મિત્રો તમે તમારા રસોઈ ઘરમાં એલચીનો ઉપયોગ તો કરતા જ હશો. તેના ઘણા ફાયદાઓ છે. એલચીનું કદ રસોઈના મસાલાઓમાં નાનું છે પણ તેની સુગંધ ખુબ હોય છે. એલચીનો ઉપયોગ ખાવાથી લઈને ચા અને અન્ય પણ ઘણી રસોઈમાં કરવામાં આવે છે. પણ આ નાની એલચી એ ખાલી સ્વાદ આપવા માટે જ નહિ, પરંતુ તેનાથી વધારે શરીરને સારું રાખવા માટે ઘણી ફાયદાકારક માનવામાં આવે છે. અત્યારે બજારમાં પણ એલચીના ઘણા પ્રકારના મુખવાસ અને પાનમસાલામાં પણ એલચીનો ઉપયોગ કરવામાં આવે છે. એલચીનું સેવન સામાન્ય રીતે મોઢું ચોખ્ખું કરવા માટે કે મસાલાના રૂપે કરવામાં આવે છે.
એલચી બે પ્રકારની આવે છે નાની ઈલાયચી અને મોટી ઈલાયચી. મોટી ઈલાયચીને આપણે ખાવાનું ટેસ્ટી બનાવવા માટે મસાલા તરીકે ઉપયોગ કરીએ છીએ, આમ તો નાની ઈલાયચી પણ તેવી રીતે જ કામ કરે છે. પણ એલચીના ઘણા બીજા પણ ફાયદા છે. એલચીને જો મોં માં દબાવી દેવામાં આવે તો તેના 6 પ્રકારના અદ્દભુત અને ચમત્કારિક ફાયદા થાય છે. તો ચાલો જાણીએ શું શું થાય છે ફાયદા….
પહેલા તો એલચી એ તમને શરદી અને ઉધરસથી છુટકારો મેળવવા માટે મદદ કરે છે અને એ સિવાય તે શ્વસનતંત્રની સમસ્યામાં પણ ગુણકારી છે. આયુર્વેદિક ઉપચાર અનુસાર જો પાણીમાં એલચીનો ભૂકો અને મધ બંને મિક્સ કરીને તે પાણીનું સેવન કરવાથી દરેક પ્રકારના વાયરસની બીમારીથી બચી શકાય છે. એલચીની સાથે મધથી પણ ખુબ જ ફાયદો થાય છે.જો તમને ગાળામાં કોઈ તકલીફ હોય કે દુઃખાવો રહેતો હોય તો સવારે ઉઠીને અને રાત્રે સુતી વખતે હુંફાળા પાણી સાથે એલચી લેવાથી ગળાના દુઃખાવામાં ઘણી રાહત મળે છે. રાતે એક ઈલાયચી દાંતમાં દબાવીને રાખવાથી આપણા મોઢાની દુર્ગંધની સમસ્યા દુર થાય છે. આમ પણ નાની એલચીનો મૌઉથફ્રેશનર બનાવવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે.
એલચીનું સેવન શ્વાસની બીમારીમાં પણ લાભદાયક રહે છે. જે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય એટલે કે જે લોકોને અસ્થમા છે, તેવા લોકો એલચીનું સેવન કરે તો શ્વાસ લેવામાં થતી તકલીફ દુર થાય છે. આ રીતે જે લોકોને ફેફસામાં કોઈ પ્રકારનું ઇન્ફેકશન હોય તો તેવા ઇન્ફેકશનને એલચી ખાઈને દુર કરી શકાય છે. જ્યારે પણ એલચીનું રાત્રે સેવન કરો ત્યારે જરાક હુંફાળા પાણી સાથે કરવાથી વધારે રાહત મળે છે. જે લોકોને પાચનમાં તકલીફ હોય તો તેના માટે પણ એલચી ફાયદાકારક છે. જે લોકોને પેટમાં ગેસ કે અન્ય કોઈ તકલીફ હોય તેવા લોકોએ પોતાના ખાવામાં એલચીનો સમાવેશ કરવો જોઈએ. એલચી ખાવાથી પાચનતંત્ર સારું બને છે. એલચીનું સેવન કરવાથી એસીડીટી, કબજિયાત, પેટના દુઃખાવામાં પણ ઘણી રાહત મળે છે. આવી તકલીફોમાં પોતાના દરેક ખોરાકમાં એલચીનો વધારે ઉપયોગ કરવો જોઈએ તેનાથી જલ્દી રાહત મળે છે.
એલચી દાંતના દુઃખાવાને દુર કરવામાં મદદ કરે છે. જેમ કે, દાંતનો દુઃખાવો, દાંતમાં ઇન્ફેકશન લાગવું, લોહી નીકળવું, આવી દરેક તકલીફોમાં એલચીના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો એલચી એક તેલની રીતે પણ ઘણો ફાયદો કરે છે. દાંતની તકલીફમાં રાતે સુતી વખતે એલચીના તેલને લાગવાથી ઘણી રાહત મળે છે.મિત્રો જો તમને મુસાફરી કરતી વખતે ઊલટી થવાની તકલીફ હોય ત્યારે એલચીનો ઉપયોગ કરવો. ઘણા લોકોને ગાડી કે બસમાં મુસાફરી કરતા સમયે ઊલટી થવાની તકલીફ થતી હોય છે. આવા લોકોએ મુસાફરી કરવાના એક કલાક પહેલા એક એલચી મોઢામાં રાખીને મુસાફરી કરવી જોઈએ, તેનાથી ઊલટી થવાની તકલીફ દુર થાય છે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી