હૃદયની સ્વસ્થતા જાણવા માટે કરો આ એક પ્રયોગ, 1 મિનિટમાં જ ખબર પડી જશે મજબૂત છે કે નબળું…

મિત્રો તમારે તમારા હૃદયની સેહ્દ વિશે જાણકારી મેળવવી હોય તો તમે જાતે જ કરી શકો છો. તેમાં તમારે વધુ કંઈ નથી કરવાનું. પગથીયા ચડીને તમે આસાનીથી તમારા હૃદયના સ્વાસ્થ્ય વિશે જાણી શકો છો. સ્પેન યુનિવર્સિટી હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડો. જિસસ પેટેરીયોએ હૃદયની સ્વસ્થતા જાણવા માટે સૌથી આસન ઉપાય જણાવ્યો છે. ડો. જિસસના જણાવ્યા અનુસાર, જો કોઈ વ્યક્તિ એક મિનીટમાં 15-15 પગથિયામાં ચાર સેટ એટલે કે 60 પગથિયા ચડે છે તો તેનો મતલબ છે કે તેનું હૃદય બરોબર કામ કરે છે.

165 યુવાનો પર કરવામાં આવ્યું અધ્યયન :

165 યુવાનોને ટ્રેડમિલ પર દોડાવી અને પગથિયા ચડાવીને તેનું મેટાબોલિક ઈક્વીવેલેન્ટ્સ (MET) માપવામાં આવ્યા. એવા યુવાનો જે 40 થી 45 સેકંડમાં પગથિયા ચડી ગયા તેનું MET 9 થી 10 અથવા તેનાથી વધુ હતું. ઘણા રિચર્સમાં સાબિત થઈ ચુક્યું છે કે, એકસરસાઈઝ ટેસ્ટ દરમિયાન જે લોકોનું MET 10 રહે છે તેમાં મૃત્યુદર અન્યની તુલનામાં પ્રતિવર્ષ 1% ઓછું રહ્યું.

હૃદયને સ્વસ્થ રાખવા કંઈ ઉંમરમાં, ક્યારે અને કંઈ એકસરસાઈઝ કરવી :

20 વર્ષની ઉંમર સુધી દોડો, રમત રમો, એરોબિકસ કરો, તેનાથી તમારું હૃદય વધુ પંપ કરે કરશે. આ ઉંમરમાં દોડવું, સાયકલ ચલાવવી, રમતોથી મજબુત હૃદયનો પાયો નખાય છે. આ પ્રકારની એકસરસાઈઝ હૃદયને પંપ કરે છે. બાળકોને દરરોજ દોડવા, કુદવા અને રમવા માટે સારો સમય મળવો જોઈએ. 6 થી 17 વર્ષના બાળકોએ દરરોજ ઓછમાં ઓછું 1 કલાક શારીરિક ગતિવિધિ કરવી જોઈએ. પછી એ સ્કુલમાં કરે કે ઘરમાં કરે, અથવા તો કોઈ મેદાનમાં જઈને કરે. હાર્ટ માટે આ ઉંમરમાં બાળકો એરોબિક એક્ટીવીટી પણ કરી શકે છે.21 થી 40 વર્ષ સુધીના લોકોએ અઠવાડિયામાં 5 દિવસ આ વ્યાયામ :

20 ની ઉંમરમાં શરીર મજબુત અને લચીલું હોય છે. ફિટનેસનો પાયો મજબુત કરવા માટેનો આ સમયે ખુબ જ બેસ્ટ છે. મિત્રો સાથે શારીરિક શ્રમ થાય એવા ખેલ રમવા, જેમ કે ટેનિસ અથવા રોકેટબોલ. ખેલમાં હાઈકિંગ અથવા બાઈકિંગ, સ્વિમિંગ પણ શામિલ કરો. અઠવાડિયામાં ઓછામાં ઓછા 5 દિવસ, 60 મિનીટ વ્યાયામ જરૂર કરો. 30 વર્ષની ઉંમર બાદ વજન કંટ્રોલ કરવું ખુબ જ જરૂરી છે.

કેમ કે આ ઉંમર બાદ શરીરના હાડકા કમજોર થવા લાગે છે. એટલા માટે હાડકાને મજબુત બનાવવા માટે આ સૌથી સારો સમય છે. તેના માટે રોજ વેટલિફ્ટિંગ કરો. આ કાર્ડિયોવસ્કુલર વર્કઆઉટથી હૃદયની ગતિ વધે છે. બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું સ્તર બહેતર થશે.41 થી 60 વર્ષ સુધીના લોકો શરીરના ધીમું થતા રોકો :

40 વર્ષની ઉંમર બાદ શરીરમાં સ્વાભાવિક રૂપે કમજોરી આવવાની શરૂ થઈ જાય છે. આપણી માંસપેશીઓમાં નબળાઈ જોવા મળે છે. પુરુષ અને મહિલા બંનેના હોર્મોનના સ્તરમાં ગિરાવટ આવે છે. હાર્ટની બીમારીનો ખતરો પણ વધી જાય છે. તેની સામે ટક્કર આપવાનો સૌથી સારો રસ્તો છે એકસરસાઈઝ. અઠવાડિયામાં ઓછામાં ઓછું 3 થી 5 વાર કાર્ડિયો વર્કઆઉટ જરૂર કરો. જો તમારા સાંધામાં દુઃખાવો થવા લાગ્યો હોય તો તમે સાયકલિંગ અને સ્વિમિંગ કરો. જ્યારે 50 ની ઉંમર વટાવી જાવ તો રોજિંદા હાથ અને પગમાં દુઃખાવાની શિકાયત સામાન્ય રીતે થવા લાગે છે. આ ઉંમર બાદ પાચન શક્તિની ક્ષમતા ધીમી થઈ જાય છે, તેના કારણે આસાનીથી વજન વધી શકે છે. માટે એકસરસાઈઝ તેનાથી બચાવે છે.60 વર્ષ પછી :

શોધકર્તાઓએ જણાવ્યું કે, જે લોકો ઉંમર વધવા પર શારીરિક ગતિવિધિઓ કરવાનું ઓછું કરે છે તેને હાર્ટ સાથે જોડાયેલી બીમારીઓનો 27% ખતરો વધી જાય છે. જ્યારે જે લોકો શારીરિક ગતિવિધિઓ શરૂ રાખે છે, તેમાં જોખમ 11% સુધી ઓછું થઈ જાય છે. આ ઉંમરમાં બ્રીસ્ક વોકિંગ, વેટલિફ્ટિંગ, ડાન્સિંગ, ગાર્ડનીંગ, યોગ કરવા. તાણવથી દુર રહેવું જોઈએ. તણાવથી શરીરમાં એન્ડ્રેનેલિન જેવા હોર્મોન રિલીઝ થાય છે. જે ધમનીઓને પાતળી બનાવે છે અને બ્લડ પ્રેશર વધે છે. યોગ કરવાથી તણાવ ઓછો થાય છે. માટે અઠવાડિયામાં 5 દિવસ એકસરસાઈઝ કરવાથી શરીરમાં સ્ફૂર્તિ બની રહે છે અને માંસપેશીઓ અને હાડકા પણ મજબુત બને છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment