ચહેરાની સુંદરતા નિખારવાનો ગજબ નો ઉપચાર, ચહેરાની ત્વચા બનાવી દેશે એકદમ સુંદર, મુલાયમ અને ચમકદાર.

દરેક યુવતી એવું ઈચ્છે છે કે પોતે સુંદર દેખાય. ચહેરાને સુંદર બનાવવા માટે તેઓ અલગ અલગ પ્રકારના પ્રોડક્ટ નો ઉપયોગ પણ કરે છે. પરંતુ જ્યારે તમે તમારા ચહેરાની સુંદરતાને વધારવા માટે કુદરતી ઉપચાર શોધી રહ્યા હોવ તો વિટામીન ઈ કેપ્સુલનો ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક રહેશે. વિટામિન ઈ કેપ્સ્યુલ એક પ્રકારની એન્ટિઓક્સિડન્ટ છે. આ ચહેરાની ત્વચાને ફ્રી રેડીકલ્સથી બચાવે છે. સાથે જ ત્વચાને સુરજના હાનીકારક કિરણોથી થતા નુકસાનથી પણ બચાવે છે.

વિટામીન ઈ કેપ્સ્યુલ ત્વચાને પોષણ પ્રદાન કરે છે. હાઇડ્રેટ બનાવે છે અને ત્વચામાં નિખાર લાવે છે. તેની સાથે જ જો તમે વિટામિન ઈ કેપ્સુલ ને ચહેરા પર લગાવશો તો ડાઘ ધબ્બા થી પણ છુટકારો મળશે. ચહેરાની ત્વચાની રંગતમાં સુધાર થશે. સાથે  ચહેરાની ડીપ ક્લિનઝિંગ પણ થશે. તેથી તમારે પણ તમારા ચહેરા પર વિટામિન ઈ કેપ્સુલ જરૂર લગાવવી જોઈએ. હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે ચહેરા પર વિટામીન ઈ કેપ્સ્યુલ કેવી રીતે લગાવવી? તો આજે આપણે આ લેખના માધ્યમથી ચહેરા પર વિટામીન ઈ કેપ્સુલ નો કેવી રીતે ઉપયોગ કરી શકાય તે જાણીશું.

ચહેરા પર વિટામિન ઈ કેપ્સ્યુલ કેવી રીતે લગાવવી? 

1) વિટામિન ઈ કેપ્સુલ અને એલોવેરા:- તમે ચહેરા પર વિટામીન ઈ કેપ્સુલ ને એલોવેરા જેલ સાથે મેળવીને લગાવી શકો છો. તેના માટે તમે વિટામીન ઈ કેપ્સુલ માંથી ઓઇલ કાઢી લો. હવે તેમાં એલોવેરા જેલ નાખો. આ બંનેને સરસ રીતે મિક્સ કરી લો. તમે આ પેસ્ટને તમારા આખા ચહેરા અને ગરદન પર લગાવો. 20 મિનિટ પછી ચહેરાને તાજા પાણીથી ધોઈ લો. વધુ સારા પરિણામ માટે તમે વિટામિન ઈ કેપ્સુલ અને એલોવેરાને અઠવાડિયામાં બે વાર લગાવી શકો છો. તેનાથી તમને ડ્રાઇનેસથી છુટકારો મળશે.

2) વિટામિન ઈ કેપ્સુલ અને લીંબુનો રસ:- તમે વિટામિન ઈ કેપ્સુલ ના ઓઇલમાં લીંબુનો રસ મેળવીને પણ ચહેરા પર લગાવી શકો છો. તેના માટે તમે વિટામિન ઈ કેપ્સ્યુલ નું ઓઇલ કાઢી લો. તેમાં લીંબુનો રસ નાખો અને બંનેવને સરસ રીતે મિક્સ કરી લો. હવે તમે આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવી લો. આઠ થી દસ મિનિટ બાદ ચહેરાને તાજા પાણીથી ધોઈ લો. તમે આ પેસ્ટને અઠવાડિયામાં એકવાર લગાવી શકો છો. જો તમારી ત્વચા સેન્સેટિવ હોય તો લીંબુના રસનો ઉપયોગ કરવાથી બચવું.3) વિટામિન ઈ કેપ્સ્યુલ ચહેરા પર સીધી લગાવો:- જો તમારી સ્કિનને એલોવેરા જેલ કે લીંબુનો રસ સૂટ ન કરતો હોય તો તમે વિટામીન ઈ કેપ્સ્યુલને સીધી રીતે જ તમારા ચહેરા પર લગાવી શકો છો. તેના માટે તમે સૌથી પહેલા તમારા ચહેરાને સરસ રીતે ધોઈને લૂછી લો. હવે તમારા હાથો પર વિટામિન ઈ કેપ્સ્યુલનું ઓઇલ લઈ લો. તેને તમારા ચહેરા પર લગાવો અને હળવા હાથથી મસાજ કરો. જો તમારી ત્વચા પર વિટામીન ઈ લગાવ્યા બાદ સારું રિઝલ્ટ જોવાય તો તમે દરરોજ પણ વિટામીન ઈ ને ચહેરા પર લગાવી શકો છો 

4) વિટામિન ઈ કેપ્સુલ અને નળિયેર તેલ:- તમે તમારા ચહેરા પર વિટામિન ઈ કેપ્સ્યુલ માં નાળિયેર તેલ પણ મિક્સ કરીને લગાવી શકો છો. તેના માટે તમે વિટામીન ઈ કેપ્સુલના કેટલાક ટીપાં લો. તેમાં નાળિયેરનું તેલ નાખો અને મિક્સ કરીને ચહેરા પર લગાવો. 20 થી 25 મિનિટ બાદ ચહેરાને તાજા પાણીથી ધોઈ લો. તમે વિટામીન ઈ અને નાળિયેર તેલની ચહેરા પર માલિશ પણ કરી શકો છો. તેનાથી તમારા ચહેરાની ત્વચાની ચમક વધશે. સાથે જ ત્વચા પણ મુલાયમ અને ચમકદાર બનશે.5) વિટામીન ઈ કેપ્સ્યુલ અને ગ્લિસરીન:- જો તમે ઈચ્છો તો ચહેરા પર વિટામીન ઈ કેપ્સ્યુલ માં ગ્લિસરીન મેળવીને પણ લગાવી શકો છો. વિટામીન ઈ કેપ્સુલનું ઓઇલ લો. તેમાં આ ગ્લિસરીન નાખો અને બંનેવ ને મિક્સ કરો. તમે આ પેસ્ટને તમારા આખા ચહેરા પર લગાવી શકો છો. વિટામીન ઈ અને ગ્લિસરીન ચહેરા પર લગાવવાથી ત્વચાથી જોડાયેલી અનેક સમસ્યાઓ દૂર કરી શકાય છે. ગ્લિસરીન ત્વચા ના ડાઘ ધબ્બાને પણ દૂર કરવામાં મદદ કરે છે 

તમે ચહેરા પર વિટામીન ઈ કેપ્સુલ ને લગાવી શકો છો.તમે વિટામીન ઈ ઓઈલમાં એલોવેરા, ગ્લિસરીન, નાળિયેર તેલ અને લીંબુનો રસ મેળવીને લગાવી શકો છો. પરંતુ વિટામિન ઈ કેપ્સ્યુલને ચહેરા પર વારંવાર લગાવવાથી બચવું જોઈએ. સાથે જ ચહેરા પર લાંબા સમય સુધી વિટામીન ઈ કેપ્સુલ ને લગાવીને પણ ન રાખવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment