિલી સેકંડ ઓછી થઈ રહી છે.

જો કે આપણે જાણીએ છીએ કે, આપણી ધરતી એ હંમેશા ફરતી રહે છે. તેને પોતાની ધરી પર ચક્કર લગાવવા માટે 24 કલાકનો સમય લાગે છે. પરંતુ હાલમાં વૈજ્ઞાનિકો એ ખુબ હેરાન કરનારી વાતનો ખુલાસો કર્યો છે. તમને જણાવી દઈએ કે, વૈજ્ઞાનિકોના કહ્યા મુજબ હાલમાં ધરતી ખુબ ઝડપથી ફરી રહી છે અને 24 કલાક કરતા ઓછા સમયમાં પૃથ્વી એક ચક્કર લગાવે છે. જે છેલ્લા 50 વર્ષમાં ક્યારેય નથી બન્યું.આમ આવી જ રીતે ધરતીનું આટલી ઝડપથી ફરવું એ વાત વૈજ્ઞાનિકોને હેરાન કરી દે છે. એક રિપોર્ટ અનુસાર આમ ધરતીનું ઝડપથી ફરવું એ વર્ષ 2020 ના મધ્ય ભાગથી શરૂ થયું છે. જેના કારણે વૈજ્ઞાનિકોએ એટોમિક ક્લોકનો સમય પણ બદલાવો પડશે. એક અન્ય રિપોર્ટ અનુસાર ડાટા કલેક્શનના હિસાબ પ્રમાણે 19 જુલાઈ 2020 નો દિવસ સૌથી નાનો દિવસ હતો. આ ધરતી પોતાની ધરી પર 1.4602 મિલી સેકંડ પહેલા આવી ગઈ હતી. તેવામાં ઘડિયાળમાં હવે નેગેટીવ  લીપ સેકંડ જોડવી પડશે.

વર્ષ 1970 થી અત્યાર સુધીમાં કુલ 27 લીપ સેકંડ જોડવામાં આવી છે. 2020 ના મધ્યથી પૃથ્વી દરરોજ પોતાના 24 કલાકના ચક્કર ને ૦.5 મિલી સેકંડ પહેલા પૂરો કરી લે છે. એટલે કે આપણા 24 કલાકમાં ૦.5 મિલી સેકંડ ઓછી થઈ રહી છે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે, આ પહેલા 2020 પહેલા વર્ષ 2005 માં સૌથી નાનો દિવસ માપવામાં આવ્યો હતો. પણ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, છેલ્લા એક વર્ષમાં આ રેકોર્ડ 28 વખત તુટ્યો છે.જો કે સામાન્ય માણસને આમ સમયની ખબર નહિ પડે. આ માત્ર એટોમિક ક્લોક દ્વારા જાણી શકાય છે. પણ તમને એ જણાવી દઈએ કે, આ રીતે ૦.5 મિલી સેકંડ ઓછી થવાથી ઘણી મુશ્કેલી આવી શકે છે. જેમ કે કમ્યુનીકેશન સિસ્ટમમાં સમસ્યા આવી શકે છે. તેનું કારણ એ પણ છે કે, આપણા સેટેલાઈટ અથવા બીજા સંચારથી જોડાયેલ યંત્ર સૂર્યના સમયના હિસાબે એટલે કે સોલાર ટાઈમ પ્રમાણે સેટ થાય છે.

આ સિવાય આ રીતે ઓછો સમય થવાથી વૈજ્ઞાનિકોમાં ચિંતા થઈ રહી છે. નેશનલ ફિઝીકલ લેબોરેટરીના વરિષ્ઠ વૈજ્ઞાનિકના કહ્યા અનુસાર, જે રીતે ધરતીની ફરવાની ગતિ વધી રહી છે તે રીતે જોતા લોકોને નેગેટીવ લીપ સેકંડ સમયમાં જોડવી પડશે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment