મિત્રો આજના સમયની સૌથી મોટી કોઈ પરેશાની છે તો તે છે લોકોને થતો કમરનો દુખાવો. તેમાં પણ ખાસ કરીને સ્ત્રીઓને આ તકલીફ વધુ રહે છે. જેનું કારણ શાયદ તેની જીવનશૈલી હોઈ શકે છે. જે પણ હોય પણ જો તમે પણ આ કમરના દુખાવાથી પરેશાન છો તો તેના માટે એમ કહેવામાં આવ્યું છે કે કમર દર્દ માટે ભુજંગાસન ખુબ જ અસરકારક છે. એ કઈ રીતે ચાલો તો તેના વિશે વિસ્તારથી જાણી લઈએ.
આમ જોઈએ તો કમરનો દુખાવો આજે દુનિયાભરમાં લાખો વ્યક્તિને પ્રભાવિત કરી રહ્યો છે. આપણે ઓફિસમા કલાકો સૂધી એક જ અવસ્થામાં બેસીને કામ કરીયે છીયે, વધારે વજનવાળો સામાન ઉપાડવાથી, તનાવગ્રસ્ત માંસપેશિયો, માંસપેશિયોમાં એંઠણ, માંસપેશિયોમાં તણાવ અથવા તો ક્યારેક પડવાથી પણ કમરના દુખાવાની પરેશાનીનું કારણ બની શકે છે. કમરમાં દુખાવો થવાથી કેટલીક વખત લોકો પેન કીલરની દવા ખાય છે, પરંતુ થોડા સમય પછી આ દુખાવો શરુ થઇ જાય છે. જો તમને પણ કમરના દુખાવો થતો હોય તો તો તમે દવા લેવાની જગ્યાએ ભુજંગઆસાન કરો. અને થોડા ઘરેલુ ઉપાય અપનાવો. કમરના નીચેના ભાગમાં દુખાવોમા રાહત અપવામા ભુજંગાસાન ખૂબ જ ઉપયોગી છે.
મિત્રો આ આસન ખુબ સરળ છે તેમજ તે કમરના દુખાવામાં ખુબ અસર કરે છે. ભુજંગાસન કમરના દુખવાથી રાહત અપાવે છે. આ સર્વાઈકલ અને કમરના દુખાવા માટે ખૂબ જ લાભદાયી છે. આ આસન કરવાથી પેટ પર વજન પડવાથી પાચન સંબધિત રોગ પણ દૂર થાય છે.
ભુજંગાસન કરવાની રીત
- સૌથી પેહલા પેટ પર ઉધા સુઈ જવું.
- ઝડપથી શ્વાસ ભરતા કમરથી ઉપરનો ભાગ આગળની તરફ ઉઠાવો.
- ધ્યાન રાખવું કે તમારા પગ એકબીજા અડે નહિ.
- હવે તમારી ગરદનને પાછળની તરફ વાળો અને થોડો સમય આ રીતે જ રહો.
- શ્વાસ છોડતા છોડતા ફરી ધીરેધીરે પાછું આવવું.
- પોતાની ગરદન પાછળ જ રાખવી અને ધીરે ધીરે પેહલા છાતી અને પછી માથાને પણ જમીન પર અડાડી દો. આ આસન તમને કમરના દુખાવાથી રાહત અપાવે છે. આ આસન કરવાથી બોડી એકદમ પરફેક્ટ રહે છે. કમરના દુખાવાથી છુટકારો મળે છે.
કમરના દુખાવા માટે મીઠાનો શેક કરવો : મિત્રો જો તમે અતિશય કમરનો દુખાવો હોય તો તેના માટે તમે કાળા મીઠાના શેકથી કમરનો દુખાવો સારો થાય છે. આ માટે પહેલા કાળા મીઠાને તવા પર ગરમ કરવું અને પછી આ મીઠાને એક કપડામાં બાંધીને પાછળના ભાગ પર મૂકી દેવું. જ્યાં તમને દુખાવો થતો હોય ત્યાં મીઠાથી શેક કરવાથી માંસપેશિયોને આરામ મળે છે. અને દર્દમાં રાહત મળે છે.
ગરમ પાણી અને બરફથી શેક કરવો : જો તમને કમરના નીચેના ભાગમાં દુખાવો થતો હોય તો તમે ગરમ પાણીથી શેક કરી શકો છો. ગરમ પાણી સિવાય તમે ઈચ્છો તો તમે બરફથી શેક કરી શકો છે. બરફથી શેક કરવા માટે તમે થોડા બરફના ટુકડા લઈ તેને કોઈ મોટા કપડાંમાં બાધી દો અને પછી આ કપડાથી કમરનો શેક કરવો.
કમરના દુખાવા માટે તેલ માલિશ કરો : કમરના જે ભાગમાં દુખાવો થતો હોય ત્યાં તમે તેલથી તેલ માલિશ કરો. તમે દુખાવા માટેનું તેલ ઘરે પણ તૈયાર કરી શકો છો. તમે સરસોનાં તેલમાં થોડા લવિંગ, અજમો અને લસણ નાખીને ઉકાળી લો. અને ઠંડુ થતાં બોટલમાં ગાળીને સ્ટોર કરી લો. આ તેલનો ઉપયોગ તમે દુખાવાથી રાહત મેળવા કરી શકો છો.
કમરના દુખાવાથી રાહત મેળવા મેથીના તેલથી માલિશ કરવું. મેથીનું તેલ બનાવા માટે સરસોના તેલમાં મેથીના દાણા નાખીને કાળું થાય ત્યાં સુધી ઉકળવા દેવું. જ્યારે આ સારી રીતે તેલ ઉકળી જાય એટલે તેને એક શિશિમાં ભરી લો. રોજ આ તેલથી માલિશ કરવાથી દુખાવો દૂર થાય છે.
કમરનો દુખાવો દૂર કરવા માટે અજમો પણ રાહત આપે છે. એને માટે અજમાને તવા પર થોડું ગરમ કરવું અને આને ચાવીને ખાવાથી પણ કમરનો દુખાવો દૂર થાય છે.
તલના તેલથી પણ કમર દર્દમાં રાહત મળે છે. તલનું તેલ ખૂબ ગરમ હોય છે જેનાથી માંસપેશીયોને આરામ મળે છે. કમરનો દુખાવો થવાથી આ તેલથી માલિશ કરવાથી ફાયદો મળે છે. અને સાથે આસન કરવું ખૂબ લાભદાયી નીવડે છે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી